________________
૨/૧/૨/૨/૪૧૪
૧૧
શ્રદ્ધાળુઓ હોય છે, તેઓએ સાધુના આચાર-વિચાર સારી રીતે સાંભળેલ હોતા નથી. તેઓ શ્રદ્ધા, પ્રીતિ, રુચિ રાખતાં ઘણાં શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, વનીપકને આશ્રીને રહેવા ગૃહસ્થો સ્થાનાદિ તૈયાર કરાવે છે. જેવા કે લુહારશાળા, આયતન, દેવકુલ, સભા, પરબ, દુકાન, વખાર, વાહનઘર, યાનશાળા, ચુનાનું કારખાનું, દર્ભશાળા, ચમલિય, વકલશાળા, કોલસાના કારખાના, લાકડાના કારખાના, સ્મશાનગૃહ, શૂન્યગૃહ, પર્વતીયગૃહ, પર્વતગુફાગૃહ, પાષાણ મંડપ કે ભવનગૃહો. જે સાધુ તેવા પ્રકારની લુહારશાળા યાવત્ ભવનગૃહોમાં નિવાસ કરે છે, હે આયુષ્યમાન છે તેને અભિક્રાંત ક્રિયા વસતિ કહેવાય છે.
• વિવેચન :
અહીં પ્રજ્ઞાપક આદિની અપેક્ષાએ પૂર્વાદિ દિશામાં શ્રાવકો કે પ્રકૃતિ ભદ્રક ગૃહસ્થાદિ રહે છે. તેઓએ સાધુના આચારાદિ જામ્યા હોતા નથી કે સાધુનો આવો ઉપાશ્રય કલ્પે કે નહીં ? પણ વસતિદાનથી સ્વગદિ ફળ મળે તેમ ક્યાંકથી જાણીને તેની શ્રદ્ધાથી, પ્રીતિથી રુચિથી ઘણા સાધુ વગેરેને ઉદ્દેશીને ગૃહસ્થ ત્યાં આરામાદિ માટે ચાનાશાલા વગેરે પોતા માટે કરતા શ્રમણાદિ માટે મોટા કરાવ્યા હોય છે. આ સ્થાનોને નામ લઈને જણાવે છે. જેમકે - આદેશન તે લુહારશાળા, દેવકુલ પાસેના ઓરડા, દેવકુલ, ચાર વેદ ભણવાની શાળા, પાણી પીવાની પરબ, દુકાન, ઘંઘશાળા, રથ આદિ રાખવાનું સ્થાન, રથ આદિ બનાવાનું સ્થાન. ખડીનું પરિકર્મ થાય તે સ્થાન ઇત્યાદિ સિગાર્મ મુજબ જાણવા.)
આવા ગૃહો ચરક, બ્રાહમણાદિ દ્વારા પૂર્વે વપરાયા હોય, પછી સાધુ તેમાં ઉતરે તો હે આયુષ્યમાન તે અભિકાંત ક્રિયા વસતિ કહેવાય. આવા મકાનમાં અલાદોષ છે.
• સૂઝ-૪૧૫ -
આ જગમાં પૂર્વ આદિ દિશામાં રહેવા ગૃહરથ યાવત્ ઘણાં શ્રમણ, આદિને ઉદ્દેશીને વિશાળ મકાન બનાવે. જેમકે લુહાર શાળા યાવતુ ભાવનગૃહ. જે સાધુ આવા ગ્રહોમાં ઉતરે કે જ્યાં ચકાદિ પરિવ્રાજક વગેરે કોઈ પહેલાં રહ્યાં ન હોય, તો તે અનભિદાન ક્રિયા વસતિ કહેવાય.
• વિવેચન :
સુગમ છે. વિશેષ એ કે પૂર્વે ચરક આદિ કોઈ ત્યાં ઉતર્યા નથી, તો અનભિકાંતક્રિયા વસતિ કહેવાય. તેથી આવી વસતિ સાધુને માટે અકલાનીય છે. હવે ન ઉતરવા યોગ્ય વસતિ કહે છે
• સૂગ-૪૧૬ -
આ જગતમાં પૂર્વ આદિ દિશામાં ચાવતુ નોકરાણી રહે છે, તેઓને પહેલાથી એ જ્ઞાત હોય છે કે આ શ્રમણ ભગવંતો યાવત મૈથુનકમથી વિરમેલા છે. આ મુનિઓને આધાકર્મિક ઉપાશ્રયમાં રહેવું ક૫તું નથી, તેથી આપણે આપણા માટે જે લુહારશાળા ચાવત્ ભવનગૃહ બનાવેલ છે, તે બધાં આ મુનિઓને રહેવા આપીશું, પછી આપણે આપણા માટે બીજી લુહારશાળા યાવતું
૧૩૨
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ગૃહો બનાવીશું, આવા તેમના વાર્તાલાપને સાંભળીને, સમજીને જે સાધુ તેવા પ્રકારની લુહારશાળા યાવતુ ગૃહોમાં નિવાસ કરે છે તેવી રીતે બીજાના આપેલા મકાનમાં રહે તો હે શિષ્ય! તે વર્ષક્રિયા વસતિ છે.
