________________
૧/૬/૨/૨૦૦
તે ધર્મ જિનકચિત હોવાથી શું તે પ્રમાણે વર્તનારા સભ્ય ક્રિયા કરે છે ? હા, કરે છે. તે સાધુઓ ભાવ સંધાનમાં ઉધત, સંયમમાં અરતિને દૂર કરનાર, મોક્ષ સમીપે રહીને ભોગની ઇચ્છા છોડી ધર્મમાં સારી રીતે ઉધમ કરે છે. પ્રાણિને હણતા નથી, બીજા મહાવત પણ પાળે છે તથા કુશલ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત હોઈ સર્વ લોકોના રક્ષક છે. સાધુની મર્યાદામાં રહેલા મેધાવી છે, પાપના કારણોને છોડવાથી સમ્યક પદાર્થ જ્ઞાતા પંડિત છે. ધર્મ ચાગ્નિ પાળવાને માટે સમુસ્થિત છે.
પણ જેઓ તેવું જ્ઞાન ધરાવતા નથી, તેઓ સખ્યમ્ વિવેકના અભાવે હજુ સુધી તેઓ તેવું ચાસ્ત્રિ પાળવા તૈયાર નથી. તેવા જ્ઞાનરહિતને જ્યાં સુધી તેઓ વિવેકવાળા થાય ત્યાં સુધી આચાર્યએ સારી રીતે પાળવા જોઈએ તે બતાવે છે - ઉક્ત વિધિએ અસ્થિર મતિવાળા અને ભગવંત મહાવીરના ધર્મમાં સારી રીતે ન જોડાયેલાને સુબોધના ઉપદેશ વડે તેમનું પાલન કરી સ્થિર મતિવાળા બનાવવા.
જેમકે - પક્ષીના બચ્ચાને તેની મા ગર્ભના પ્રસવથી ઇંડુ મુકે ત્યારપછી અનેક અવસ્થા આવે, તે બધામાં બચ્ચું ઉડવા યોગ્ય થાય ત્યાં સુધી પાળે છે તેમ આચાર્ય નવા શિયને દીક્ષા આપે ત્યારથી સામાચારી ઉપદેશ તથા અધ્યાપન વડે ગીતાર્થ થાય ત્યાં સુધી પાળે. પણ આચાર્યના ઉપદેશને ઓળંગીને સ્વચ્છંદતાથી કોઈપણ ક્રિયા કરે છે ઉજ્જૈનના રાજપુત્ર માફક વિનાશ પામે છે.
ઉજૈનીમાં જિતશબુ રાજાને બે પુત્રો હતા. મોટા પુત્રે ધર્મઘોષ આચાર્ય પાસે દીક્ષા લીધી. ‘આચાર' આદિ શાસ્ત્રો ભણી, જિનકલ સ્વીકારવા બીજી સtવભાવના ભાવે છે. આ ભાવના પાંચ પ્રકારની છે - ઉપાશ્રયે, તેની બહારે, ચાર રસ્તે, શૂન્યગૃહે, શ્મશાને. તેમાં પાંચમી ભાવના ભાવતો હતો. તે સમયે નાનોભાઈ મોટાભાઈના અનુરાગથી આચાર્ય પાસે આવ્યો - x • તેણે દીક્ષા લીધી. * * * તેના ઘણા આગ્રહથી મોટાભાઈને દેખાડયા - x • નાનાભાઈને આચાર્યાદિએ - ૪ - ઘણો. નિવાર્યો તો પણ મોટાભાઈના મોહથી તે શ્મશાનમાં તેમની માફક રહ્યો.
દેવતાએ આવીને મોટાભાઈ મુનિને વંદન કર્યું. નાનાભાઈ મુનિને ન વાંધા. તેથી અસ્થિર મતિના કારણે તે દેવી ઉપર કોપાયમાન થયો. દેવતાએ પણ તેના અવિધિના કૃત્યથી તેને લાત મારીને તેની બંને આંખોના ડોળા બહાર કાઢી નાંખ્યા. • * * * * * * આ રીતે ઉપદેશથી બહાર વર્તનારને દુ:ખ ભોગવવું પડે છે. તેમ વિચારી શિષ્યો સદા આચાર્યના ઉપદેશમાં (આજ્ઞામાં રહેવું.
આચાર્યએ પણ સદાપરોપકાર વૃત્તિ રાખીને પોતાના શિષ્યોને ચોક્તવિધિયો પાળવા જોઈએ. પક્ષી પોતાના બચ્ચાને પાળે તેમ આચાર્યએ પણ શિષ્યોને વાયનાદિ દ્વારા સંસાર પાર ઉતારવા સમર્થ બનાવવા જોઈએ. તેમ હું કહું છું.
