________________
૨/૧/૨/૩/૪૨૧
તેઓ ઋજુ છે, સંયમ કે મોક્ષપણને પામેલા છે તથા માયારહિત હોવાથી ઉત્તમ ગુણવાળા સાધુઓ છે. આ રીતે વસતિના ગુણ-દોષ બતાવીને સાધુ જાય, પછી નિર્દોષ વસતિ સાધુને આપવા યોગ્ય ન હોય તો શ્રાવકો સાધુ માટે વસતિ બનાવે અથવા પૂર્વકૃતને યોગ્ય બનાવે. પછી તે અથવા બીજા સાધુ આવતા કેટલાંક શ્રાવક છળ કરે અને કહે કે, આ દાનાર્થે કલ્પેલી વસતિ તમે ગ્રહણ કરો.
૧૭૫
આવી વસતિ ગૃહસ્થે પૂર્વે સાધુને બતાવી ‘અહીં ઉતરો' તેમ કહ્યું હોય તો તે ‘ઉપ્તિ પૂર્વા’ છે, જો એમ કહે કે, પૂર્વે અમારા રહેવા માટે બનાવી છે, તો ‘નિક્ષિપ્ત પૂર્વ' છે, ‘પરિભાઇયપૂર્વ' એટલે - અમે પહેલાં જ ભત્રીજા આદિ માટે રાખી છે તથા બીજા ગૃહસ્થ પણ રહ્યા છે કે અમે પહેલાંથી જ તેને તજેલ છે, તમારે જો ઉપયોગમાં ન આવે તો અમે તેને પાડી નાંખશું. ઇત્યાદિ રીતે કોઈ ગૃહસ્થ છલના કરે. તો સાધુએ ઠગાવું નહીં પણ તે દોષોને દૂર કરવા.
શું આવી છલનાના સંભવમાં પણ - x - ગૃહસ્થ સાધુને સમ્યક્ જ જવાબ આપશે અથવા સાધુ સમ્યક્ પ્રગટ કરનાર થશે ? હા, તે સમ્યક્ પ્રકટ કર્યા જ થાય. હવે ચસ્ક આદિ સાથે રહેવું પડે તો તે વિધિ કહે છે–
• સૂત્ર-૪૨૨ :
તે સાધુ-સાધ્વી એવા ઉપાશ્રયને જાણે કે, જે નાનો છે, નાના દ્વારવાળો છે, નીચો છે, સંનિરુદ્ધ છે, તો તેવા પ્રકારના ઉપાશ્રયમાં રાત્રે કે વિકાલે નીકળતા કે પ્રવેશતા પહેલા હાથ પસારીને પછી સાવધાનીથી પગ મૂકી બહાર નીકળે. કેવળી કહે છે કે આવો ઉપાશ્રય કર્મબંધનું કારણ છે. જેમકે ત્યાં શ્રમણ, બ્રાહ્મણ આદિના છત્ર, પાત્ર, દંડ, લાકડી, આસન, નાલિકા, વસ્ત્ર, મૃગચર્મ, પડદો, ચમકોશ, છેદનક અવ્યવસ્થિત, વિખરાયેલ અનિષ્કપ અને ચલાચલ હોય છે. રાત્રિના કે વિકાલે ત્યાંથી નીકળતા કે પ્રવેશતા સાધુ ત્યાં લપશે કે પડે. લપસતા કે પડતા તેના હાથ-પગ ભાંગે અને જીવ આદિની વત્ હિંસા થાય. તેથી સાધુની આ પૂર્વોપર્દિષ્ટ પ્રતિજ્ઞા છે કે તેવા પ્રકારના ઉપાશ્રયમાં પહેલા હાથ પ્રસારી પછી પગ સંભાળીને યતનાપૂર્વક પ્રવેશવું કે નીકળવું.
• વિવેચન :
તે ભિક્ષુ એવો ઉપાશ્રય જાણે કે - આ વસતિ નાની છે, દ્વાર નાના છે, નીચા છે કે વસતિ ગૃહસ્થથી ભરેલી છે, - ૪ - ત્યાં સાધુને ઉતરવાનું સ્થાન શય્યાતરે બીજા કેટલાક દિવસ રહેનારા ચરક આદિને આપેલ છે, અથવા તેઓ પૂર્વે સ્થિત છે, પછી સાધુને ઉપાશ્રય આપ્યો છે. ત્યાં કાર્યવશાત્ રહેલા રાત્રિ આદિમાં નીકળતા કે પ્રવેશતા ચકાદિના ઉપકરણને ઉપઘાત ન થાય તેમ પહેલા હાથ ફેરવતા ચતનાથી ગમન
આગમનાદિ ક્રિયા કરે. બાકી સરળ છે. - x - હવે વસતિ યાચના વિધિ કહે છે.
