________________
૧/૬/૧/૧૯૧
૨૬
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ પ્રમાદ ન કરવો. હું ધૂતવાદને કહીશ. ધૂત એટલે આઠ પ્રકારના કર્મોને ધોવા અથવા જ્ઞાતિનો ત્યાગ કરવો. તેનો વાદ એટલે કથન. તેને એક ચિત્તે સાંભળ. નાગાર્જુનીયા કહે છે - કર્મને કે પોતાને ધોવાનો ઉપાય તીર્થકર આદિ કહે છે - આ સંસારમાં આત્માનો ભાવ તે જીવ અસ્તિત્વ કે સ્વકૃત કર્મ પરિણતિ છે તેનાથી યુક્ત જીવ સમૂહ છે. પણ પૃથ્વી આદિ ભૂતોના કાયાકાર પરિણમવાથી કે પ્રજાપતિથી જીવ બન્યા નથી. તેવા તેવા કુળોમાં પોતાના પૂર્વકૃત કર્મ સંચયથી મનુષ્ય ઉત્પત્તિ છે.
સાત દિવસે કલલ થાય, પછીના સપ્તાહે અબુદ થાય, અબ્દની પેશી બને, પછી ઘન થાય તેમાં કલલ થાય ત્યાં સુધી અભિસંભૂત કહેવાય. પેશી થતા અભિસંજાત કહેવાય. પછી સાંગોપાંગ સ્નાયુ, શિર, રોમ વગેરે અનુક્રમે અભિનિવૃત થાય, પછી પ્રસૂતિ થતાં અભિસંવૃદ્ધ થાય. ધર્મકથા વગેરે નિમિત્તથી અભિસંબદ્ધ થાય. પછી સત-અસતનો વિવેક જાણનાર અભિનિષ્ક્રાંત થાય. પછી આચારાદિ શાસ્ત્રો ભણી - x • શિક્ષક, ગીતાર્થ, ક્ષપક, પરિહારવિશુદ્ધિ, એકલવિહારી, જિનકભી સુધી ક્રમશઃ આગળ વધે. દીક્ષા લેવા તૈયાર થયેલાને પોતાના સગાં શું કરે ?
* સૂગ-
૧૩ :
ચિકિત્સામાં જીવોની હિંસા કરે છે. પણ તેમ કરવાથી પણ રોગ મટતો નથી. માટે હે મુનિ ! તું એવી પ્રવૃત્તિ ન કર આ હિંસાને મહાભયરૂપ સમજીને કોઈપણ પાણીની હિંસા ન કર.
• વિવેચન :
કર્મના વિપાકથી આવેલાં બહુ દુ:ખો જે જીવોને છે, તે જાણીને તમારે તેમાં અપમાદવાળા થવું. આવો ઉપદેશ વારંવાર કેમ કરાય છે તે કહે છે- અનાદિના અભ્યાસથી અગણિત ઉત્તર પરિણામવાળા ઇચ્છા મદનમાં વૃદ્ધ થયેલા પુરયો છે, તેથી પુનરૂકિત દોષ નથી. કામાસક્ત જીવો બળરહિત નિઃસાર તુષમુષ્ટિ સમાન દારિક શરીર જે જાતે જ ભંગશીલ છે, તેના વડે સુખ મેળવવા કર્મનો ઉપયય કરી અનેક મરણ મેળવે છે. કોણ આવા કટુ વિપાકવાળી સંસાર વાસનામાં તિ માને ?
