________________
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
૧/૬/૫/૨૦૮ છે . એ પ્રમાણે તે સંયમમાં ઉચિત, સ્થિતાત્મા, સ્નેહ, અચલ, [વિહાર ચય કરનાર] ચલ, બહિર્લીય પરિdજન કરે.
જે મુનિ આ પuિધમને જાણીને સદનુષ્ઠાન આચરે છે, તે મુક્તિ પામે છે. તે માટે આસક્તિના વિપાકને જુઓ. પરિગ્રહમાં વૃદ્ધ બનેલ મનુષ્યો કામોશી આક્રાન્ત થાય છે. માટે સંયમથી ગભરાવું ન જોઈએ. જે વિવેકહીન તથા હિંસકવૃત્તિવાળા પાપ કર્મોને કરતાં ભયભીત થતા નથી, જ્ઞાનીજન તે આરંભોનો સર્વથા ત્યાગ કરે. તે ક્રોધ, માન, માયા, લોભનો ત્યાગ કરીને કર્મબંધનથી મુક્ત થાય છે. તેમ હું કહું છું.
• વિવેચન :
તે ભિક્ષુ મુમુક્ષુ ધર્મનો પૂર્વાપર વિચાર કરીને કે સાંભળનાર પુરુષની પૂપિર સ્થિતિ વિયારી, જેને જેવું કથન યોગ્ય હોય તેને તેવો ધર્મ કહે. મર્યાદા વડે સખ્યણું દર્શનાદિ અનુષ્ઠાન વિરદ્ધ વર્તી આશાતના વડે આત્માને દોષિત ન કરે. અર્થાત આશાતના ન થાય તેમ ધર્મ કહે. અથવા આત્માની આશાતના બે પ્રકારે છે - દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી - આહાર, ઉપકરણ વગેરે દ્રવ્યની કાલસંબંધી આશાતની ના થાય તેમ કહે. આહારાદિ દ્રવ્ય આશાતનાથી પોતાના શરીતે પીડા થતા ભાવમલિનતાથી ભાવાશાતના થાય. અથવા કહેતા ગામ-ભંગરૂપ ભાવ આશાતના ન થાય તેમ કહે.
સાંભળનારની નિંદા ન કરે. જેથી તે નિંદા વડે ક્રોધિત થઈ હાર, ઉપકરણ કે શરીર પીડા કરવા પ્રવૃત ન થાય. તેથી સાંભળનારની આશાતના વજીને ધર્મ કહે. અથવા અન્ય પ્રાણી, ભૂત, જીવ, સત્વોને બાધા ન કરે. તે મુનિ પોતાનો અનાશાતક છે, બીજાની આશાતનો કરતો નથી, તથા બીજા આશાતના કરનારની અનુમોદના કરતો નથી. વધ્યમાન પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્વોને પીડા ઉત્પન્ન ન થાય તેમ ધર્મ કહે.
જેમકે - કોઈ લૌકિક, કપાવયનિક, પાસસ્થા વગેરેને દાન આપવાની પ્રશંસા કરે, કુવા-તળાવ બનાવવાની પ્રશંસા કરે તો પૃથ્વીકાય આદિને દુઃખ થાય તો સાધુને દોષ લાગે. નિંદા કરે તો અંતરાય થતા કર્મબંધનથી વિપાક ભોગવવો પડે. કહ્યું છે કે, દાન પ્રશંસાથી પ્રાણિ વધનો દોષ લાગે. દાનની નિંદા કરે તો દાન લેનારની વૃતિનો છેદ કરે છે. તેથી તે દાન તથા કુવા આદિ સંબંધે વિધિ-નિષેધ ન કરતાં યથાવસ્થિત શુદ્ધ દાન પ્રરૂપે.
આ પ્રમાણે બોલતો સાધુ ઉભયદોષ ત્યાગી જીવોને આશ્વાસ્ય થાય. આ બાબત દૃષ્ટાંતથી કહે છે, અસંદીનદ્વીપ માફક આ મુનિ જીવને રક્ષણનો ઉપાય બતાવે તેથી વધ્યમાન અને વધકને પાપવિચારથી બચાવી વિશિષ્ટ ગુણસ્થાન મેળવવાની શરણ લેવા યોગ્ય થાય છે. તે ધર્મકથા કથન દ્વારા કેટલાંકને દીક્ષા અપાવે છે, કેટલાંકને શ્રાવક બનાવે છે, કેટલાંકને સમ્યગ્દર્શનવાળા કરે છે, કેટલાકને ભદ્રક પરિણામી બનાવે છે.
પ્રશ્ન - કેવા ગુણવાળો સાધુ દ્વીપ માફક શરણ યોગ્ય થાય છે ?