અધ્યયન-૬ “ઘુત’ - ઉદ્દેશો-૩ ઉપકરણ શરીર વિધૂનનનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ % અધ્યયન-૬ ઉદ્દેશો-૪ “ગૌરવત્રિક વિધૂનન” પ્રક
o ત્રીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોયો. ઉદ્દેશા-1માં શરીર-ઉપકરણનો મમત્વ ત્યાગ બતાવ્યો. તે ત્રણ ગૌરવ ધારણ કરનારને સંપૂર્ણ ન હોય. તેથી ગરવના ત્યાગ માટે આ ઉદ્દેશો કહે છે. આ સંબંધથી આવેલા ઉદ્દેશાનું આ પહેલું સૂત્ર છે—
• સત્ર-૨૦૧ -
આ રીતે મહાવીર અને પ્રજ્ઞાનવાનું ગુરુ દિવસરાત સતત શિક્ષા આપી શિષ્યને પ્રશિક્ષિત કરે છે. તેમાંથી કેટલાક શિષ્ય ગુર પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી ઉપશમ ભાવ છોડી કઠોરતા પ્રાપ્ત કરે છે. કેટલાંક બહાર્યમાં નિવાસ કર્યો પછી વડીલોની આજ્ઞાનો અનાદર કરે છે. કેટલાંક શિષ્યો કુશીલના દુપરિણામ જોઈને, જિનભાષિત તને સાંભળી, સમજીને અમે સંયમી જીવન જીવીશું એમ વિચારી દીu લે છે. પણ મોક્ષમાર્ગમાં ન ચાલીને, કામભોગથી બળતા સુખમાં મૂર્ષિત થઈને વિષયોનો વિચાર કરતા સમાધિને પ્રાપ્ત કરતા નથી ઉલટું હિતશિક્ષા આપનર મુનિને કઠોર વચન કહે છે.
- વિવેચન :
એ રીતે પક્ષીના બચ્ચાના ઉછેરની જેમ પોતાના હાથે દીક્ષા આપેલ શિષ્યો કે ઉપસંપદાથી આવેલ કે ભણવા આવેલને દિવસ અને બે ક્રમથી જ ભણાવેલા હોય. તેમાં કાલિક સત્ર દિવસની પહેલી અને ચોથી પોરિસિમાં ભણાવાય છે. ઉકાલિક સૂત્ર કાળ વેળા છોડીને આખો દિવસ રાત ભણાવાય છે. તે અધ્યાપન આચારાંગના ક્રમે કરાય છે.
| ‘આચાર' સૂત્ર ત્રણ વર્ષના પર્યાયવાળાને ભણાવાય છે. ઇત્યાદિ ક્રમે અધ્યાપિતા ચારિત્ર લીધેલા સાધુઓ હોય છે. યુગમગ દૈષ્ટિએ જવું, કાચબા માફક અંગો સંકોચી રાખવા ઈત્યાદિ શિક્ષા આપી તીર્થકર, ગણધર, આચાર્યાદિએ તેમને ભણાવેલા છે. તે ભણાવનાર જ્ઞાનીઓ છે. તેમનો કહેલો ઉપદેશ જ અસર કરે છે. શિષ્યો પણ બંને પ્રકારે પ્રેક્ષાપૂર્વકારી છે. તેઓ આચાર્ય પાસે રહીને શ્રુતજ્ઞાન ભણે છે. કેમકે તે શ્રુતજ્ઞાનના પ્રતાપથી જ નવો નવો બોધ થાય છે. - તે બોધથી બહુશ્રુત બની પ્રબળ મોહોદયથી સદુપદેશને ઉત્કટ મદથી દૂર કરીને ઉપશમ છોડીને દુઃખી થાય છે. ઉપશમ દ્રવ્ય-ભાવથી બે ભેદે છે. દ્રવ્ય ઉપશમ તે કતક ચર્ણ, તે મલિન જલ નિર્મળ કરે છે અને ભાવ-ઉપશમ તે જ્ઞાનાદિ ત્રણ છે.
(૧) જ્ઞાનોપશમ-જ્ઞાન વડે જે ક્રોધ ન કરે. આપણી આદિ ધર્મકથાથી કોઈ જીવ શાંતિ ધારણ કરે.
(૨) દર્શન ઉપશમ-શુદ્ધ સમ્યગદર્શન વડે બીજાને શાંતિ પમાડે. જેમકે શ્રેણિકે અશ્રદ્ધાળુ દેવને બોધ પમાડ્યો. દર્શન પ્રભાવકોથી કોઈ જીવ શાંત થાય.
(3) ચાસ્ત્રિ ઉપશમતો ક્રોધાદિનો ઉપશમ છે. તેમાં કેટલાંક ક્ષુદ્ર સાધુઓ જ્ઞાનસમુદ્રની સપાટીએ જ તરનાર છે. તે ઉપશમનો