________________
શ્રુતસ્કંધ-૧, ભૂમિકા ‘સુવે છે તેને મજાવથી વમવનવાવે'' કેમકે તે ભગવંતના વચનનો અનુવાદ છે. અથવા "સુથ'' એટલે શ્રુતજ્ઞાન, તે નંદીસૂત્રમાં હોવાથી મંગલ છે. આ મંગલ નિર્વિદને શાસ્ત્રના અર્થને પાર પહોંચાડવાનું કારણ છે. (૨) મધ્યમંગલ. “લોકસાર” નામક અધ્યયન-૫-ના ઉદ્દેશક-પ-નું સૂત્ર-૧83- “ ના સેવિ હgo '' છે. અહીં પ્રહના ગુણો વડે આચાર્યના ગુણોનું કીર્તન છે, અને આચાર્યો પંચ પરમેષ્ઠીમાં હોવાથી મંગલ છે. આ ભણેલા ઇચ્છિત શાસ્ત્રાર્થને સ્થિર કરવા માટે છે. (3) અંત્યમંગલ- નવમાં અધ્યયનું છેલ્લું સૂત્ર છે. “મનબુડે મારું આવવIDo'' અહીં અભિનિવૃતનું ગ્રહણ “સંસાર મહાતરૂકંદ”ને છેદીને નિશ્ચયથી ધ્યાન કરવાનું હોવાથી મંગલ છે. આ અંત્ય મંગલ શિષ્ય પ્રશિષ્ય પરિવાર કાયમ રહે તે માટે છે. - આ રીતે જોતા -
(૧) આદિ મંગલ - શાસ્ત્રની નિર્વિને સમાપ્તિ માટે છે. (૨) મધ્ય મંગલ • શાઆઈના સ્થિરીકરણને માટે છે. (3) અંત્ય મંગલ • ાિયાદિ પરિવારમાં ગંગાનો પ્રવાહ વહેતો રહે, તે માટે છે.
અધ્યયના સૂત્રો મંગલરૂપ કહેવાસી અધ્યયનોનું મંગલપણું પણ સમજી લેવું. તેથી, વિશેષ કહેતા નથી અથવા આ આખું શાસ્ત્ર જ જ્ઞાનરૂપ હોવાથી મંગલ છે અને જ્ઞાનથી કર્મનિર્જરા થાય છે, નિર્જરામાં તેની ચોક્કસ ખામી છે. કહ્યું છે કે - ઘણાં કરોડો વર્ષે અજ્ઞાની જે કર્મ ખપાવે, તે કર્મો ત્રણ ગુપ્તિનો ધાક જ્ઞાની શ્વાસોશ્વાસ માત્રમાં ખપાવે છે.
મંગલ શબ્દનો નિરુક્ત-અર્થ કહે છે “મને ભવથી-સંસાચી નિવારે તે મંગલ.” અથવા મને ‘ગલ' એટલે વિપ્ન ન થાઓ અથવા મને શાસ્ત્રનો નાશ ને થાઓ. અર્થાત મારે ભણેલું સ્થિર થાઓ તે મંગલ. (વિશેષ શંકા-સમાધાન સંથાંતરણી જાણવા.)
ચૂર્ણિકાર મહર્ષિ-મંગલના ચાર ભેદો જણાવે છે. નામ મંગલ, સ્થાપના મંગલ, દ્રવ્ય મંગલ અને ભાવ મંગલ. (જેમાં અહીં “ભાવ મંગલ” અધિકાર છે.
હવે ‘આચાર'નો અનુયોગ કહે છે. અનુયોગ એટલે “અર્થનું કથન" અથવા સૂગની પછી અને જણાવવો છે. અહીં આચારનો અનુયોગ એટલે આચારના સૂત્રનું કથન અને પછી અર્થનું કથન કરવું તે અથવા નાના સૂગનો વિશાળ અર્થ કહેવો તે અનુયોગ. જે હવે પછી કહેવાનાર આ દ્વારો વડે જાણવું તે આ પ્રમાણે
(૧) નિફોપ, (૨) એકાર્યક, (3) નિરુક્તિ , (૪) વિધિ, (૫) પ્રવૃત્તિ, (૬) કોના વડે, (૩) કોનું, (૮) તેના દ્વાર ભેદ, (૯) લક્ષણ, (૧૦) તેના યોગ્ય પર્ષદા, (૧૧) સૂત્રાર્થ.
