________________
૧/૫/૨/૧૫૯
પ્રત્યેક પ્રાણીના સુખ-દુઃખના અધ્યવસાયને જાણી - x - હિંસા ન કરે, જૂઠ ન બોલે
- X - X -
૨૪૩
તે પાંચ મહાવ્રતમાં સ્થિર રહીને પ્રતિજ્ઞાનુસાર સંયમ પાલનમાં ઉધ્ધત થાય, - x - શીત-ઉષ્ણાદિ સ્પર્શો કે દુઃખ સ્પર્શોને સહન કરતો આકુલ ન થાય પણ વિવિધ ઉપાયોથી સંસાર અસારાદિ ભાવના વડે આત્માને સમ્યક્ પ્રકારે સહેવા અને પોતાને દુઃખી ન માનવા પ્રેરે. જે સમભાવે પરીષહોને સહે તેને શું ગુણો થાય ? તે કહે છે— • સૂત્ર-૧૬૦ ઃ
આવા [પરીષહ સહેનારા] સાધુ શમિતા પર્યાયવાળા કહેવાય છે. જે પાપકર્મોમાં આસકત નથી, તેને કદાચ આતંક પીડે ત્યારે તે દુઃખ સ્પર્શોને સહન કરે એવું ભગવંતે કહ્યું છે. આ દુઃખ પહેલા કે પછી મારે જ સહન કરવાનું છે. આ ઔદારિક શરીર છિન્ન-ભિન્ન થનારું, વિધ્વંસન સ્વભાવવાળું, ધ્રુવ, અનિત્ય, અશાશ્વત, વધવા-ઘટવાવાળું અને નાશવંત છે, આ રૂપસંધિ [શરીર સ્વરૂપ] ને તું જો.
• વિવેચન :
પૂર્વે કહેલ પરીષહોને સહેનાર, સમ્યક્ કે શમ ભાવવાળો ચાસ્ત્રિ ગ્રહણ કરીને સમ્યક્ કે શમિતા પર્યાયવાળો બને. આ રીતે પરીષહ-ઉપસર્ગથી ક્ષોભિત ન થાય તેમ કહીને હવે રોગની સહનશીલતા બતાવે છે - જેણે કામવાસના દૂર કરી, તૃણ કે મણિમાં, ઢેફા કે સોનામાં સમાનભાવ ધારણ કર્યો છે તેવા સમતાને પામેલા પાપકૃત્યોથી - ૪ - દૂર રહેલા છે. કદાચિત્ તેવા સાધુને મૃત્યુ તુલ્ય શૂલાદિ વ્યાધિ વિશેષ થાય ત્યારે તે શું કરે ? કહે છે - x - તેમજ આ કહેનાર કોણ છે ? તે
પણ કહે છે–
બુદ્ધિ વડે રાજે તે ધીર. તે તીર્થંકર કે ગણધર છે, તેઓ કહે છે, તેવા જીવલેણ રોગ વડે પીડાતો છતાં તે દુઃખાનુભવ વ્યાધિવિશેષને સમ્યક્ પ્રકારે સહે, સહન કરતા વિચારે કે - ૪ - પૂર્વે પણ મેં અશાતા વેદનીય કર્મથી આવેલ આવું દુઃખ સહન કર્યું છે, પછી પણ મારે સહન કરવાનું છે કેમકે સંસારવર્તી એવો કોઈ જીવ નથી કે જેને અસાતાવેદનીય કર્મના વિપાકજનિત રોગાતંક ન થયા હોય.
વળી કેવલી ભગવંતે પણ મોહનીયાદિ ચાર ઘાતિકર્મ ક્ષય થતાં કેવળજ્ઞાન ઉત્પત્તિ પછી પણ અસાતા વેદનીયના ઉદયનો સંભવ છે. તેથી તીર્થંકરોને પણ આ
બદ્ધ, સ્પષ્ટ, નિધત્ત, નિકાચન અવસ્થારૂપે આવેલ કર્મ અવશ્ય વેદવું પડે, તે સિવાય મોક્ષ ન થાય. તેથી બીજા સાધુ વગેરેએ પણ અસાતા વેદનીયકર્મ ઉદયમાં આવતા સનત્ કુમારના દૃષ્ટાંતથી ‘મારે પણ સહન કરવું’ એમ વિચારી ખેદ ન કરવો. કહ્યું છે કે, સ્વકૃત દુષ્કૃત્યનો આ વિપાક છે, તે મધ્યસ્થ રહી સહન કરવો, તેમ કરતા શીઘ્ર દુઃખથી છુટકારો થશે, પણ જો ભોગવવામાં સમતા નહીં રાખે તો તે વિષાક નવા સો ભવનો હેતુ થશે.
