________________
૧/૫/૪/૧૭૨
૨૫૩
વિષયોનનમાં પહેલાં ઘણાં પાપ કરે પછી સ્પભોગ મળે. અથવા પહેલા ભોગ ભોગવે પછી દંડ મળે. સ્ત્રીઓ કલહ અને રણ ઉત્પન્ન કરનારી છે, એ જોઇને જાણીને પોતે પોતાને આજ્ઞા કરે કે સ્ત્રી સંગ ન કરવો જોઈએ. તેમ હું કહું છું. હાચારી કામકથા ન કરે, તેના અંગોપાંગ ન જુએ, સંતો ન કરે, મમત્વ ન કરે, ટીની સેવા ન કરે, વાતચીતમાં મર્યાદા રાખે મનને સંવૃત્ત રાખે. સદા પાપનો ભાગ કરે આ પ્રકારે મુનિભાવની સમ્યક્ સાધના કરે - તેમ હું કહું છું.
• વિવેચન :
તે સાધુ પ્રમાદના વિપાક આદિને કે અતીત, અનામત, વર્તમાનના કર્મવિપાકને જોવાના સ્વભાવવાળો હોવાથી પ્રભૂતદર્શી કહેવાય છે. વર્તમાનનો સ્વાર્થ દેખી કંઈ ના કરે. સવરક્ષણ ઉપાય કે સંસારમોક્ષ કારણનું જેને ઘણું જ્ઞાન હોય છે ચાતુ યથાવસ્થિત સંસારસ્વરૂપદર્શી હોય. વળી કષાયના અનુદય કે ઇન્દ્રિય અને મનના ઉપશમથી ઉપશાંત, પાંચ સમિતિ વડે સમિત અથવા સમ્યગુ રીતે મોક્ષમાર્ગે જવાથી સમિત તથા જ્ઞાનાદિ વડે યુક્ત કે હિત વડે યુક્ત, સદા યત્ન કરનાર છે. આ પ્રમાણે અપ્રમત્ત બનીને ગુરૂસેવારત, તે પ્રમાદજનિત કર્મોનો અંત કરે છે.
તે સાધુ શ્રી આદિના અનુકૂળ પરિષહ આવતાં શું કરે ? ઉપસર્ગ કરવા આવતી સ્ત્રીને જોઈને વિચારે કે, હું સમ્યગૃષ્ટિ છું, મેં મહાવ્રતનો ભાર લીધો છે. - x • નિર્મળ કુળમાં મેં જન્મ લીધો છે, અકાર્ય ન કરવા જ હું તૈયાર થયો છું. તે સ્ત્રી-જનને જોઈને વિચારે કે આ સ્ત્રીઓથી મારે શું પ્રયોજન છે ? મેં જીવવાની, આશા તજી છે, આ લોકનું સુખ સર્વથા તર્યું છે. તે સ્ત્રી શું ઉપસર્ગ કરવાની ? વિષયસુખ દુઃખરૂપે પરિણમે છે તો આ સ્ત્રી મને શું સુખ આપશે ? પુગાદિ પણ કાળ કે રોગથી કેમ બચાવશે ? અથવા આ પ્રમાણે સ્ત્રીના સ્વભાવને ચિંતવે
આ સ્ત્રીસમૂહ પરમ રમણતા કરાવે છે, માટે પરમારામ છે. તાવ જાણનાર સાધુને પણ હાસ્ય, વિલાસ, ઉપાંગ, નેત્ર કટાક્ષાદિથી મુંઝવે છે આ લોકમાં જે કોઈ
સ્ત્રી સમૂહ છે, તેને મોહરૂપ જાણીને તેનો ત્યાગ કરવો. આ તીર્થકરે કહેલું છે, તે બતાવે છે . શ્રી વર્ધમાનસ્વામીએ કેવલજ્ઞાનથી કહ્યું છે - સ્ત્રીઓ ભાવબંધનરૂપ છે. - x • x • પ્રબળ મોહોદયથી પીડાયેલ તે ઉ ધ્યમાન છે. ઇન્દ્રિયના સ્વ વિષયમાં પ્રવર્તન વડે ઉબાધ્યમાન જો ગચ્છમાં હોય તો ગુરુ અનુશાસિત કરે. કઈ રીતે ?
નિઃસાર અને અંત-પ્રાંતાદિ દ્રવ્યને ખાનારો બને. અથવા નિર્બળ બનીને ખાય કેમકે બળના અભાવે ઇન્દ્રિયોના વિષયો શાંત થઈ જાય છે. આહાર ઓછો લેતા બળ
ઓછું થાય છે, માટે ઉણોદરી કરે. અંતમાંત ખાવા છતાં મોહ શાંત ન થાય તો તેથી પણ અસ્તિષ્પ વાલ, ચણા આદિ માત્ર ૩૨ કોળીયા ખાય. તેથી પણ શાંત ન થાય તો કાયકલેશ તપ કરે. તે માટે ઉદ્ધસ્થાને રહે. શીત-ઉણ આદિ સન્ન કરે. તેથી શાંત ન થાય તો ગામે ગામ વિસરે. મોહ ઉપશમ માટે વિહાર કરે. વધુ શું કહે ?