(૧) નિક્ષેપ - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, વચન અને ભાવ એ સાત ભેદે છે. જેમાં નામ અને સ્થાપના એ બંને નિક્ષેપ સુગમ છે. દ્રવ્ય અનુયોગ બે પ્રકારે છે - (૧) આગમથી, (૨) નો આગમી. (૧) આગમથી - જ્ઞાતા છે પણ ઉપયોગ રાખતો નથી, (૨) નો આગમચી - જ્ઞ શરીર, ભવ્ય શરીર અને તેનાથી જુદો એમ
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અનેક પ્રકારે છે. તેમાં દ્રવ્ય વડે અર્થાત “સેટિકા' એટલે ચપટી વગાડવાથી અથવા આત્મા, પરમાણુ આદિનો અનુયોગ અથવા દ્રવ્યમાં એટલે નિષધા વગેરેમાં અનુયોગ થાય તે દ્રવ્યાનુયોગ.
ફોન-અનુયોગમાં - ક્ષેત્ર વડે, ક્ષેત્રનો કે ક્ષેત્રમાં જે અનુયોગ થાય છે. કાળ અનુયોગ - કાળ વડે, કાળનો કે કાળમાં જે અનુયોગ થાય છે. વચન અનુયોગ - એક વચન, દ્વિવચન, બહુ વયન વડે થાય છે.
હવે ભાવ અનુયોગનું વર્ણન કરે છે - ભાવાનુયોગ બે ભેદે છે - આગમથી અને નોઆગમથી. આગમથી - જ્ઞાતા અને ઉપયોગવંત હોય. નોઆગમથી ઔપશમિક આદિ ભાવો વડે તેઓના અર્થનું કથન તે ભાવાનુયોગ
બાકીના હારોનું કથન આવશ્યક સૂત્રથી જાણવું. કેમકે અહીં તો માત્ર અનુયોગ’નો વિષય છે. આ અનુયોગ આચાર્યને આધીન હોવાથી “કોના વડે” તે દ્વાર ને વવિ છે. આ દ્વારમાં ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય એ ચાર છે. તે ઘણાં જ ઉપયોગી હોવાથી તેનું કથન કરેલ છે.
“કોના વડે ?” કેવા આચાર્ય અનુયોગ કરે તે જણાવે છે - (૧) દેશ - આદિશમાં ઉત્પન્ન થયેલ, તે બધાને સહેલાઈથી બોધ આપે છે.
(૨) કુળ - પિતાનું કુળ, ઇત્વાકુ આદિ અને જ્ઞાતકુળ. માથે આવેલા ભારને તેઓ ઉપાડતા થાકતા નથી.
(૩) જાતિ - “માતાની જાતિ’ તે ઉત્તમ હોય તો વિનયાદિ ગુણોવાળો થાય. (૪) રૂપ - “જ્યાં સુંદર આકૃતિ ત્યાં ગુણો રહે છે' માટે અહીં રૂપ લીધું. (૫) સંઘયણ અને ધીરજથી યુક્ત હોય તો ઉપદેશાદિમાં ખેદ ન પામે. (૬) આશંસા રહિત - હોય તો શ્રોતા પાસેથી વસ્ત્રાદિ ન માંગે. () અવિકથન • હોવાથી હિતકારી અને મિતભાષી હોય. (૮) અમાયી - કપટી ન હોવાથી સર્વત્ર વિશ્ચાસ્ય હોય છે. (૯) સ્થિર પરિપાટી - ભણેલા ગ્રંથો અને સૂત્રાર્થને ભૂલતો નથી. (૧૦) ગ્રાહ્ય વાક્ય - હોવાથી તેની આજ્ઞાનો ક્યાય ભંગ થતો નથી. (૧૧) જિતપર્ષદ્ - રાજા આદિની મોટી સભામાં હાર પામતો નથી. (૧૨) જિતનિદ્ર - અપમતપણે નિદ્રા-પ્રમાદી શિષ્યોને સહેલાઈથી જગાડે. (૧૩) મધ્યસ્થ - બધાં શિષ્યોમાં સમાન વૃત્તિ રાખે. (૧૪) દેશકાળભાવા-સુખેચી ગુણવાનું દેશ આદિમાં વિચરે છે. (૧૫) આસન્નલબ્ધ પ્રતિભા - વડે પરવાદીને શીઘ ઉત્તર આપવામાં સમર્થ. (૧૬) નાનાવિધ દેશ ભાષા વિધિજ્ઞ-વિવિધ દેશોમાં જન્મેલ શિષ્યોને બોધ આપે. (૧૭) જ્ઞાનાદિ પંચાચાર યુક્ત - હોવાથી તેમનું વચન શ્રદ્ધાયુક્ત બને છે. (૧૮) સૂગ - અર્થ અને તંદુભય વિધિના જ્ઞાતા-ઉત્સર્ગ, અપવાદને બતાવે.
(૧૯) હેતુ, ઉદાહરણ, નિમિત્ત, નયના વિસ્તારના જ્ઞાતા - વ્યાકુળતા રહિતપણે હેતુ વગેરેને બરાબર વર્ણવી શકે.