________________
૧/3/૩/૧૩૦
૨૦૩
• સૂત્ર-૧૩૦ :
તેને અરતિ છે ? અને આનંદ શું ? તે તેમાં આaહરહિત થઈ વિચરે, સર્વ હાસ્યાદિ ત્યાગ કરે ‘આલીન ગુપ્ત’ થઈ વિચરે.
હે જીવ ! તું સ્વયં જ તારો મિત્ર છે, બહારના મિત્રને કેમ ઇચ્છે છે ? • વિવેચન :
ઇષ્ટ વસ્તુની અપાપ્તિ કે નાશ થતાં મનમાં જે વિકાર થાય તે અરતિ અને ઇચ્છિત અર્ચની પ્રાપ્તિમાં આનંદ; એ યોગીના ચિત્તમાં ન હોય કેમકે ધર્મ કે શકલધ્યાનમાં ચિત્ત રોકાવાથી તેને સંસારી વસ્તુની અરતિ કે આનંદ ઉત્પન્ન થવાના કારણોનો અભાવ છે. તેથી સૂત્રમાં કહ્યું કે, “અરતિ અને આનંદ શું ?' સંસારીજીવની માફક તેમને તે વિકલ્પ જ નથી.
જો આમ હોય તો અસંયમે અરતિ અને સંયમે આનંદ કેમ કહ્યું ?
આચાર્ય કહે છે - તેવું નથી, તમે અમારો અભિપ્રાય સમજ્યા નથી. કેમકે અહીં અરતિ-રતિ વિકલા અધ્યવસાયનો નિષેધ કર્યો તો બીજા પ્રસંગે પણ અરતિરતિ ન હોય. તેથી જ સૂત્રમાં કહ્યું કે, - X - X - શુક્લ યાન સિવાય બીજે કંઈ અરતિ કે આનંદના નિમિત આવે તો પણ તેના આગ્રહરહિત બને - મધ્યસ્થ રહે. ફરી ઉપદેશ આપતા કહે છે કે
સર્વ હાસ્ય કે તેના કારણો તજે અને મર્યાદામાં રહી ઇન્દ્રિય નિરોધમાં લીન બને. ‘માનન[' મન, વચન, કાયાની ક્રિયાથી અથવા કાચબાની જેમ પાંગો સંકોચીને ગુપ્ત રહે જેથી કોઈ જીવને પીડા ન થાય. એ રીતે તે સંયમ અનુષ્ઠાયી બને.
તે મુમુક્ષને આત્મબળથી સંયમાનુષ્ઠાન ફળદાયી થાય છે પણ પારકાના આગ્રહથી નહીં તે બતાવે છે - હે પુરુષ ! જો તે ઘર, પુત્ર, સ્ત્રી, ધન, ધાન્યાદિ સહિત, વૃણ-મણિ કે સોનું-કૅમાં સમાન દૈષ્ટિ રાખનાર મુમુક્ષને કદાચ ઉપસર્ગ આવતાં મિત્ર આદિની આકાંક્ષા થાય તો તે દૂર કરે. તે કહે છે, “પુરુષ” એટલે સુખદુ:ખથી પૂર્ણ કે શરીરમાં રહેવાથી પુરુષ-જીવ છે. ‘પુરુષ’ આમંત્રણથી પુરુષ જ ઉપદેશને યોગ્ય અને અનુષ્ઠાન સામર્થ્યવાળો જાણવો અથવા કોઈ પુરુષ સંસારથી ખેદ પામેલો કે વિષમ સ્થિતિમાં હોય અને તે પોતાના આત્માને શીખામણ આપે અથવા બીજા સાધુ આદિને ઉપદેશ આપે કે, હે પક્ષ ! [જીવ !] સારા અનુષ્ઠાનથી તું જ તારો મિત્ર છે. વિપરીત અનુષ્ઠાનથી મુ છે. શા માટે તું બહાર મિત્રો શોધે છે ?
ઉપકાર કરે તે મિત્ર. - x - તે આત્મા સિવાય બીજો કોઈ શક્ય નથી. સંસારમાં બીજાને મિત્ર માનવો તે મોહચેષ્ટા છે. આત્મા જ અપમતપણાથી મિત્ર છે કેમકે તે એકાંત પરમાર્થ સુખ આપે છે અને પ્રમાદી થાય તો દુ:ખ આપે છે. માટે બીજા મિત્રને ન શોધ. બાહ્ય મિત્ર ઔપચારિક છે.
કહ્યું છે કે, કુમાર્ગે ગયેલ આત્મા શત્રુ છે, સુમાર્ગે ચાલનાર આત્મા મિત્ર છે. કેમકે તેથી જ સુખ-દુ:ખ પામે છે. આત્મા મિત્ર-અમિત્ર છે.