મોહના ઉદયથી આd થયેલ, કાર્ય-કાર્યના વિવેકને ગણતો નથી. તે પ્રાણી બહુ દુ:ખ આપનારા કામ વિષયોમાં વૃદ્ધ થાય છે. અથવા રાગદ્વેષથી આકુળ બનેલ બાળજીવ પ્રાણીઓને લેશરૂપ કૃત્ય પ્રકર્ષથી કરે છે. તજનિત કર્મવિપાકથી પોતે અનેકવાર વધ પામે છે અથવા પૂર્વે કહેલ રોગો આવતા હવે પછી કહેવાતાં અકૃત્યને અજ્ઞ જીવો કરે છે
ગંડમાળ, કોઢ આદિ રોગ આવતાં તેની વેદનાથી ગભરાઈને તેને દૂર કરવા બીજા પ્રાણીને સંતાપે છે, - x - જીવવાની આશાએ પ્રાણીઓને મહાદુ:ખરૂપ હિંસામાં વર્તે છે; પણ એમ વિચારતા નથી કે પોતાના કરેલ કર્મોના ફળ ઉદયમાં આવે છે. કર્મ શાંત થતાં તે પણ શાંત થાય છે, પણ પ્રાણીને દુઃખરૂપ ચિકિત્સા કરવાથી નવી પાપો જ બંધાય છે. હે શિષ્યો ! વિવેકરૂપ જ્ઞાન ચક્ષુ વડે જુઓ ! કર્મના ઉપશમ માટે ચિકિત્સા વિધિ સમર્થ નથી. જો એમ છે તો શું કરવું ? તે કહે છે—
હે શિય ! તું વિવેકી છે. તારે પાપ ચિકિત્સાની જરૂર નથી. વળી પ્રાણી હિંસાને હે મુનિ ! તું મહાભયરૂપ જાણ. તું કોઈ પ્રાણીને હણતો નહીં, એક પણ પ્રાણીને હણતાં આઠ પ્રકારના કર્મો બંધાય છે જે સંસારભ્રમણ કરાવે છે માટે મહાભય છે. અથવા ઉક્ત રોગો બહુ પ્રકારે જાણીને કામો પોતે જ રોગરૂપ છે, તે તું જાણ. જેમ કામાતુર જીવ બીજા પ્રાણીને દુ:ખ દે છે, તેમ રોગકામાતુરતાથી સાવધ અનુષ્ઠાનમાં પ્રવર્તેલાને ઉપદેશપૂર્વક મહાભય બતાવીને તેની હિંસા ન કરનાર ગુણવાના સ્વરૂપને બતાવવા સૂત્રકાર કહે છે–
• સૂત્ર-૧૨ -
હે શિષ્ય ! સાંભળ અને સમજ ! હું “ધૂતવાદ’ બતાવું છું. આ સંસારમાં કેટલાંક જીવ વવ કમથી તે તે કુળોમાં રજ અને શુક્રથી ઉત્પન્ન થયા, વૃદ્ધિને પ્રાપ્ત થયાજન્મ્યા, મોટા થયા, પ્રતિબોધ પામી દીક્ષા લીધી અને કમથી મહામુનિ બન્યા.
• વિવેચન :હે શિષ્ય ! હું તને જે કહીશ, તેનું જાણ, સાંભળવા ઇચછા રાખ કે તારે અહીં
સંયમમાં પરાક્રમ કરતા તેને માતા-પિતાદિ કહે છે - અમે તારી ઇચ્છાનુસાર ચાલનારા, તને આટલો પ્રેમ કરનારા છીએ. તું અમને ન છોડ. એ રીતે આકંદન કરતાં કહે છે . માતાપિતાને છોડે તે ન મુનિ થઈ શકે કે ન સંસાર તરી શકે. આવા વચનોને જે સ્વીકારતા નથી તે કઈ રીતે સંસારમાં રહે ? આ જ્ઞાન સદા ધ્યાનમાં રાખે. તેમ કહું છું.
• વિવેચન :
તવ જ્ઞાતા, ગૃહવાસથી પરાંવમુખ બનીને મહાપુરુષ સેવિત માર્ગે જવા તૈયાર થયા હોય તેને માતા-પિતાદિ રોતા-જોતા કહે છે તું અમને ન છોડ. - x • અમે તારા, અભિપ્રાય મુજબ વર્તનારા છીએ, તારા પર પૂર્ણ વિશ્વાસ છે, તેથી અમને ન છોડ એમ આક્રંદ કરીને તે માં હે છે. વળી કહે છે, જે પાખંડથી ઠગાઈને માતા-પિતાને ત્યજી દીક્ષા લે છે, તે મુનિવ પામતો નથી કે સંસાર તરી શકતો નથી. ત્યારે બોધ પામેલો શું કરે તે કહે છે–
આ સગાં મારા રાગી છે, પણ મને અવસરે શરણભૂત થતાં નથી. તે ગૃહવાસ બધા તિરસ્કારને યોગ્ય નરકના પ્રતિનિધિ સમાન અને શુભદ્વારને પરિઘ સમાન છે. તેમાં કોણ રમે ? ગૃહવાસ રાગદ્વેષ રૂપ છે તેમાં મોહરહિત એવો કોણ તિ કરે ? તેથી પૂર્વોક્ત જ્ઞાન સદા આત્મામાં સ્થાપી રાખવું.
અધ્યયન-૬ “ઘુત’ ઉદ્દેશો-૧ “સ્વજન વિધૂનન”નો | મુનિ દીપરતનસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