________________
૨/૨/૨/૩/૪૩૪
૧૬
કોઈપણ લઈશ એવા અભિગ્રહધારી બીજું મળે તો પણ ન લે. બાકી સુગમ છે. વિશેષ એ કે - કઠિન તે વંશકાષ્ઠાદિ, જંતુક અને પક એ તૃણ વિશેષ છે મોગ-તે મોરના પીંછાથી બનેલ. ભીનાશ વાળા દેશ માટે આ સંથારા છે.
• સુગ-૪૩૫ -
હવે બીજી પ્રતિજ્ઞા-સાધુ-સાદની સંસ્તારને જોઈને યાચના કરે. ગૃહસ્થ ચાવત નોકરાણીને પહેલાથી વિચારીને કહે, હે આયુષ્યમાન કે બહેન ! માંથી મને કોઈ સંથારો આપશો ? ચાવતું ગ્રહણ કરે.
- હવે ત્રીજી પ્રતિજ્ઞા - સાધુસાદની જે ઉપાશ્રયમાં રહ્યા હોય, ત્યાં જેa સંથાર હશે, તેલ લઈશ. બીજાને ત્યાંથી નહીં જેમકે ઇક્કડ યથાવત્ પલાલ. તે મળે તો ગ્રહણ કરીશ નહીં મળે તો ઉકૂડુ આદિ આસને રહીશ.
• વિવેચન :
અહીં પણ પૂર્વવત્ બધું કહેવું. વિશેષ એ કે આ સંથારો નજરે દેખે તો જ યાચના કરે. એ રીતે ત્રીજી પ્રતિજ્ઞા જાણવી. તેમાં વિશેષ એ કે ગચ્છ નિર્ગત કે ગયછવાસીને વસતિ દાતા જ સંથારો આપે તો ગ્રહણ કરે, તે ન મળે તો ઉકટક આસને કે પદ્માસને બેસી સમિ વીતાવે.
• સૂમ-૪૩૬ -
આ ચોથી પ્રતિજ્ઞાસાધુ કે સાડી પહેલાથી જ બીછાવેલા સંથારાની યાચના કરે. જેમ કે પ્રતીશિલા કે કાછશિલા. એવો સંથારો મળે તો ગ્રહણ કરે, ન મળે તો ઉરુક આસને કે પારસને બેસે.
• વિવેચન :સુગમ છે. વિશેષ એ કે શિલાદિ સંથારો પાથરેલ હોય તો જ સુવે. • સૂત્ર-૪૩૩ -
આ ચારમાંની કોઈપણ પ્રતિજ્ઞા ગ્રહણ કરનાર યાવતુ અન્યોન્ય સમાધિપૂર્વક વિચરે. [બીજાની નિંદા ન કરે,
• વિવેચન :
આ ચારમાંની કોઈપણ પ્રતિજ્ઞા સ્વીકાસ્નાર બીજી પ્રતિજ્ઞાવાળા સાધુની નિંદા ન કરે, કેમકે તે બધા જિનાજ્ઞા આશ્રીને સમાધિમાં વર્તે છે.
હવે પ્રાતિહારિક સંથારો પાછો આપવાની વિધિ કહે છે• સૂત્ર-૪૩૮ -
સાધુ-સાદની સંથારો પાછો આપવા ઇચ્છે, પણ તે જાણે કે સંથારો ઉંડા યાવતુ જળાવાળો છે, તો તેવો સંથારો પાછો ન આપે.
• વિવેચન :સૂત્રાર્થ મુજબ જાણવું. વળી• સૂત્ર-૪૩૯ - સાધુ-સાદની સંથારો પાછો આપવા ઇચ્છે અને તેને ઠંડદિથી રહિત જાણે
૧૮૦
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ તો પડિલેહણ-માર્જન કરી, તપાવી, ખંખેરી જયણાપૂર્વક આપે.
• વિવેચન :સુગમ છે. હવે વસતિમાં વસવાની વિધિ કહે છે– • સૂત્ર-૪૪૦ :
સાધુ-સાળી સ્થિરવાસ હોય, માસકWી હોય કે ગામ ગામ વીચરતા હોય, તે પ્રાજ્ઞ સાધુ પહેલાથી મળ-મૂત્ર ત્યાગ ભૂમિ જોઈ રાખે. કેવલીનું કથન છે કે પતિલેખિત ઉચ્ચાર પ્રસવણ ભૂમિ કર્મબંધનું કારણ છે. સાધુ-સાવીને
છે કે વિકાલે મળમૂત્ર પરઠળતા પગ લપસે કે પડે. રીતે લપસતા કે પડતા હાથ-પગ આદિ ભાંગે અથવા પ્રાણિ આદિની હિંસા થાય. તેથી તેમનો પૂવોંપાદિષ્ટ આચાર છે કે ભૂમિ પડિલેહતી.
• વિવેચન :
સુગમ છે. આ સાધુની સામાચારી છે કે વિકાલે પ્રશ્રવણાદિ ભૂમિનું પ્રત્યુપેક્ષણ કરે. હવે સંતારક ભૂમિનો અધિકાર કહે છે–
સુત્ર-૪૪૧ -
સાધુ કે સાળી શય્યાસંતાક ભૂમિની પ્રતિલેખના કરવા ઇચ્છે તો આચાર્ય, ઉપાધ્યાય યાવત ગણાવચ્છેદક, બાળ, વૃદ્ધ, રૌ૪, ગ્લાન કે અતિથિ સાપુ દ્વારા સ્વીકૃત ભૂમિ છોડીને કિનારે કે મધ્યસ્થાને, સમ કે વિષમ, હવાવાળી કે નિતિ ભૂમિમાં યતનાપૂર્વક પડિલેહણ-પ્રમાર્જન કરી-કરીને અત્યંત પ્રાણુક શથ્ય-સંસ્તારકને બિછાવે.
• વિવેચન :
તે ભિક્ષ આચાર્યાદિ સ્વીકૃત ભૂમિ છોડીને બીજી ભૂમિ પોતાના સંથારા માટે પડિલેહે. • X - X - X • હવે શયનવિધિ કહે છે.
• સૂ-૪૪૨ -
સાધુ-સાધ્વી સુવા ઇચ્છે તો અત્યંત પ્રાસુક શય્યા-સંતાકે આરૂઢ થાય. તે સાધુ-સાવી અરૂઢ થતાં પૂર્વે મસ્તકથી પગ સુધી શરીરને પૂંજીને તનાપૂર્વક આરૂઢ થઈને પછી યતનાપૂર્વક શયન કરે.
• વિવેચન :સ્પષ્ટ છે. હવે સુતેલાની વિધિ કહે છે– • સૂત્ર-૪૪૩ -
સાધુ કે સાdી પ્રાસુક સંથારા પર શયન કરતી સમયે પરસ્પર હાથથી હાથ, ગણી પગ, શરીરથી શરીરની આશાતના ન કરવી, પણ આશાતના ન કરતા યતનાપૂર્વક પાસુક સંથારા પર સુવું જોઈએ.
સાધુ કે સાળી ઉચ્છવાસ લેતા કે નિશ્વાસ મુકતા, છીંક ખાતા, બગાસુ ખાતા, ઓડકાર ખાતા, વાયુનિસર્ગ કરતા પહેલેથી મુખ કે ગુદાને હાથ વડે ઢાંકે પછી યતનાપૂર્વક શ્વાસ લે યાવતું વાતનિસર્ગ કરે,