________________
વ્યાખ્યાન-૯
૧૭૧
૧૭૨
કલ્પ [બાસાં સૂત્ર
વ્યાખ્યાન-૯ |
पुरिम-चरिमाण कम्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं
પર્યુષણ મહાપર્વ
• [૨૬૪] તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થયા પછી અર્થાત્ અષાઢી ચાતુર્માસી થયા પછી પચાસ દિવસ વ્યતીત થતાં વર્ષાવાસ રહ્યા.
વ્યાખ્યાન-૯
• [૨૬૫] અહિં શિષ્ય પ્રશ્ન કરે છે કે “ભગવના કયા કારણથી એ રીતે કહેવામાં આવે છે કે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુની વીસ રાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહ્યા.'
ઉત્તર :- કારણ એ છે કે, મુખ્યપણે તે સમયે ગૃહસ્થોનાં ઘર ચારે બાજુથી ચટાઈ વગેરેથી આચ્છાદિત હોય છે, ચૂના વિગેરેથી ધોળેલાં હોય છે, ઘાસ વગેરેથી ઢંકાયેલા હોય છે, ચાર દીવાલોથી સુરક્ષિત હોય છે, ધસીધસીને ખરબચડી