________________
૧/૪/-/ભૂમિકા
૬ શ્રુતસ્કંધ-૧ ૬
(અધ્યયન-૪ સમ્યક્ત્વ) • ભૂમિકા :
બીજું અધ્યયન કહ્યું. હવે ચોચું કહે છે - તેનો સંબંધ આ પ્રમાણે - શઅપરિજ્ઞા અધ્યયનમાં છ ઇવનિકાયનું સ્વરૂપમાં જીવ-અજીવ બે પદાર્થ સિદ્ધ કર્યા. જીવના વધમાં બંધ અને ત્યાગમાં વિરતિ કહીને આસવ-સંવર કહ્યા. લોકવિજય અધ્યયનમાં - x બંધ અને નિર્જરા કહા. શીતોષ્ણીય અધ્યયનમાં પરીષહ સહેવા દ્વારા 'મોક્ષ' બતાવ્યો.
આ રીતે ત્રણ અધ્યયન દ્વારા સાત તવો કહા. તd-અર્ચની શ્રદ્ધા છે સમ્યકત્વ કહેવાય છે, તે હવે બતાવે છે - આ સંબંધ વડે આવેલ આ અધ્યયનના ચાર અનુયોગદ્વાર બતાવતા ઉપકમમાં અધિકાર બે ભેદે બતાવ્યો. અધ્યયન અધિકાર સભ્યત્વ છે, તે શત્રપરિજ્ઞા અધ્યયનમાં પૂર્વે કહ્યો. ઉદ્દેશાનો અધિકાર બતાવતા નિયુક્તિકાર કહે છે
[નિ.૧૫,૨૧૬] પહેલા ઉદ્દેશામાં સમ્યવાદ એ અધિકાર છે. અવિપરીતવાદ તે સમ્યગુવાદ એટલે યથાવસ્થિત વસ્તુને બતાવવી. બીજો ઉદ્દેશો “ધર્મપ્રવાદિક પરિક્ષા" છે, જેઓ ધર્મનું સ્વરૂપ બતાવે છે તે ધર્મપ્રવાદિક કહેવાય. તેઓનું યુક્તાયુકત કથન વિચારવું. ત્રીજો ઉદ્દેશો-અનવધ તપનું વર્ણન છે. અજ્ઞાન તપશ્ચરણથી મોક્ષ નથી. ચોથો ઉદ્દેશો-સંક્ષેપ વચનથી સંયતનું સ્વરૂપ બતાવ્યું.
આ રીતે ઉદ્દેશો-૧, સમ્યગ્રદર્શન, ઉદ્દેશો-૨-સખ્યાન, ઉદ્દેશો-3-બાળ તપ નિષેધથી “સમ્યકતપ” અને ઉદ્દેશો-૪-સમ્મચાસ્ત્રિ કહ્યું.
આ ચારે મોક્ષાંગ પૂર્વે કહ્યા. તેથી જ્ઞાન, દર્શન, ચરણ, તપમાં મુમુક્ષુ સાધુએ પ્રયત્ન કરવો, ચાવજીવ તેના પ્રતિપાલન માટે યત્ન કરવો.
Q નામનિષજ્ઞ નિફ્લોપામાં કહેલ સમ્યકત્વનો નિક્ષેપ કહે છે
[નિ.૨૧] નામ, સ્થાપના સમ્યકત્વનો અર્થ સુગમ છે. દ્રવ્ય અને ભાવ સખ્યત્વ વિશે નિર્યુક્તિકાર હવે બતાવે છે
[નિ.૨૧૮] જ્ઞ શરીર, ભવ્ય શરીર છોડીને વ્યતિરિક્ત દ્રવ્ય સમ્યકત્વ કહે છે - ઇચ્છા એટલે ચિત્તની પ્રવૃત્તિ તેને અનુકૂળ કરવું તે ઐચ્છાનુલોમિક. તેવી તેવી ઇચ્છા અને ભાવને અનુકૂળ દ્રવ્યમાં કૃત આદિ ઉપાધિ છેદે સાત ભેદ છે : (૧) કૃતમ્ - અપૂર્વ રથાદિ બનાવવો. તે યોગ્ય રીતે બનાવવાથી -x - બેસનારના ચિત્તમાં શાંતિ થાય છે. - x • અથવા શોભાયમાન હોઈ કરાવનારને સમાધિનો હેતુ હોવાથી દ્રવ્ય સમ્યકત્વ છે - ૪ -
(૨) તે જ રથ ભાંગી જાય કે જુનો થાય તેને સમરાવતા સમાધિ મળે.
(૩) જે બે દ્રવ્યનો સંયોગ નવા ગુણ માટે થાય ત્યારે ખાનાર કે ભોગવનારની મનની સમાધિ કરે છે. જેમકે દૂધમાં સાકર મેળવવી તે સંયુકત દ્રવ્ય સંખ્ય.