• સૂત્ર-૪૨૩ :
તે સાધુ સારી રીતે વિચારી ધર્મશાળાદિમાં સ્થાનની યાચના કરે, જે તે સ્થાનનો સ્વામી હોય કે અધિકારી હોય તેમની પાસે અનુજ્ઞા માંગતા કહે કે,
૧૭૬
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
હે આયુષ્યમાન્ ! આપ જેટલો કાળ અને ઉપાશ્રયના જેટલા ભાગની આજ્ઞા આપો તેટલો અમે નિવાસ કરીશું. આજ્ઞા આપનાર કહે કે, હે આયુષ્યમાન્ ! યાવત્ આપ રહો. ત્યારે મુનિ કહે કે, જેટલા વધર્મી સાધુ આવશે તે પણ અહીં રહેશે, પછી અમે બધાં વિહાર કરીશું.
• વિવેચન :
તે ભિક્ષુ પૂર્વોક્ત ધર્મશાળાદિ ગૃહોમાં પ્રવેશીને વિચારે કે આ વસતિ કેવી
છ ? તેનો સ્વામી કોણ છે ? ઇત્યાદિ વિચારી વસતિ યાચો. જે ઘરનો સ્વામી છે
અથવા માલિકે નિયુક્ત કરેલ અધિકારી છે તેની પાસે ઉપાશ્રયની અનુજ્ઞા માંગે. તે આ રીતે - હૈ આયુષ્યમાન્ ! તમારી ઇચ્છાથી તમે આજ્ઞા આપો તો અમુક દિવસ આટલા ભાગમાં અમે રહીશું. ત્યારે કદાચ ગૃહસ્થ પૂછે કે તમે કેટલા દિવસ અહીં રહેશો ? ગૃહસ્થ પૂછે તો વસતિ પર્યુપ્રેક્ષક સાધુ એમ કહે કે, ખાસ કારણ વિના ઋતુબદ્ધ કાળમાં એક માસ અને વર્ષાવાસમાં ચાર માસ રહીશું. આમ કહે ત્યારે કદાચ ગૃહસ્થ કહે કે મારે તેટલો કાળ અહીં રહેવું નથી અથવા જગ્યા નથી ત્યારે સાધુ તેવું કારણ વિશેષ હોય તો કહે કે, જેટલો કાળ તમે અહીં રહો અથવા જ્યાં સુધી આ વસતિ તમારી પાસે હોય ત્યાં સુધી અમે રહીશું, પછી અમે વિહાર કરીશું. જો સાધુની સંખ્યા પૂછે, તો કહે કે, અમારા આચાર્ય સમુદ્ર જેવા છે, પરિમાણ નક્કી નથી. કાયર્થેિ કેટલાંક આવે, કાર્ય પૂર્ણ થતા ચાલ્યા જાય, તેથી જેટલા હાજર હશે, તેટલા માટે આ યાયના છે અર્થાત્ સાધુ સંખ્યા ન કહેવી.
- સૂત્ર-૪૨૪ -
તે સાધુ-સાધ્વી જેના મકાનમાં રહે તેના નામ ગોત્ર પહેલાં જાણી લે. પછી તેમના ઘેર નિમંત્રણ મળે કે ન મળે તો પણ અશનાદિ આહાર જો અપસુક અને અનેષણીય જાણે તો યાવત્ ગ્રહણ ન કરે.
• વિવેચન :
અર્થ સુગમ છે. સાધુની આ સામાચારી છે - જો શય્યાતરના નામગોત્રાદિ જાણતા હોય તો પરોણા સાધુ સુખેથી આવી શકે. - વળી -
• સૂત્ર-૪૨૫ ઃ
સાધુ સાધ્વી જો એવો ઉપાશ્રય જાણે કે, આ ગૃહસ્થના સંસર્ગવાળો છે, અગ્નિ, જળથી યુક્ત છે, તો પ્રજ્ઞાવાન સાધુ નિષ્ક્રમણ, પ્રવેશ યાવત્ ધર્મ અનુચિંતાર્થે આવા ઉપાશ્રયમાં સ્થાન, શય્યાદિ ન કરે.
• વિવેચન :
સૂત્રાર્થ અનુસાર જાણવું.
• સૂત્ર-૪૨૬ :
સાધુ-સાધ્વી એવો ઉપાશ્રય જાણે કે - ગૃહસ્થના ઘર વચ્ચે આવાગમનનો માર્ગ છે કે આવવા-જવામાં પ્રતિબંધ છે, તો પ્રજ્ઞાવાન સાધુ યાવત્ તેવા ઉપાશ્રયમાં સ્થાનાદિ ન કરે.