________________
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ, શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
- ભાગ-૨ - (૧) આચારાંગ-સૂત્ર/૨
| [નિ.ર૫૦] ઉદ્દેશા-૧માં પોતાના સગાના વિધૂનન મોહત્યાગ] નો અધિકાર છે, બીજામાં કર્મોના, ત્રીજામાં ઉપકરણ અને શરીરોના, ચોથામાં ત્રણ ગાવોના વિઘનનનો અધિકાર છે તથા ઉપસર્ગ કે સન્માનનો ત્યાગ કરવો] સાધુઓએ પૂર્વે જે પ્રમાણે કર્મો ધોયા છે, તે પાંચમાં ઉદ્દેશકમાં બતાવે છે. આ પ્રમાણે પ્રાથિિધકાર બતાવીને નિક્ષેપ કહે છે.
આ નિક્ષેપ ત્રણ પ્રકારે છે - તેમાં ઓઘ નિષ્પન્નમાં અધ્યયન છે, નામ નિષમાં ‘પૂત’ નામ છે. ધૂત'ના ચાર નિક્ષેપા છે. તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્ય અને ભાવ બતાવવા ગાયા કહે છે
નિ.ર૫૧] દ્રવ્યધૂત બે ભેદે છે - આગમથી અને નોઆગમથી આગમથી જ્ઞાતા હોય પણ તેમાં ઉપયોગ ન હોય. નો આગમથી જ્ઞ શરીર, ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યધૂત તે વાદિની ધૂળ દૂર કરવી છે. આદિ શબ્દ વૃક્ષ આદિ ફળ અર્થે છે. ભાવપૂત તે આઠે કર્મોને દૂર કરવા રૂપ છે. ફરી આ જ વિષયને વિશેષ સ્પષ્ટ કરે છે–
[નિ.ર૫ર દેવતા, મનુષ્ય, તિર્યંચના જે ઉપગોં આવે તેને સારી રીતે સહન કરીને જે સંસાર વૃક્ષાના બીજ સમાન કર્મો આવે તેને ધોવા-દૂર કરવા. તેને ‘ભાવપૂત” જાણ, ક્રિયા-કાકની અભેદતાથી કર્મધૂનન. એ જ ભાવપૂત જાણ. નામ નિક્ષેપો કહ્યો.
અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન
• ભૂમિકા -
પીસ્તાળીશ આગમોમાં “આચાર” એ પહેલું આગમ સૂત્ર છે. વ્યવહારમાં આચારાંગ” નામે ઓળખાતા આ આગમને પ્રાકૃતમાં ‘ માથાર' કહે છે. આ અંગેની ભૂમિકા ભાગ-૧માં નોંધી છે.
આચારસંગ ણ ભાગ-૧માં પહેલા શ્રુતસ્કંધના અધ્યયન-૧ થી પનો ટીકાનુસારી નવાદ છે, આ બીજા ભાગમાં શ્રુતસ્કંધ-૧ના અધ્યયન-૬ થી ૯ અને શ્રુતસ્કંધ૨ નો ટીકાનુસારી અનુવાદ છે. જો કે શ્રુતસ્કંધ-૧માં અધ્યયન-૭ નો વિચ્છેદ થયેલો છે.] શ્રુતસ્કંધ-૨ માં ચાર ચૂલિકા છે. ચૂલિકા-૧માં સાત અધ્યયનો છે. ચૂલિકા-૨માં સાત અધ્યયનો છે અને ચૂલિકા-3,૪માં કોઈ અધ્યયન નથી. આ રીતે ચાર ચૂલિકાને બદલે કેટલાંક સોળ અધ્યયનો રૂપે પણ તેને ઓળખાવે છે.
( શ્રુતસ્કંધ-૧ ) [અધ્યયન-૧ થી પ માટે પહેલા ભાગમાં જેવી
૦ અધ્યયન-૬ “ધુત” o પાંચમું અધ્યયન કહ્યું છે. હવે છઠ્ઠા અધ્યયનનો આરંભ કરીએ છીએ. તેનો સંબંધ આ પ્રમાણે છે - અધ્યયન-પમાં લોકમાં સારભૂત એવા સંયમ અને મોક્ષનું પ્રતિપાદન કર્યું. તે નિઃસંગતા સિવાય અને કર્મને દૂર કર્યા વિના ન થાય. તેથી કર્મ ધોવાનું બતાવવા માટે આ ઉપકમ કરાય છે. આ સંબંધથી આવેલ “પુત” નામક અધ્યયનના ચાર અનુયોગ દ્વારા થાય છે. તેમાં પ્રથમ ઉપક્રમમાં અર્વાધિકાર બે ભેદે છે. (૧) અધ્યયન અધિકાર અને (૨) ઉદ્દેશ અર્વાધિકાર.
અધ્યયનનો અધિકાર પહેલા અધ્યયનમાં કહેલ છે. ઉદ્દેશાનો અધિકાર નિર્યુક્તિકાર કહે છે[22]
અધ્યયન-૬ ઉદ્દેશો-૧ ‘સ્વજન વિધૂનન’ પુત્ર o હવે સૂકાનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહેવું. તે આ છે• સૂત્ર-૧૮૬ :
કેવલજ્ઞાની પુરુષ સંસારના સ્વરૂપને જાણીને ઉપદેશ આપે છે. એકેન્દ્રિયાદિ જાતિને સારી રીતે જાણનાર શ્રુતકેવલિ આદિ પણ અનુપમ બોધ આપે છે. જ્ઞાની પુરષ ત્યાગમામાં ઉત્સાહિત થયેલા, હિંસક ક્રિયાથી નિવૃત્ત, બુદ્ધિમાન અને સાવધાન સાધકોને મુક્તિનો માર્ગ બતાવે છે. તેમાં જે મહા-નીર છે, તે જ પરાક્રમ કરે છે. કેટલાક આત્મજ્ઞાનરહિત સંયમમાં વિષાદ પામે છે તે જુઓ.
હું કહું છું - જેમ કોઈ કાચબો શેવાળાદિથી આચ્છાદિત તળાવમાં વૃદ્ધ થઈ બહાર નીકળવાનો માર્ગ મેળવી શકતો નથી. વૃક્ષ પોતાનું સ્થાન છોડી શકતું નથી, તેમ કેટલાંયે વિવિધ કુળમાં ઉત્પન્ન ર્પાદિમાં આસકત થd કરુણ વિલાપ કરે છે. પણ કમોંથી છૂટી મોક્ષ પામી શકતા નથી. વળી જુઓ, પોતપોતાના કર્મોના ફળને ભોગવવા માટે વિવિધ કુળોમાં ઉત્પન્ન થાય છે.
• વિવેચન :
સ્વર્ગ, મોક્ષ તથા તેના કારણો, સંસાર તથા તેના કારણો કેવળજ્ઞાન વડે જાણીને આ મૃત્યુલોકમાં મનુષ્યોને ધર્મ સમજાવે છે ભવોપગ્રાહી કર્મ સભાવથી મનુષ્યભાવમાં રહી ધર્મ કહે છે. પણ શાક્યોની માફક ભીંતમાંથી ધર્મોપદેશ ન પ્રગટે. વૈશેષિક માફક ઉલુક ભાવ વડે પદાર્થ આવિર્ભાવ પણ અમારામાં નથી. કેમકે