________________
૨/૧/૧/૧૩૪૦
૧૨૧
હોય, દાતાએ તેને પોતાનો કરીને રાખેલ હોય કે ન રાખેલ હોય, દાતા એ તેનો પરિભોગ કર્યો હોય કે ન કર્યો હોય, તેનું સેવન કર્યું હોય કે ન કર્યું હોય પરંતુ તેને આપાસુક અને અનેકણીય જાણી ગ્રહણ ન કરે.
આ પ્રમાણે ઘd સાઘર્મિક સાધુ, એક સાદળી, ઘણાં સાદગીને ઉદ્દેશીને બનાવેલ હોય, એ પ્રમાણે ચાર આલાપક કહેવા.
• વિવેચન :
તે સાધુ ગૃહસ્થને ઘેર ગયેલ હોય તે આવો આહાર ગ્રહણ ન કરે :- “જેની પાસે સ્વ-દ્રવ્ય નથી તે અસ્વ-નિર્ઝન્ય છે' એવા નિર્ગસ્થને કોઈ ભદ્રક ગૃહસ્થ જોઈને વિચારે કે - આ એક સાધુને ઉદ્દેશીને પ્રાણી-ભૂત-જીવ-સવનો સંરંભસમારંભ-આરંભ કરીને વહોરાવીશ. સંરંભ આદિનું સ્વરૂપ-સંકલપ કરવો તે સંરંભ, પરિતાપ કરનારો સમારંભ ઉપદ્રવ કરીને કરાય તે આરંભ.
( આ પ્રમાણે સમારંભાદિ આચરીને આધાકર્મ કરે છે. એનાથી બધી શુદ્ધ કોટિ લીધી. શીત - મૂલ્ય આપીને લેવું, મિત્ર - ઉછીનું લેવું, બળપૂર્વક છીનવવું, બધાં માલિકની સંમતિ વિનાનું હોય, ગૃહસ્થે લાવેલું. આવું વેચાતું વગેરે લાવીને આપે. આના દ્વારા સમસ્ત વિશુદ્ધિ કોટિ લીધી. તે આહાર ચારે પ્રકારનો હોય, આધાકમદિ દોષની દોષિત હોય, તે જો ગૃહસ્થ આપે, તે બીજાએ કરેલું પોતે આપે કે પોતે જાતે કરીને આપે. ઘેરથી નીકળેલ કે ન નીકળેલ હોય. તે જ દાતાએ સ્વીકારેલ કે ન સ્વીકારેલ હોય. દાતાએ તે બહુ ખાધુ હોય કે ન ખાધું હોય અથવા થોડું ચાખ્યું હોય કે ન ચાખ્યું હોય.
આવું બધું હોય છતાં જો તે અપ્રાસુક અનેષણીય માલુમ પડે તો મળે છતાં ન લેવું. આ પહેલાં અને છેલ્લા તીર્થંકરના સાધુઓને અકલાનીય છે, પણ ૨૨તીર્થકરોના સાધુઓમાં જેને ઉદ્દેશીને કર્યું હોય તેને ન કહ્યું, બીજાને કહ્યું. આ પ્રમાણે ઘણાં સાઘને ઉદ્દેશીને બનાવેલું લેવું ન કો. એ પ્રમાણે સાધી તથા સાથીઓમાં જાણવું.
હવે બીજા પ્રકારે અવિશુદ્ધ કોટિને આશ્રીને કહે છે– • સૂઝ-3૪૧ -
તે સાધુ-સાદની યાવતુ જે આહારના વિષયમાં એમ જાણે કે આ અશનાદિ ઘણાં જ શ્રમણ, બ્રાહ્મણ, તિથિ, કૃપણ કે હનીપક માટે ગણી ગણીને તેમને ઉદ્દેશીને પ્રાણી આદિ જીવોનો સમારંભ કરીને બનાવેલ છે - યાવત્ - સાધુ તે ગ્રહણ ન કરે.
