________________
૨/૧/૧/૬/૩૬૭
૧૪૧
યાચના કરે કે, હે આયુષ્યમાન ગૃહપતિ ! કે હે બહેન ! અથવા તેવું બીજું વચન બોલીને કહે કે, તમે જે રાંધ્ય હોય તેમાંથી અમને કંઈ આપો. -x-x- તે ભિક્ષને તેમ યાચના કરતા સાંભળીને બીજા કોઈ ગૃહસ્થ કદાચ હાથ, થાળી, કડછી કે બીજું કોઈ વાસણ કાચા પાણીથી કે અપાસુક ઉષ્ણ પાણી વડે કે કાળ વીતી જતા સચિત થયેલ ઉણ પાણી વડે એક વખત ધુએ કે વિશેષથી ધુએ ત્યારે તે જોઈને પહેલા સાધ વિચારે પછી તેમનું નામ દઈને અટકાવે કે તમે એ રીતે હાથ વગેરે ન ધોશો. તો પણ જો તે ગૃહસ્થ સચિત પાણીથી હાય વગેરે ધોઈને આહાર આપે તો તેને અપાતુક જાણી સાધુ ન લે.
વળી તે સાધુ ગૃહસ્થના ઘેર પ્રવેશીને એમ જાણે કે, સાધુ માટે નહીં, પણ કોઈપણ કારણે પહેલા જ ધોવાની ક્રિયા કરી છે, હાથમાંથી પાણી ટપકી રહ્યું છે એવું જાણીને * * * * * ચારે પ્રકારનો આહાર અપ્રાસુક અને અનેષણીય જાણીને ગ્રહણ ન કરે. વળી એમ જાણે કે
પાણી ટપકતું નથી પણ હાથ કે વાસણ ભીના છે તો પણ સાધુ ન લે. એ પ્રમાણે ભીના હાથ હોય તો ન લે તથા સચિત જ, માટી આદિમાં સમજી લેવું. તેમાં * ૩પ' એટલે ક્ષારવાળી માટી, હડતાલ, હિંગલોક આદિ પ્રસિદ્ધ છે. આ બધી ખાણમાંથી નીકળતી સચિત્ત વસ્તુ છે. વાવ એટલે પીળી માટી, સેટિવા તે ખડી, તુવરિકા, છડ્યા વિનાના ચોખાનું ચૂર્ણ, ઉપરના છોતરા, ખાંડેલ યુરો વગેરેથી ખરડેલા હાથે આપે તો લે નહીં; પણ જો ખરડેલા ન હોય તો સાધુ ગોચરી લે.
પરંત જે એમ જાણે કે - x - તે જાતિના આહારદિયી હાથ વગેરે ખરડાયેલા છે, તો પ્રાસુક અને એષણીય જાણીને ગ્રહણ કરે. અહીં આઠ ભાંગા [ભેદ છે. તેમાં અસંસૃષ્ટ હાથ, અસંસ્કૃષ્ટ વાસણ, તે જાતિના દ્રવ્ય વડે સંસ્કૃષ્ટ ઇત્યાદિ - ૮ - ૪ - x • તો પ્રાસુક, એષણીય જાણી ગ્રહણ કરે.
• સૂત્ર-૩૬૮ -
તે ભિક્ષુ ભિક્ષાર્થે ગૃહસ્થના ઘેર પ્રવેશી એવું જાણે કે કોઈ અસંયમી ગૃહસ્થ સાધુ નિમિતે ધાણી, મમરા, પોંક, ચાવલ આદિ તૈિયાર કર્યા છે.) તે સચિવ શિલા પર તથા બીજવાળી, વનસ્પતિવાળી ચાવતું જાળાવાળી શીલા પર કુટ્યા છે, કુટે છે અને કુટશે, ઝાટક્યા છે, ઝાટકે છે અને ઝાટકશે. આ પ્રકારે પૃથફ કરેલ ચાવલ આદિને આપાસુક જાણી ગ્રહણ ન કરે.
• વિવેચન :
તે ભિક્ષ ભિક્ષાર્થે ગૃહસ્થના ઘરમાં પ્રવેશતા જો એમ જાણે કે - ચોખા આદિના મમરા ઘણાં જ (ફોતરા વાળા છે અથવા અર્ધપકવ ચોખા આદિના કણ વગેરે હોય, તેને ગૃહસ્થ સાધુને ઉદ્દેશીને સચિત્ત શિલા કે બીજવાળી, વનસ્પતિવાળી, ઇંડાવાળી યાવત્ કરોળીયાના જાળાવાળી શિલા ઉપર કુટેલા છે - કુટે છે કે કુટશે. • • x• તે પાણી મમરા આદિ સયિત કે અચિત હોય તેને સચિત શિલા પર કુટીને સાધુ માટે ઝાટકીને આપ્યા છે - આપે છે કે આપશે. તેવું જાણીને તેવા પ્રકારનો
૧૪૨
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ પૃથુક આદિ આહાર મળે તો પણ ગ્રહણ ન કરે.