૨૧૬
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ (૪) જે પ્રયુક્ત દ્રવ્ય લાભના હેતુથી આત્માને સમાધિ માટે થાય છે તે પ્રયુક્ત દ્રવ્ય સમ્યક અથવા પાઠાંતરથી ઉપયોગમાં લીધેલું દ્રવ્ય મનને સમાધિ દાયક થાય છે માટે ઉપયુક્ત દ્રવ્ય સમ્યક્ છે.
(૫) ત્યજેલ ભાર આદિથી ચિત્ત શાંત થાય-તે વ્યક્ત દ્રવ્ય સમ્ય. (૬) નસ્તર મૂકી અધિક માંસાદિ છેદવાથી તે છિન્ન દ્રવ્ય સમ્યક છે. (૩) દહીંનું વાસણ કૂટવાથી કાગડાદિને શાંતિ મળે તે ભિન્ન દ્રવ્ય સમ્યક.
આ સાતે સમાધિ દાતા હોવાથી દ્રવ્ય સમ્યક છે. તેનાથી વિપરીત તે અસમ્યક છે. હવે ભાવ સમ્યફ બતાવે છે
[નિ.ર૧૯] ભાવ સમ્યક્ ત્રણ પ્રકારે છે - દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ. તેમાં દર્શન અને ચાસ્ત્રિ ત્રણ-ત્રણ ભેદે છે. તે આ પ્રમાણે
અનાદિ મિથ્યાદેષ્ટિ ત્રણ પંજ કર્યા વિનાનો હોય, તેને યથાપ્રવૃત્તકરણ શેષકર્મ ક્ષીણ થવાવાળો હોય - X • તેને અપૂર્વકરણમાં ગ્રંથિ દાતા મિથ્યાત્વનો ઉદય ન હોય તેવું અંતકરણ કરીને અનિવૃત્તિકરણ વડે પ્રથમ સમ્યકત્વ મેળવે તે ઔપથમિક દર્શન. - X • મિથ્યાત્વનો ઉદય ન આવે ત્યારે જીવ ઔપશમિક સમ્યકત્વ પામે. અથવા ઉપશમ શ્રેણિમાં પથમિક સમ્યકત્વ પામે. (૨) સમ્યકત્વ પુદ્ગલ આશ્રયી અધ્યવસાય તે ક્ષાયોપથમિક. (3) દર્શન મોહનીય ક્ષય થતા ક્ષાયિક.
ચાત્રિ પણ (૧) ઉપશમ શ્રેણિમાં પથમિક, (૨) કપાયના ક્ષયઉપશમથી ક્ષાયોપથમિક, (3) ચાહ્મિમોહનીય ક્ષયથી ક્ષાયિક.
- જ્ઞાનમાં બે ભેદ - (૧) ક્ષાયોપથમિક - મતિ આદિ ચાર જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય. (૨) ઘાતકર્મના ક્ષયથી ક્ષાયિકજ્ઞાન થાય.
જો જ્ઞાનાદિ ત્રણેમાં સમ્યગુવાદ સંભવે તો માત્ર દર્શનમાં સામ્યવાદ કેમ રૂઢ છે ? કે જેનું આ અધ્યનમાં વર્ણન છે ?
દર્શનના ભાવભાવિત્વથી જ જ્ઞાન યાત્રિનો ભાવ છે. જેમકે - મિથ્યાદેષ્ટિને જ્ઞાન ચાત્રિ ન હોય. અહીં સમ્યકત્વની પ્રધાનતા બતાવતા સંઘ અને દેખતા બે રાજકુમારનું દેણંત કહે છે–
[અહીં ઉદયસેના રાજીના બે પુત્ર વીરસેન-સૂરસેનનું ટાંત છે. એક પક અંધ છે, બીજે દેખતો છે. કથા વૃત્તિથી જાણવી... અહીં મે નોંધી નથી. તેનો નિષ્કર્ષ આ પ્રમાણે છે| જેમ ચાની ખામીને કારણે પુરુષાર્થ છતાં ઇચ્છિત કાર્ય ન થયું. તેમ સમ્યગૃ દર્શન વિના જ્ઞાન ચા િકાર્ય સિદ્ધ ન થઈ શકે. તેથી નિયુક્તિમાં કહે છે
| [નિ.૨૨૦] ક્રિયા કરતો સ્વજન-ધન-ભોગો તજવા છતાં અને દુ:ખની સામે જવા છતાં આંધો અંધપણાથી શત્રુ સૈન્યને ન જીતી શક્યો. તે દષ્ટાંતથી હવે બોધ આપે છે
[નિ.૨૨૧] અન્યદર્શનીએ કહેલ ક્રિયા-જેમકે યમ, નિયમાદિ પાળે, સ્વજન, ધન, ભોગ, તજે પંચાગ્નિ તપ આદિથી દુ:ખ સહે છતાં મિથ્યાદૈષ્ટિ સિદ્ધિ ન પામે. કેમકે દર્શનની ક્ષતિ છે. તેથી કાર્ય સિદ્ધ ન થાય. તો શું કરે ?