ઉત્તર - હવે પછી કહેવાતા ભાવ ઉત્થાન વડે સંયમાનુષ્ઠાન કરતો ઉસ્થિત થયેલ તથા જ્ઞાનાદિ મોક્ષ માર્ગે સ્થિત હોય, સ્નેહરહિત હોય, રાગદ્વેષ રહિતતાથી અપ્રતિબદ્ધ હોય, પરિષહ-ઉપસર્ગમાં ચલિત ન થાય, અનિયત વિહારી હોય, સંયમથી જેની લેશ્યા બહાર ન હોય એવો મુનિ બધી રીતે સંયમ અનુષ્ઠાનમાં વર્તે, કયાંય આસક્ત ન થાય.
પ્રશ્ન : શા માટે તે સંયમ અનુષ્ઠાનમાં વહેં ? - તે શોભન ધર્મને વિચારી અવિપરીત દર્શનવાળો થાય કે સદનુષ્ઠાન દૃષ્ટિમાન બને. તે કષાયના ફાય કે ઉપશમથી પરિનિવૃત છે, તેવા ગુણવાળો ન હોય તે મિથ્યાર્દષ્ટિ, પેશલ ધર્મને પામતો નથી, તે બતાવે છે–
મિથ્યાદેષ્ટિવાળો સંગને કારણે મોક્ષમાં ન જાય તેથી તેના માતા, પિતા આદિ જનિત કે ધન ધાન્યાદિ જનિત સંગ વિપાકને તમે જુઓ. વિવેકથી હૃદયમાં અવધારો. સૂત્રમાં કહે છે, તે સંગવાળા મનુષ્ય બાહ્ય અત્યંતર ગ્રંથથી ગુંથાયેલા, ગ્રંથના સંગથી વિષાદ પામેલા છતાં ઇચ્છા, મદન કામથી આકાંત બનેલા મોમાં જતા નથી.
જો એમ છે તો શું કરવું ? - જે કામથી આસક્ત ચિત થઈને સગાં તથા ધન-ધાન્યાદિમાં મૂર્ણિત, કામસંબંધી શરીર-મનના દુ:ખોથી પીડાય છે. તેનાથી હે શિષ્ય ! તું સંયમથી ત્રાસ ન પામીશ. સંયમાનુષ્ઠાનથી કંટાળતો નહીં, કેમકે સંયમદુઃખ કરતા અતિ દુઃખ સંસારસંગને છે.
કયા સાધુને સંયમથી ન ડરવાનો સંભવ છે ? - જે મહામુનિએ સંસાર અને મોક્ષના કારણો જાયા છે, તેને આ સંગરૂપ આભો એક સમાનપણે બધા માણસે આચરેલ છે - X - તે આરંભો સર્વે પ્રકારે જાણીતા છે. આ આરંભો કેવા છે ? જેમાં ગ્રંથ પ્રયિત, વિષાદી, કામ આકાંત લોકો હિંસક બની યાજ્ઞાન-મોહના ઉદયથી પાપ કરતા ડરતા નથી. પણ ઉકત આરંભોને જ્ઞ પરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગે છે, તેણે જ આરંભોના સુપરિજ્ઞાતા જાણવા. આરંભ પરિજ્ઞાતા બીજું શું કરે ?
તે મહામુનિ * * * ફોધાદિ ત્યાગી - x x - મોહનીય કર્મને તોડે. મોહનીય જતાં સંસાર સંતતિથી છૂટે છે. એમ તીર્થકરે કહેલ છે. એમ સુધમસ્વિામી કહે છે. અથવા હવે પછી જે કહે છે તે બતાવે છે–
• સૂત્ર-૨૦૯ -
દેહનાશના ભય પર વિજય પ્રાપ્ત કરવો એ સંગ્રામ શllષ કહેવાય છે. તે જ મુનિ સંસાર પારગામી છે. તે કષ્ટોથી પીડિત થવા છતાં લાકડાના પાટિયાની જેમ અચલ રહે છે. મૃત્યકાળ આવવા પર જ્યાં સુધી જીવ અને શરીર ભિન્ન ભિન્ન ન થાય ત્યાં સુધી મરણકાળની પ્રતીક્ષા કરે. એમ હું કહું છું.
• વિવેચન :
ઔદારિક આદિ ત્રણ શરીર કે ઘાતિકર્મનો વિનાશ અથવા કાયાને આયુષ્યના થાય સુધી ઘાત કરનારો બને તે મુનિ સંગ્રામશીર્ષરૂપે વર્ણવેલ છે. જેમ સંગ્રામને મોખરે શગુના સૈન્ય સામે તીણ તલવારની પ્રભાવી ઉગતા સુરજની માફક કે