________________
૧/૬/૨/૧૯૮
૩૧
વિવેચન :
પૂર્વે કહેલ કે હવે પછી કહેવાતું - x - તે કર્મનું ઉપાદાન છે. તેનું કારણ ધર્મોપકરણથી અતિક્તિ હવે પછી કહેવાતાં વસ્ત્રાદિ છે, તેનો મુનિ ત્યાગ કરે. તે મુનિ કેવા હોય ? તે સદા સ્વાખ્યાન ધર્મવાળો, સંસારભીરુ, આરોપિત વ્રતનો ભારવાહી તથા ‘વિધૂત’-સારી રીતે સાધુઆચાર આત્મામાં સ્પર્શેલ છે, તેવા મુનિ ‘આદાન' કર્મને ખેરવશે.
– તે વસ્ત્રાદિ આદાન કેવા હોય કે તે દૂર કરવા પડે છે ?
- x - સાધુ અલ્પ વસ્ત્ર રાખનાર સંયમમાં રહેલો છે, તેવા સાધુએ એવું વિચારવું ન કલ્પે કે મારુ વસ્ત્ર જીર્ણ થયું છે, હું અચેલક થઈશ. મને રક્ષક વસ્ત્ર નથી. ઠંડીથી મારું રક્ષણ કેમ થશે ? તેથી કોઈ શ્રાવકને ત્યાં જઈ વસ્ત્ર યાચું, વસ્ત્ર સાંધવાને સોય-દોરો યાચીશ, જીર્ણ વસ્ત્રનાં કાણાને સાંધીશ, ફાટેલાને સીવીશ - x
- X - ઇત્યાદિ.
એમ યોગ્ય બનાવીને હું પહેરીશ તથા શરીર ઢાંકીશ આદિ આર્તધ્યાનથી હણાયેલ અંતઃકરણની વૃત્તિ ધર્મમાં એકચિત્ત રાખનાર સાધુને વસ્ત્ર સંબંધી ચિંતા ન થાય. અથવા આ સૂત્ર જિનકલ્પીને આશ્રીને છે. કેમકે તે મુનિઓ અચેલ હોય છે - x - તેઓ પાણિપાત્ર છે. પાણિ એટલે હાથ. હાથમાં ભોજન કરે છે. તેમને પાત્રાદિ સાત પ્રકારનો નિયોગ નથી હોતો. - x - ફક્ત રજોહરણ અને મુખવસ્ત્રિકા હોય છે. તેવા અચેલક ભિક્ષુને વસ્ત્ર સંબંધી આર્તધ્યાન ન હોય - ૪ - ૪ -
જેઓ ‘છિદ્રપાણિ' છે તેવા સ્થવિર કલ્પી પાત્ર નિયોગ યુક્ત હોય, વસ્ત્ર કલ્પ પ્રમાણે ત્રણમાંથી એક વસ્ત્ર હોય, તેવા મુનિ પણ વસ્ત્ર જીર્ણ આદિ થાય ત્યારે આર્તધ્યાન ન કરે. તથા અલ્પપકિર્મી હોય તે સોય-દોરો ન શોધે. તે અયેલ કે
અલ્પવસ્ત્રવાળાને તૃણ વગેરે લાગતાં શું કરે તે કહે છે, તેને અચેલપણે રહેતા જીર્ણવસ્ત્રાદિ કૃત્ અપધ્યાન ન થાય. અથવા તે અચેલપણે વર્તતા સાધુ અચેલપણાને કારણે કોઈ ગામડાંમાં શરીરના રક્ષણના અભાવે ઘાસનો સંથારો કરે તેમાં તૃણ આદિ - ૪ - દુઃખદાયી સ્પર્શને - x - દીનતારહિતપણે સહે.
તે જ પ્રમાણે શીતસ્પર્શ, ઉષ્ણસ્પર્શ, દેશ-મસકપર્શને સહે. તેમાં દંશ-મસકાદિ સ્પર્શ સાથે આવે પણ શીત-ઉષ્ણ પરસ્પર વિરુદ્ધ છે, તે અનુક્રમે આવે. - x - x • વિરૂપ તે મનને દુઃખ દેનાર કે વિવિધ જાતના મંદ વગેરે ભેદના સ્વરૂપવાળા સ્પર્શો છે તેનાથી દુઃખ પડે કે દુઃખ આપનાર તૃણાદિ સ્પર્શન સમ્યક્ રીતે દુર્ધ્યાનહિત
સહન કરે.
કોણ સહે ? ઉપરોક્ત વસ્ત્રરહિત, અલ્પવસ્ત્રવાળો કે પ્રતિમાધારી સમ્યક્ પ્રકારે
સહે. શું વિચારીને સહે ? દ્રવ્ય અને ભાવ લાઘવતાને જાણનારો સમતાથી પરીષહો તથા ઉપસર્ગોને સહે. દ્રવ્યથી ઉપકરણ લાઘવતા અને ભાવથી કર્મનું લાઘવપણું જાણવું. નાગાર્જુનીયા કહે છે, ‘“એ પ્રમાણે ઉપકરણના લાઘવપણાથી કર્મક્ષય કરનારો
તપ નિશ્ચયથી કરે છે.' એ રીતે ભાવ લાઘવ માટે ઉપકરણ લાઘવનો તપ કરે છે.