• વિવેચન :
તે ભાવસાધુ ગૃહસ્થને ઘેર ગયેલ હોય ત્યાં અશનાદિ વિશે જાણે કે તે ઘણાં નિર્ણ-શાક્ય-નાપસ-ઐરિક-આજીવિકરૂપ શ્રમણ, બ્રાહ્મણ, ભોજનના સમય પહેલાં જે મુસાફર આવે તે અતિથિ, કૃપણ-દરિદ્ર, વનીપક-ભાટ આદિને ઉદ્દેશીને બનાવેલ હોય એટલે બે-ત્રણ શ્રમણ, પાંચ-છ બ્રાહ્મણ એમ સંખ્યા ગણીને પ્રાણી આદિનો
૧૨૨
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ સમારંભ કરીને જે અશનાદિ તૈયાર કરેલ હોય તેને • x • પાસુક, અનેષણીય, આધાકર્મી જાણી મળવા છતાં પણ ન લે. હવે વિશોધિ કોટિ કહે છે–
• સૂગ-૩૪ર :
સાધુ-સાધ્વી ગૃહસ્થના ઘેર પ્રવેશીને જાણે કે તે અશનાદિ ઘણાં શ્રમણ, બ્રાહાણ, અતિથિ, કૃપણ, હનીપકને ઉદ્દેશીને યાવત્ બનાવેલ છે. તે આશનાદિ બીજ પરથને સોંપેલ ન હોય, બહાર કાઢેલ ન હોય, નિશ્રામાં લીધેલ ન હોય, ભોગવેલ ન હોય, સેવેલ ન હોય; તો તેનું પાસુક અને અનેષણીય વાણી ગ્રહણ ન કરે. પણ એમ જાણે કે પુરુપાંતસ્કૃત છે, બહાર લાવેલ છે. દાતાએ સ્વીકારેલ છે, પોતે વાપર્યો-ભોગવ્યો-સેવ્યો છે, તો તેને પ્રાસક અને એષણીય જાણી ગ્રહણ કરે.
• વિવેચન :
તે સાધ જાણે કે આ ભોજન ઘણાં શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, વણીપક, કૃપણને ઉદ્દેશીને બનાવેલું છે અને કોઈ ગૃહસ્થ પ્રાણાદિનો સમારંભ કરી લાવીને આપે, તે તેવા પ્રકારનું ભોજન તે જ પુરુષે પોતાના કન્જામાં રાખેલું, બહાર ન કાઢેલું, ખાધા વિનાનું, સેવન ન કરેલું, અમાસુક અને અનપણીય આપતો હોય તો તે જાણીને મળવા છતાં સાધુ ન લે.
હવે તેનાથી ઉલટું સૂત્ર કહે છે - અહીં ‘અથ' શબ્દ પૂર્વની અપેક્ષાઓ અને પુનઃ શબ્દ વિશેષણાર્થે છે . પણ તે ભિક્ષ એમ જાણે કે તે ભોજન બીજા માટે કરેલું છે, બહાર લાવેલ, પોતાનું કરેલ, તેણે ખાધું છે, વાપર્યું છે, પ્રાસુક છે, એષણીય છે; એમ જાણીને મળે તો . અતિ અવિશોધિકોટીવાળું ન કો, વિશોધિકોટિવાળું પુરપાન્તર કૃત અને પોતાનું કરેલ હોય તો કો. વિશોધિકોટિનો અધિકાર કહે છે–
• સૂત્ર-૩૪૩ :
જે સાધુ કે સાડી ગૃહસ્થના ઘેર આહારને માટે પ્રવેશ કરવાની ઇચ્છાવાળા હોય છે એમ જાણે કે - આ ફુલો [ઘો] માં નિત્ય પિંડ અપાય છે, પિંs દેવાય છે, નિયત ભાગ દેવાય છે, અપાધભાગ દેવાય છે તે પ્રકારના કુળોમાં નિત્ય દાન અપાય છે . ઘણા ભિક્ષુઓ આવે છે; એવા કુળોમાં આહારપાણીને માટે પ્રવેશ કે નિગમન ન કરે.
આ ખરેખર સાધુ-સાધ્વીઓનો આચાર છે કે તે બધી વસ્તુઓમાં સમભાવી થઈ જ્ઞાનાદિની રક્ષા કરત સંયમમાં યત્ન કરે - તેમ હું કહું છું.
• વિવેચન :
તે ભિક્ષ ગૃહસ્થના ઘરમાં જવાની ઇચ્છાવાળો આવા કુળોને જાણે-જેમકે-આ કુળોમાં નિત્ય પિંડ-પોષ અપાય છે. સર્પ એટલે શાલિ-ઓદનાદિ પહેલા કાઢીને ભિક્ષા માટે અપાય છે તે અણભિક્ષા. નિત્ય-ભાગ ભોજનનો અર્ધભાગ, ચોથો ભાગ અપાય છે તેવા પ્રકારના કુળો નિત્યદાન દેવાથી સ્વપક્ષ-પરપક્ષના સાધુઓનો નિત્ય પ્રવેશ હોય છે, તેનો ભાવાર્થ એ છે કે - સંયત વર્ગ અને બીજો ભિક્ષાચર વર્ણ, તે