________________
૧/૮/૮/૨૫૮ થી ૨૬૩
છે – શબ્દાદિ કામગુણો ભેદનશીલ છે, તે વિપુલ પ્રમાણમાં હોય તો પણ તેમાં રાગ ન કરે. - ૪ - ૪ - કદાચ રાજા પોતાની કન્યાનું દાન આદિ આપી લોભાવે, તો પણ તેમાં વૃદ્ધ ન થાય. તથા ઇચ્છારૂપ લોભથી ચક્રવર્તી કે ઇન્દ્રત્વની અભિલાષારૂપ નિદાન વિશેષ પણ આ નિર્જરપ્રેક્ષી મુનિ ન કરે. અર્થાત્ દેવ સમાન ચક્રવર્તીની ઋદ્ધિ જોઈને બ્રહ્મદત્ત માફક નિદાન ન કરે. આગમમાં પણ કહ્યું છે કે, આલોકની,
પરલોકની, જીવિતની, મરણની, કામભોગની આશંસાથી તપ ન કરે.
વર્ગ એટલે સંયમ કે મોક્ષ. તે દુઃખે કરીને જણાય છે. અથવા પાઠાંતરથી ‘ધ્રુવવજ્ઞ' છે. ધ્રુવ એટલે અવ્યભિચારી. અથવા શાશ્વતી યશોકીર્તિ. તેને વિચારીને કામેચ્છા લોભને દૂર કરે.
૩
ન
[૨૬૩] વળી ચાવજીવ ય ન થવાથી અથવા પ્રતિદિન દેવાથી શાશ્વત અર્થ છે તેવા વૈભવ વડે કોઈ નિમંત્રણ આપે તો વિચારવું કે શરીરને માટે ધન ભેગું કરાય છે. પણ તે શરીર જ નાશવંત છે. [માટે ધન નકામું છે]. તથા દૈવી માયામાં શ્રદ્ધા ન કરવી. જો કોઈ દેવ પરીક્ષા માટે, શત્રુપણાથી, ભક્તિથી કે કૌતુક આદિથી વિવિધ
ઋદ્ધિ બતાવી લલચાવે તો પણ તેને દેવમાયા જાણી શ્રદ્ધા ન કરે.
તેને તારે દેવમાયા જાણવી. અન્યથા આ પુરુષ એકદમ ક્યાંથી આવે ? આટલું બધું દુર્લભ દ્રવ્ય ! આવા ક્ષેત્ર, કાળ, ભાવે કોણ આપે ? - X - તથા કોઈ દેવી દિવ્યરૂપ કરીને લલચાવે તો પણ તેને જાણીને [ન લલચાય]. હે સાધુ ! તું આ
હૈ
બધી માયા કે કર્મબંધને જાણીને તેમાં ફસાતો નહીં - ૪ - વળી–
- સૂત્ર-૨૬૪ ઃ
સર્વ અર્થમાં મૂર્છિત ન થઈ, તે મુનિ જીવનની પાર પહોંચે છે. સહિષ્ણુતાને સર્વોત્તમ સમજી, ઉકત ત્રણ પંડિતમરણમાંથી કોઈ એકને હિતકર જાણી સ્વીકાર. તેમ હું કહું છું.
• વિવેચન :
‘સર્વ અર્થ” એટલે પાંચ પ્રકારના કામગુણો, તેના સંપાદક અથવા દ્રવ્યસમૂહ. તેમાં કે તેથી મૂર્છા ન પામતો આયુ પહોંચે ત્યાં સુધી સ્થિર રહે – આયુષ્ય પુદ્ગલોનો ક્ષય થાય ત્યાં સુધી રહે તે પાગ છે. તે યથોક્ત વિધિએ પાદપોપગમન અનશનમાં રહીને ચઢતા શુભભાવે પોતાના આયુકાળનો અંત કરે. આ પાદપોપગમન વિધિ સમાપ્ત કરતા ત્રણે મરણોના કાળ, ક્ષેત્ર, પુરુષ, અવસ્થાને વિચારીને યોગ્યતા પ્રમાણે કરે તે છેલ્લા બે પદમાં બતાવ્યું. પરીષહ-ઉપસર્ગજનિત દુઃખ વિશેષે સહે. તે ત્રણેમાં મુખ્ય જાણી મોહરહિત - ૪ - ૪ - થાય. - ૪ - ૪ -
અધ્યયન-૮ ‘વિમોક્ષ'' ઉદ્દેશો-૮ “અનશનમરણ'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ નય વિચાર આદિ થોડું કહેવાયું છે. હવે કહેવાનારને જણાવે છે.