જે કારણથી વિષયેચ્છા દૂર થાય તે કરે. છેવટે આહાર પણ છોડે, અતિપાત કરે, ફાંસો ખાય પણ સ્ત્રીમાં મન ન કરે. સ્ત્રીમાં પ્રવર્તેલ મનને તજે. તેના ત્યાગથી 1િ/17]
૨૫૮
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કામ પણ તજેલ જાણવો. કહ્યું છે, હે કામ ! તને હું જાણું છું કે તું સંકલાથી ઉત્પન્ન થાય છે, પણ હું તારો સંકલ કરવાનો નથી, તેથી મને ‘કામ' થશે નહીં. સ્ત્રીમાં મન કેમ ન કરવું ?
સ્ત્રીસંગ પ્રવૃત અપરમાર્ગદષ્ટિવાળો પહેલેથી જ સ્ત્રીનો સંગ ન છોડવા અર્થ ઉપાર્જન પ્રવૃત થઈ ખેતી, વાણિજ્ય આદિ ક્રિયા કરતો અતિ ભૂખ, તરસ, ઠંડી, તાપ વગેરે પરિષહોના આ લોકમાં જ દુ:ખરૂપ દંડો સહે છે. તે સ્ત્રીસંભોગની પહેલા જ કરાય છે. પછી વિષય નિમિત જાનિત કર્મના વિપાક વડે નકાદિ દુ:ખો ભોગવવા પડે છે. અથવા સ્ત્રી આદિ અકાર્યમાં પ્રવૃત્તને પૂર્વે દંડ અને પછી હાથ-પગ આદિ છેદાવાનું દુ:ખ છે અથવા પૂર્વે તાડના, પછી સ્ત્રી સંબંધ આદિ થાય છે. તે કહે છે - [વૃત્તિકારે અહીં ઇજદ્રદત્ત વણિક અને લલિતાંગ કુમારનું દંષ્ટાંત મોષ બે લીટીમાં આપેલ છે.]
વળી આ સ્ત્રી સંબંધો કલહ સંબંધ કરાવે છે અથવા કલહ તે ક્રોધ અને આસંગ તે રાગ. એ રીતે રાગ-દ્વેષ કરાવનારા છે, તેથી આલોક-પરલોક સંબંધી, અપાયોના કારણે સ્ત્રીસંગની પ્રત્યુપેક્ષા વડે જાણીને આત્માને આસેવનથી રોકે. તેમ હું તીર્થકરના વચન અનુસાર કહું છું. પ્રસંગમાં દુ:ખ છે માટે તેનો ત્યાગ કરવો. ફરી તેના ત્યાગનો ઉપાય બતાવે છે–
તે સ્ત્રીસંગ ત્યાગી સ્ત્રીના નેપથ્ય તથા શણગાની કથા ન કરે, એ રીતે તેનો ત્યાગ થાય. સ્ત્રીને નરકમાં લઈ જનારી, સ્વર્ગ-મોક્ષમાં વિનરૂપ જાણીને તે સ્ત્રીના અંગઉપાંગને ન દેખે. તેનું નિરીક્ષણ મહા અનર્થને માટે થાય છે. કહ્યું છે કે, સન્માર્ગે ઇન્દ્રિયોનું સ્થાપન, લજ્જા કે વિનયમાં પુરુષો ત્યાં સુધી જ સમર્થ થાય છે, જ્યાં સુધી સુંદર સ્ત્રીના કામ-કટાક્ષ બાણો તે પુરુષને લાગ્યા નથી. તે સ્ત્રીઓને નરકને આપનારી જાણીને તેની સાથે વાર્તાલાપ વગેરે પોતાની સગીબહેન હોય તો પણ ના કરવો. કહ્યું છે
પોતાની માતા, બેન કે પુત્રી હોય તો પણ તેની સાથે એકાંતમાં ન બેસે, કેમકે ઇન્દ્રિય વિષયો બળવાન છે, જેમાં પંડિત પણ મોહ પામે છે. આવું જાણીને સ્વાર્થમાં તત્પર સ્ત્રીઓમાં મમવ ન કરવું. તથા તેને મોહ કરૂારી મંડન આદિ ક્રિયા પોતે ન કરે, સ્ત્રીની વૈયાવચ્ચ ન કરે. અર્થાત્ કાયવ્યાપારનો નિષેધ કર્યો તથા અધ્યાત્મમનને કબજામાં રાખી સ્ત્રીના ભોગમાં મન પણ ન રાખે. નો અર્થ વિચારવામાં મનને રોકી રાખે. આવો ઉત્તમ સાધુ બીજું શું કરે તે કહે છે–
સર્વથા સર્વકાળ પાપ તથા પાપના ઉપાદાન કારણો છોડે. હવે ઉપસંહાર કરે છે - આ આખા ઉદ્દેશામાં કહેલ મુનિભાવને તું ચિંતવજે.
અધ્યયન-૫ “લોકસાર' ઉદ્દેશો-૪ ‘અવ્યક્ત'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