________________
૧/૩/૧/૧૧૩
૧૯૫
કિંકર્તવ્યમૂઢ, દુ:ખ સાગરમાં ડુબેલા પ્રાણીને જોઈને અપ્રમત્ત બની સંયમ અનુષ્ઠાનને આદરે. હે બુદ્ધિમાન ! સશ્રુતિક ! તું ભાવસુખ દુ:ખીને જો. જાગતાના ગુણ અને સુતાના દોષ જાણીને સુવાની મતિ ન કર. વળી પાપ કિયા અનુષ્ઠાન, તેના આરંભ જ દુ:ખ કે દુ:ખના કારણ કર્મો તું પ્રત્યક્ષ જો. સર્વ કર્મના આરંભમાં પ્રવૃત્ત જીવોને થતી શિક્ષાને જો. તે જાણીને આરંભરહિત બની આત્મહિતમાં જાગૃત થા.
પણ જે વિષયકષાયથી મલીન યિતવાળો અને પ્રમાદી છે. તે શું મેળવે ? તે ક્રોધાદિ કષાયવાળો મધ આદિ પ્રમાદવાળો નારકીના દુઃખ અનુભવીને પાછો તિર્યંચમાં જાય છે. પણ જે અકષાયી અને પ્રમાદરહિત છે તે કેવા થાય ? શબ્દરૂપાદિમાં જે રાગદ્વેષ તેને ન કરતો હજુ-તિ થાય છે. પરમાર્થથી યતિ હજુ હોય અને ગૃહસ્થ સ્ત્રી આદિ પદાર્ય ગ્રહણ કરવાથી વક બને છે.
વળી તે સરળ સાધુ શબ્દાદિની ઉપેક્ષા કરતો મૃત્યુ વિશે સતર્ક રહીને પોતે મરણથી બચે છે. કામભોગમાં અપ્રમાદી રહે છે. જે કામ ચેષ્ટાના પાપોથી દૂર રહે છે, તે જ મન, વચન, કાયાના પાપથી બચેલો છે. તે વીર છે ગુપ્ત આત્મા છે અને ખેદજ્ઞ છે. તે ખેદજ્ઞ સાધુ શબ્દાદિ વિષયોના પર્યાયો તે નિમિત્તના શસ્ત્ર તે પવિજાત શ.” અથ¢િ પ્રાણિ ઉપઘાતકારિ અનુષ્ઠાન તેમાં લીન ન થતા ખેદજ્ઞ' સાધુ નિરવધ અનુષ્ઠાનરૂપ સંયમ આદરે. જે સંયમનો ખેદજ્ઞ છે તે પર્યવજાતશત્રનો ખેદજ્ઞ છે અર્થાત્ સાધુ ઇષ્ટ-અનિષ્ટ શબ્દાદિ પયયોની પ્રાપ્તિ કે ત્યાગ બીજા જીવોને દુ:ખરૂપ છે તેમ જાણે છે. આવો મધ્યસ્થ ભાવ] અપીડાકર હોવાથી જે અશઅરૂપ-સંયમ છે તે પોતાને અને બીજાને ઉપકાર કરનારો છે, એવું જાણે છે.
આ પ્રમાણે જાણીને શસ્ત્રને છોડે અને અશઅને ગ્રહણ કરે એ જ્ઞાનનું ફળ છે. અથવા શબ્દાદિ પર્યાય કે તર્જનિત રાગદ્વેષ પર્યાયી જે જ્ઞાનાવરણીય કર્મ બંધાય તેને બાળનાર હોવાથી તપ તે શસ્ત્ર છે. તે તપના ખેદને જાણનાર તેના જ્ઞાન-અનુષ્ઠાનથી અશઅ-સંયમનો પણ ખેદજ્ઞ છે અને અશઅ-સંયમનો ખેદજ્ઞ તે પચવજાત-શસ્ત્રનો પણ ખેદજ્ઞ છે અને તે સંયમ-પ ખેદજ્ઞ આશ્રવનિરોધાદિથી પૂર્વ ભવના સંચિત કર્મનો ક્ષય કરે છે. કર્મક્ષયથી જે થાય છે. તેને હવે જણાવે છે
ઉમH - આઠમાંથી એક પણ કર્મ જેને નથી છે. તેને નાક આદિ કોઈ ગતિમાં ભ્રમણ કરવાનો વ્યવહાર નથી. પતિ-અપતિ કે બાલકુમારાદિ અવસ્થા નથી. જે સકર્મ છે તેને નાકાદિ વ્યપદેશ હોય છે. તથા તે કર્મની ઉપાધી વડેજ્ઞાનાવરણીયાદિ વડે જે પામે તે કહે છે
તે (૧) મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય જ્ઞાનવાળો, મંદબુદ્ધિ, તીણબુદ્ધિ આદિ, (૨) ચાદર્શની, અયક્ષદર્શની, નિદ્રાળુ આદિ, (૩) સુખી-દુઃખી, (૪) મિથ્યા દૈષ્ટિ-મિશ્રર્દષ્ટિ, સ્ત્રી-પુરુષ-નપુંસક, કષાયી આદિ, (૫) સોપક્રમ-નિરૂપક્રમ-અપાયું આદિ, (૬) નારક, તિર્યંચયોનિક એકેન્દ્રિય બેઇન્દ્રિય પયતિક-અપયપ્તિક આદિ,
૧૯૬
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સુભગ-દુર્ભગ આદિ, (૩) ઉંચ-નીચ ગોવાળો, (૮) કૃપણ-ત્યાગી નિરૂપભોગ, નિર્વિર્ય આ પ્રમાણે આઠ કર્મને લીધે સંસારી જીવ ઓળખાય છે.