વળી બળવાનું શું એક વાર માટે પણ કુમાર્ગે ગયેલો આમા અનંતા જન્મ
૨૦૮
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ મરણ આપે. તેથી નિવણ આપનાર સંયમ વ્રત જેણે ઉચ્ચય અને પાળ્યા તે આત્માનો મિત્ર છે. હવે તે આત્મા કઈ રીતે જાણવો ?
• સૂત્ર-૧૩૧ -
જેને તમે ઉચ્ચ ભૂમિએ સ્થિત સમજો છો, તેનું સ્થાન અતિ દૂર જાણો અને જેને અતિ દૂર જાણો છો તેને ઉચ્ચ ભૂમિએ સ્થિત સમજે.
હે પુરષ ! તું પોતાની આત્માનો નિગ્રહ કર, તું દુઃખ મુક્ત થઈશ.
તું સત્યનું સેવન કર સત્યની આજ્ઞામાં પ્રવર્તિત મેધાવી સંસારને તરી જાય છે. ધમનું યથાર્થ પાલન કરીને કલ્યાણ પ્રાપ્ત કરે છે.
• વિવેચન :
જે પુરષ વિષયાંગના કર્મો જાણીને છોડનાર હોય તેને તારનાર જાણજે. બધાં પાપકર્મોને જે દૂર રાખે તે દરાલય તે મોક્ષ કે મોક્ષમાર્ગ જેને હોય તે દુરાલયિક છે. હવે • x • સૂત્ર કહે છે –
જે દાલયિકને જાણે તે ઉચ્ચાલચિતાર જાણે અર્થાત્ જે કર્મ તથા આરવ દ્વારને દૂર કરે તે મોક્ષમાર્ગે રહેલ કે મૂક્ત છે. અથવા જે સન્માર્ગે વર્તે તે કર્મ દૂર કરે છે. તે જ આત્માનો મિત્ર છે. હે જીવ! આત્માને જ ઓળખીને ધર્મધ્યાનથી બહાર વિષયાસક્ત મનને રોકીને આ પ્રકારે દુઃખથી આત્માને મૂકાવજે. એ રીતે કર્મોને દૂર કરી આત્મા આત્માનો મિત્ર બને.
હે પુરુષ ! સતપુરષોનું હિત કરનાર સત્ય તે જ સંયમ. તેને બીજા વ્યાપારની નિરપેક્ષ બની તું જાણ. આ સેવન પરિજ્ઞાચી પ્રયત્ન કર, અથવા ગુરુ સાક્ષીએ લીધેલ પ્રતિજ્ઞાનો નિર્વાહ કર એ જ સત્ય. અથવા સત્ય એટલે આગમ. તેનું જ્ઞાન મેળવી મુમાએ તેનું પાલન કર્યું. કેમકે આગમ આજ્ઞામાં રહીને મેધાવી સંસાર તરે છે.
વળી જ્ઞાનાદિ યુક્ત અથવા હિતસહિત શ્રુત-ચાસ્ત્રિ ધર્મ ગ્રહણ કરીને પુષ્ય કે આત્મહિતને બરાબર જુએ. હવે પ્રમાદને કહે છે–
• સૂત્ર-૧૩૨ :
રાગ, દ્વેષથી કલુષિત જીવ [ક્ષણભંગુર જીવન માટે કીર્તિ, માન અને પૂજાને માટે હિંસાદિ પાપોમાં પ્રવૃત્ત થાય છે - કોઈ પ્રમાદ રે છે.
• વિવેચન :
રાગ-દ્વેષ બે પ્રકારે આત્મા કે પર નિમિતે અથવા આલોક-પરલોક માટે અથવા રાગ-દ્વેષથી હણાયેલ તે દ્વિહત અથવા દુર્ણત-દુઃખી શું કરે ? - જીવિત કેળના ગર્ભ માફક નિઃસાર છે, વીજળી માફક ચંચળ છે તેના પરિવંદન, માનન, પૂજન માટે હિંસાદિમાં પ્રવર્તે છે.
પરિવંત - પરિસંવ. માંસના ઉપભોગથી પુષ્ટ, સવણ સુંદર એવા મારા શરીરને જોઈને લોકો ખુશીથી મને વાંદશે. લોકો બોલશે- લાખો વર્ષો જીવો તે. મનન મારું બળ, પરાક્રમ જોઈ લોકો મને અગ્રુત્યાન, વિનય, આસનદાન, અંજલિ આદિથી મને માન આપશે. તથા પૂગન - માટે પ્રવૃત્ત કર્મ આસવ વડે આત્માને બાંધે છે તેથી