t
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
અધ્યયન-૯ “ઉપધાન શ્રુત”
• ભૂમિકા :
આઠમું અધ્યયન કહ્યું. હવે નવમું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે – પૂર્વે
આઠ અધ્યયનોમાં જે અર્થ કહેવાયો તે તીર્થંકર વીર વર્ધમાનસ્વામીએ પોતે આચરેલો છે, તે નવમાં અધ્યયનમાં બતાવે છે. આઠમાં અધ્યયન સાથેનો તેનો સંબંધ આ
પ્રમાણે – અભ્યુધત મરણ ત્રણ પ્રકારે બતાવ્યું. તેમાં કોઈપણમાં રહેલો સાધુ અધ્યયન
૮-માં બતાવેલ વિધિએ અતિ ઘોર પરીષહ-ઉપસર્ગ સહન કરીને - ૪ - ચાર ઘાતિકર્મનો નાશ કરી અનંત-અતિશય - ૪ - સ્વ પર પ્રકાશક કેવળજ્ઞાન મેળવનાર ભગવંત વર્ધમાનસ્વામીને સમોસરણમાં બેઠેલા અને સત્વોના હિત માટે ધર્મદેશના કરતા હોય
તેમ ધ્યાવે. તે માટે આ અધ્યયન કહે છે. આ સંબંધે આવેલા અધ્યયનના ચાર અનુયોગદ્વારો છે. તેમાં ઉપક્રમ દ્વારમાં અધ્યયન અને ઉદ્દેશાનો અર્થાધિકાર છે. જેમાં અધ્યયન અર્થાધિકાર - ૪ - અહીં બતાવે છે.
[નિ.૨૭૬] જ્યારે જે તીર્થંકર ઉત્પન્ન થાય છે, તે પોતાના તીર્થમાં આચારનો વિષય કહેવા છેલ્લા અધ્યયનમાં પોતે કરેલા તપનું વર્ણન કરે. એ બધાં તીર્થંકરોનો કલ્પ છે. અહીં ઉપધાન શ્રુત નામે છેલ્લું અધ્યયન છે. તેથી તેને “ઉપધાન શ્રુત” કહે છે.” બધાં તીર્થંકરોને કેવલજ્ઞાન માફક તપ અનુષ્ઠાન સમાન છે કે ઓછુંવધતું? તે શંકાનું નિવારણ કરવા કહે છે—
[નિ.૨૭૭ થી ૨૭૯] બધાં તીર્થંકરોનો તપ નિરુપસર્ગ કહ્યો છે. પણ વર્ધમાન સ્વામીનો તપ ઉપસર્ગ સહિત જાણવો. તીર્થંકર દીક્ષાથી ચાર જ્ઞાનવાળા થાય, દેવપૂજિત અને નિશ્ચયે મોક્ષગામી છે. તો પણ બલ, વીર્ય ગોપવ્યા વિના તપવિધાનમાં ઉધમ કરે છે. તો બીજા સુવિહિત સાધુ મનુષ્યપણાને સોપક્રમ જાણ્યા પછી તપમાં યથાશક્તિ ઉધમ કેમ ન કરે ?
અધ્યયન અધિકાર કહ્યો હવે ઉદ્દેશાનો અર્થાધિકાર કહે છે–
[નિ.૨૮૦] ૧-‘ચર્ચા’- ચરણ-ચરાય તે. વર્ધમાનસ્વામીનો વિહાર અહીં ઉદ્દેશા૧-નો અધિકાર છે. ૨-‘શય્યા’-ઉદ્દેશા-૨-માં શય્યા એટલે વસતિનું વર્ણન જે રીતે ભગવંત મહાવીર રહ્યા તે છે. ઉદ્દેશા-૩-માં પરીષહ’ વર્ણન છે. માર્ગથી ભ્રષ્ટ ન થતાં સાધુએ નિર્જરાર્થે પરીષહોને સહન કરવા. તે માટે વર્ધમાનસ્વામીને થયેલા અનુકૂળપ્રતિકૂળ પરીષહોને અત્રે બતાવ્યા છે. ઉદ્દેશા-૪માં ભૂખની પીડામાં વિશિષ્ટ અભિગ્રહની પ્રાપ્તિમાં આહાર વડે ચિકિત્સા બતાવી અને તપચરણનો અધિકાર ચારેમાં છે.
નિક્ષેપો ત્રણ પ્રકારે – ઓઘનિષ્પન્ન, નામનિષ્પન્ન, સૂત્રાલાપકનિષ્પન્ન. તેમાં ઓઘમાં અધ્યયન, નામમાં ઉપધાન શ્રુત છે. ઉપધાન અને શ્રુત દ્વિપદ નામ છે, તેમાં
ઉપધાનના નિક્ષેપને કહે છે–
[નિ.૨૧૮] નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ઉપધાનના ચાર નિક્ષેપા છે, શ્રુતના પણ આ ચાર જ છે. તેમાં દ્રવ્યશ્રુત ઉપયોગરહિત છે અથવા દ્રવ્ય માટેનું કે