તેથી જ્ઞાનાવરણીયાદિને વિચારીને કે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશરૂપે તેના બંધની આલોચના કરીને તેની સતા અને વિપાકને પામેલા પ્રાણીઓ જે રીતે ભાવનિદ્રામાં સએ છે તે જાણીને કર્મ દુર કરવા ભાવ જાગરણમાં સાધુએ ઉધમ કરવો. તે કર્મનો અભાવ આ રીતે થાય -
આઠ કર્મવાળો અપૂર્વ આદિ કરણ વડે પક શ્રેણિથી મોહનીયક્ષય કરી સાત કર્મોવાળો થઈ બાકીના ત્રણ પાતિકર્મોનો ક્ષય કરી ભવોપણાહી ચાર કર્મોવાળો થાય. તે ક્ષય કરી શૈલીશીકરણ કરી અકમ બને.
હવે ઉત્તર પ્રવૃત્તિનું હોવાપણું - ન હોવાપણું બતાવે છે - [આ વિષય કર્મjથol ફાઈનથી સમજાય તેવો છે, માટે અહીં વૃત્તિનો સંક્ષેપમાં અર્થ જ રજુ કરીએ છીએ– જ્ઞાનાવરણીય અને અંતરાયની પાંચ-પાંચ પ્રકૃત્તિ બારમાં ગુણસ્થાન સુધી હોય છે, દર્શનાવરણીય કમનું હોવાપણું ત્રણ સ્થાનમાં છે - ૧. નિદ્રાદિ નવે પ્રકૃત્તિ અનિવૃત્તિ બાદકાળના સંચેય ભાગ સુધી, ૨. સંખ્યયભાગના અંતે થીણદ્ધિ નિદ્રાઝિક ક્ષય થતા જ કર્મવાળું સ્થાન, 3. ક્ષીણકપાયના અંત સમયમાં નિદ્રા-પ્રચલાના ક્ષયથી ચારકર્મવાળું સ્થાન. વેદનીયકર્મના સતાસ્થાન બે છે. માતા અને અસાતા.
મોહનીય કર્મના સતા સ્થાન પંદર છે. જેિ કર્મમંથના સત્તા પ્રકરણણી જાણવાસમજવા] આયુષ્યના સામાન્યથી બે સતા સ્થાન છે. નામકર્મની પ્રકૃતિના બાર સંતા સ્થાન છે. તે આ પ્રમાણે – (૧) ૯૩, (૨) ૯૨, (3) ૯૧, (૪) ૮૮, (૫) ૮૬, (૬) ૮૦, (3) ૯, (૮) ૩૮, (૯) ૩૬, (૧૦) ૭૫, (૧૧) ૯, (૧૨) ૮. આ સંખ્યા મુજબના ક્રમમાં નામકર્મની ઉત્તરપ્રકૃતિની સતા હોય છે. તેના વિવેચન અને સમાજ માટે કર્મ ગ્રંથમાં સત્તા પ્રકરણ જોવું. અહીં માત્ર ૯૩ ઉત્તરપ્રકૃતિનો નામ નિર્દેશ કરેલ છે.
જેમકે
૪-ગતિ, ૫-જાતિ, ૫-શરીર, પ-સંઘાત, પ-બંધન, ૬-સંસ્થાન, ૩-ગોપાંગ, ૬-સંહનન, પ-વર્ણ, ગંધ, ૫-સ, ૮-સ્પર્શ, ૪-આનુપૂર્વી, ૬-અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચશ્વાસ, આતપ, ઉધોત, વિહાયોગતિ, ૧૦-શુભ-પ્રત્યેક શરીર બસ શુભ સુભગ સુસ્વર સૂમ પતિ સ્થિર આદેય અને યશ, ૧૦-અશુભ-પ્રત્યેક આદિથી વિપરીત, ૧-નિર્માણ, ૧-તીર્થકર એમ કુલ ૯૩ પ્રકૃતિ કહી છે.
ગોગકર્મના સામાન્યથી બે સતા સ્થાન છે...
આ પ્રમાણે કર્મોની સતા જાણીને સાધુએ તે દૂર કરવા પ્રયત્ન કરવો. વળી [આ વાત બીજી રીતે કહે છે—].
• સૂત્ર-૧૧૪ -
કર્મનું મુળ જાણીને હિંસાનું નિરીક્ષણ કરી સર્વ [ઉપદેશ ગ્રહણ કરીને ગદ્વેષરૂપ બે છેડાથી દૂર રહે. મેધાવી તે [રાગદ્વેષને જાણીને લોકને જાણે અને લોકસંજ્ઞા ત્યાગ કરી સંયમમાં પરાક્રમ કરે - તેમ કહું છું.