• વિવેચન :
પ્રાય:સુગમ છે. તેનો સમુદાય અર્થ આ પ્રમાણે - સાધુ આચારના જ્ઞાત ગૃહસ્યો પોતાના માટે બનાવેલ ગૃહાદિ સાધુને આપી, પોતા માટે બીજા કરે, તે કે તેવા બીજા ઉચ્ચ-નીચ ઘરો બીજા હોય, તે સાધુને અપાયા હોય, તો તે વજર્યકિયા વસતિ છે, તે સાધુને ન કો. હવે મહાવર્ય વસતિ
• સૂત્ર-૪૧૭ -
આ ગમ પૂવદ ચારે દિશામાં કેટલાંક શ્રદ્ધાળ હોય છે. તેઓને સાધુના આચાર ગોચરનું જ્ઞાન હોતું નથી ચાવ4 શ્રદ્ધાથી ઘા શ્રમણ, બ્રાહ્મણ યાવ4 વનાયકની ગણના કરીને તેમના માટે તે ગૃહસ્થો મકાનો બનાવે છે - જેવા કે લુહારશાળા યાવત્ ભવનગૃહ. જે સાધુ તેવા પ્રકારના ગૃહોમાં નિવાસ કરે છે કે અચાન્ય પ્રદત્ત ગૃહોમાં રહે છે, તે મહાવર્મક્રિયા વસતિ છે.
• વિવેચન -
પ્રાય સુગમ છે. વિશેષ એ કે શ્રમણાદિ માટે તૈયાર કરેલ જે વસતિમાં સ્થાનાદિ કરે તે મહાવર્યા વસતિ કહેવાય. તેથી તે અકીય અને વિશુદ્ધિ કોટિ વસતિ કહેવાય. હવે સાવધ નામક વસતિ કહે છે.
સૂત્ર-૧૮ -
આ સંસારમાં યુવદિ દિશામાં કેટલાંક શ્રદ્ધાળુ રહે છે, જે શ્રદ્ધા, પ્રીતિ અને રુચિથી ઘણાં શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, વનીપકને ગણીગણીને તેમના માટે લુહારશાળા યાવત્ ભવનગૃહો બનાવે છે. જે સાધુ આવી લુહારશાળાદિમાં નિવાસ કરે કે અચાન્ય પ્રદત્ત ગૃહોનો ઉપયોગ કરે છે કે આયુષ્યમાન ! સાવધકિા વસતિ છે.
• વિવેચન :
પ્રાય સુગમ છે. વિશેષ એ કે પાંચ પ્રકારના શ્રમણોને કલપીને વસતિ બનાવેલ હોય તે શ્રમણો આ પ્રમાણે - નિર્ગુન્ય, શાક્ય, તાપસ, ગરિક અને આજીવિક. તેમને માટે કરાયેલા સ્થાનાદિ સાવધકિયા નામની વસતિ થાય. આ અકલ્પનીય અને વિશુદ્ધિકોટિ છે - હવે મહાસાવધ નામની વસતિ કહે છે.
• સૂત્ર-૪૧૯ :
આ જગતમાં પૂવદિ દિશામાં શ્રદ્ધાળુ રહે છે યાવતુ કેવળ રુચિ માથી કોઈ એક શ્રમણવર્ગને ઉદ્દેશીને ગૃહસ્થો લુહારશાળા યાવતુ ગૃહો બનાવે છે. તેઓ ઘણાં જ પૃથવીકાય ચાવત ત્રસકાયનો સમારંભ કરીને, વિવિધ પ્રકારના ઘણાં પાપકમોં કરીને જેવા કે - આછાદન, લેપન, બેઠક કે દ્વાર બંધ કરવા, શીત જળ નાંખવું, અગ્નિકાયને પૂર્વે પ્રગટાવનો આદિ. જે સાધુ આવા પ્રકારની