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
ઉપકરણ લાઘવથી કર્મ ઓછાં થાય છે. ઉપકરણ લાઘવતાથી તૃણાદિ સ્પર્શો સહેતા કાયક્લેશરૂપ બાહ્ય તપ થાય છે. માટે સાધુ તે સારી રીતે સહે. “આ મારું કહેલું નથી' તે દર્શાવે છે - જે કહ્યું કે કહેવાશે તે વીર વર્ધમાનસ્વામીએ કહેલું છે.
ઉપકરણ લાઘવ કે આહાર લાઘવ જાણીને દ્રવ્યાદિથી લઘુતા રાખે. જેમકે દ્રવ્યથી આહાર-ઉપકરણમાં, ક્ષેત્રથી બધાં ગામ આદિમાં, કાળથી દિવસ કે રાતમાં કે દુકાળમાં અને ભાવથી કૃત્રિમ-મલિન ભાવોમાં લાઘવતા રાખે. ‘સમ્યકત્વ' એટલે પ્રશસ્ત, શોભન કે એકાંત હિત થાય તેવું તત્વ. કહ્યું છે કે, “પ્રશસ્ત, શોભન, એક સંગતવાળો જે ભાવ તે સમ્યકત્વ છે.' આવું સમ્યકત્વ કે સમત્વ સારી રીતે સમજે, વિચારે કે પોતે અચેલ હોય અને બીજો એક વસ્ત્રાદિ રાખનારો હોય તેને પોતે નિંદે
૩૨
નહીં. કહ્યું છે કે, જે બે વસ્ત્ર, ત્રણ વસ્ત્ર કે એક વસ્ત્ર ધારણ કરે કે અયેલક ફરે તે બધાં જિનાજ્ઞામાં છે, તેથી પરસ્પર ન નિંદે.
જેઓ જુદા જુદા કલ્પવાળા છે, તે સંઘયણ કે ધૈર્યાદિ કારણે છે. તેથી એકબીજાનું અપમાન ન કરે કે ઓછાપણું ન માને. તે બધાં જિનાજ્ઞામાં કર્મક્ષય કરવાને યથાવિધિ રહેલા છે, યોગ્ય વિહાર કરતાં વિચરે છે. એવું નિશ્ચયથી જાણે. અથવા તે જ લાઘવપણાને સમજીને સર્વ પ્રકારે દ્રવ્યાદિ વડે સર્વથા નામાદિ નિક્ષેપે સમ્યકત્વને સારી રીતે જાણે. અર્થાત્ તીર્થંકર ગણધર ઉપદેશથી સમ્યક્ ક્રિયા કરે. આ બધાં અનુષ્ઠાનો તક્ષક નાગનાં મસ્તકે રહેલ જ્વરહર મણિ લાવવા રૂપ અશક્ય ઉપદેશ નથી, પણ બીજા ઘણાંએ ઘણાં કાળ સુધી એવું ઉત્તમ સંયમ પાળેલ છે, તે બતાવે છે - એ રીતે અયેલ રહીને તૃણાદિ સ્પર્શ દુઃખ સહેનાર મહા-વીર પુરુષોએ સકલ લોકને ચમત્કારકારી ઘણો કાળ આજીવન અનુષ્ઠાન કર્યું છે તે
વિશેષથી કહે છે.
ઘણાં વર્ષો સંયમ અનુષ્ઠાન પાળતાં વિચર્યા છે. પૂર્વનું પરિમાણ ૭૦ કરોડ લાખ, ૫૬ કરોડ હજાર વર્ષ છે. આ વાત ઋષભદેવથી શીતલનાથ સુધી પૂર્વના આયુષ્ય હતા, તેને આશ્રીને છે. શ્રેયાંસનાથથી વર્ષની સંખ્યાની પ્રવૃત્તિ જાણવી તથા ભવ્ય જીવો જે મુક્તિગમન યોગ્ય છે, તેમને તું જો. - x - x - તૃણાદિક સ્પર્શ સહન
કરનારને જે લાભ થાય તે કહે છે–
• સૂત્ર-૧૯૬ ઃ
પ્રજ્ઞાવાન મુનિઓની ભૂજાઓ પાતળી હોય છે, તેના શરીરમાં માંસ અને લોહી અતિ અલ્પ હોય છે. રાગદ્વેષાદિ રૂપ સંસાર શ્રેણિનો સમભાવથી વિનાશ કરી, સમત્વભાવનાથી જાણી, તે મુનિ તીર્ણ, મુક્ત અને વિત કહેવાય છે એમ હું કહું છું.
• વિવેચન :
જેમણે પ્રજ્ઞાન મેળવેલ છે તેવા ગીતાર્થ સાધુ તપ કરીને તથા પરીષહો સહન કરીને કૃશ બાહુવાળા બને છે અથવા ઉપસર્ગ-પરીષહ વગેરેમાં તેઓ જ્ઞાન મેળવેલા હોવાથી તેમને પીડા ઓછી થાય છે. કેમકે કર્મ ખપાવવા તૈયાર થયેલ સાધુને શરીર