• સૂત્ર-૩૬૯ :
તે સાધ-સાદdી ગૌચરી માટે ગૃહસ્થના ઘેર પ્રવેશતા એમ જાણે કે બિલ કે ઉદ્િભજ મીઠું અસંયમી ગૃહસ્થ સાધુના નિમિત્તે સચિત્ત યાવ4 જાળા વાળી શિલા પર ભાંગેલ છે - ભાંગે છે કે ભાંગશે, પીસેલ છે - યીસે છે કે પીસશે છે તેવા મીઠાને પાસુક જાણીને ગ્રહણ ન કરે.
• વિવેચન :
જે તે ભિક્ષ એવું જાણે કે આ ખાણમાંથી ખણેલ મીઠું અથવા સિંધવ, સંચર આદિ તથા ઉદ્ભિજ - સમુદ્ર કિનારે ક્ષારના સંપર્કથી થતું મીઠું ઉપલક્ષણથી ક્ષાર સૂકવવાથી થતું, મકાદિ મીઠું; આવું મીઠું શિલા પર ભેદીને કણીયા રૂપ કરેલ છે તથા સાધુ માટે ભેદે છે કે ભેદશે અથવા ચૂર્ણ જેવું કરવા પીસ્યુ છે, પીએ છે કે પીસશે તો એવું મીઠું ગ્રહણ ન કરે.
• સૂગ-390 -
[ભિક્ષાર્થે ગયેલો સાધુ કે સાળી એમ જાણે કે અશનાદિ આહાર અગ્નિ પર રાખેલ છે, તો તેવા પ્રકારના શનાદિને આપાસક જાણીને ગ્રહણ ન કરે, કેવળી ભગવંત કહે છે કે, તે કર્મબંધનું કારણ છે, કેમકે ગૃહસ્થ સાધુના નિમિતે અગ્નિ પર રાખેલ આહામાંથી થોડો ભાગ કાઢે છે કે તેમાં નાંખે છે, હાથ લુછે કે વિશેષથી સાફ કરે, પગને નીચે ઉતારે કે ચડાવે અને એ રીતે અનિજીવની હિંસા કરે છે. હવે સાધુની એ જ પ્રતિજ્ઞા, એજ હેતુ, એ જ કારણ, એ જ ઉપદેશ છે કે તે અનિ પર રાખેલ આશનાદિને હિંસાનું કારણ પણી પાસુક હોવાથી ગ્રહણ ન કરે. આ જ સાધુનો ભિક્ષુ ભાવ છે.
• વિવેચન :
તે ભિક્ષુ ગૃહસ્થના ઘેર પ્રવેશીને ચતુર્વિધ આહાર અગ્નિ ઉપર સખેલ, તેવા પ્રકારની જવાલા સાથે સંબદ્ધ હોય તો મળવા છતાં ગ્રહણ ન કરે. હવે તેનો દોષ કહે છે - કેવલી કહે છે આ મદિાન છે, તે જ પ્રમાણે ગૃહસ્થ ભિાને ઉદ્દેશીને
ત્યાં અગ્નિ ઉપર રહેલ આહારને [બીજા વાસણમાં નાંખે વધેલું પાછું નાંખે કે એક વખત હાથથી મસળીને શોધે કે પ્રકર્ષથી શોધે, તથા નીચે ઉતારે કે તીર્ણ કરીને અગ્નિ જીવોને પીડે.
- હવે ઉપરોક્ત સાધુની આ પ્રતિજ્ઞા છે, આ હેતુ - આ કારણ - આ ઉપદેશ છે કે અગ્નિ સંબદ્ધ ભોજન કે અગ્નિ ઉપર રહેલ ભોજન અપાસુક અને અનેષણીય છે. આ પ્રમાણે પાણી મળવા છતાં તે આહાર ન લે. એ જ ખરેખર સાધુનો સમગ્ર ભિક્ષભાવ છે.
ચૂલિકા-૧ - અધ્યયન-૧ “fપvāવUT'' ઉદ્દેશા-૬નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