વળી આ ઔદારિક શરીર ઘણો કાળ સાયણાદિથી પોષ્યા છતાં માટીના
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
કાચા ઘડાથી પણ નિઃસાર અને સર્વથા સદા નાશ પામનારું છે, તે બતાવે છે - પૂર્વે કે પછી આ શરીર પોતાની મેળે ભેદાવાના ધર્મવાળું છે. આ ઔદાસ્કિ શરીર સારી રીતે પોષવા છતાં વેદનાનો ઉદય થતાં માથું, પેટ, આંખ વગેરેમાં આપમેળે જ ભેદન પામે છે. તથા હાય, પગ આદિ અવયવો આપમેળે વિધ્વંસ પામનાર છે.
૨૪૪
રાત્રિના અંતે થતા સૂર્યોદય માફક ધ્રુવ ન હોવાથી આ શરીર અધ્રુવ છે તયા અપરયુત, અનુત્પન્ન - એક સ્થિર સ્વભાવવાળું હોઈ કૂટસ્થ નિત્યત્વ માફક નિત્ય ન હોવાથી અનિત્ય છે એ જ રીતે અશાશ્વત છે. તથા ઇષ્ટ આહારના ઉપભોગથી ધૃતિ, ઉપદંભ આદિમાં ઔદારિક શરીર વર્ગણાના પરમાણુના ઉપચયથી ચય તથા
ઘટવાથી અપચય છે. તેથી તે ચયાપચયિક છે. તેથી જ વિવિધ પરિણામી અને
વિપરિણામ ધર્મી છે. આવા શરીર પર કોણ મમત્વ કે મૂર્છા કરે ? તેથી આ શરીર વડે કુશલ અનુષ્ઠાન વિના બીજી રીતે સફળતા નથી. કહે છે–
આ રૂપસંધિ [યોગ્ય અવસર]ને જુઓ-આ શરીર નાશવંત ધર્મથી ઘેરાયેલું છે, પંચેન્દ્રિયની શક્તિના લાભનો અવસર છે, તે દેખીને જુદા જુદા રોગથી ઉત્પન્ન દુઃખોને સહન કરે. આ પ્રમાણે જોનારને શું થાય ?
- સૂત્ર-૧૬૧ :
એવા વિચારથી દેહના સ્વરૂપને જોનારા આત્મરમણરૂપ એક આયતનમાં લીન, શરીરાદિમાં અનાસકત, ત્યાગી સાધકને સંસાર ભ્રમણ કરવું નહીં પડે - એમ હું કહું છું.
• વિવેચન :
સારી રીતે દેખનારને આ શરીર અનિત્યાદિ છે, એવું વિચારતા તેને સંસારભ્રમણ નથી, તેથી આત્માને બધા પાપારંભોથી મર્યાદામાં રખાય અથવા કુશલ અનુષ્ઠાનમાં ઉધમવાળો કરાય. તો તે જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિમાં એક-અદ્વિતીય એવો એકાયતન
છે, તેમાં રમણતા કરે તો એકાયતનરત છે. વળી આ શરીર કે જન્મમાં વિવિધ ઉત્તમ ભાવના વડે શરીરના અનુબંધથી મૂકાય તે વિશ્વમુક્ત છે, તેને નકાદિ ગતિમાં ભ્રમણ નથી.
વર્તમાનકાળ બતાવવાથી ભાવિમાં પણ ભ્રમણ નથી અથવા તે જ જન્મમાં બધાં કર્મનો ક્ષય થવાથી તેને નકાદિ માર્ગ નથી. જે હિંસાદિ આશ્રવ દ્વારોથી નિવૃત્ત છે, તેને સંસારભ્રમણ નથી. આ પ્રમાણે સુધર્માસ્વામી કહે છે કે હું મારી મતિ કલ્પનાથી નથી કહેતો પણ જે વર્ધમાનસ્વામીએ દિવ્યજ્ઞાનથી જાણીને વચનથી કહ્યું છે, તે હું તમને કહું છું.
આ પ્રમાણે વિરત તે મુનિ છે તેમ કહ્યું. હવે અવિરતવાદી તે પરિગ્રહવાળો છે એમ પૂર્વે કહેલું તેનું પ્રતિપાદન કરે છે—
- સૂત્ર-૧૬૨ :
આ જગમાં જેટલા પણ પરિગ્રહવાળા છે, તે પરિગ્રહ થોડો હોય કે વધુ, સૂક્ષ્મ હોય કે સ્કૂલ, સચિત હોય કે અચિત તે પરિગ્રહધારી ગૃહસ્થ સમાન જ છે.