________________
વ્યાખ્યાન-૩
૧૩૫
૧૩૬
કલા [બારસાં સૂત્ર
વરસ વ્યતીત થઈ ગયાં. તે ઉપર આ દસમી શતાબ્દીના એંસીમાં વરસનો સમય ચાલી રહેલ છે.
અર્થાત્ અષાડ માસનું શુક્લ પખવાડિયું આવ્યું ત્યારે, એટલે કે અષાડ સુદ-૮ના દિવસે ઉજ્જયંત શૈલ શિખર ઉપર બીજા પાંચસો છત્રીસ અણગારોની સાથે તેમણે નિર્જળ માસિક તપ કર્યું. જ્યારે ચિત્રા નક્ષત્રનો યોગ હતો ત્યારે રાત્રિના પહેલા અને અપરભાગની સંધિવેળામાં નિષધામાં રહેલા અહંત
અરિષ્ટનેમિ કાળગત થયા. યાવત્ બધાં દુઃખોથી પૂર્ણ રીતે મુક્ત થયા.
• [૧૮૩] અહંત મલિને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાને પાસઠ લાખ ચોર્યાસી હજાર નવસો વર્ષ વ્યતીત થઈ ગયાં. અત્યારે તે ઉપર દસમી શતાબ્દીના એંસીમાં વર્ષનો સમય ચાલી રહેલ છે.
•[૧૮૦] અહં અરિષ્ટનેમિને કાળધર્મ પામ્યાને યાવત્ બધાં દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને ચોર્યાસી હજાર વરસ થઈ ગયાં અને તે ઉપરાંત પંચાસીમાં હજાર વસનાં નવસો વરસ પણ વ્યતીત થઈ ગયાં. તે ઉપર દસમી શતાબ્દીના એંસીમાં વરસનો સમય ચાલી રહેલ છે.
•[૧૮૪] અહંત “અર'ને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને એક હજાર કરોડ વર્ષ વ્યતીત થઈ ચૂક્યાં છે. અહીં સંપૂર્ણ વૃત્ત શ્રી મલ્લિ ભગવંતના સંબંધમાં કહ્યું તેવું જ જાણવું.
• [૧૮૧] અહંત નમિને કાળધર્મ પામ્યાને ચાવતું સર્વ દુઃખોથી પૂર્ણ રીતે મુક્ત થયાંને પાંચ લાખ ચોર્યાસી હજાર નવસો વરસ વ્યતીત થઈ ગયાં. તેની ઉપર દસમી શતાબ્દીના આ એંસીમાં વરસનો સમય ચાલી રહેલ છે.
અહંત “અર'ના નિર્વાણગમન પછી એક હજાર કરોડ વર્ષમાં શ્રી મલ્લિ અહતનું નિર્વાણ થયું અને અતિ મલ્લિના નિર્વાણ બાદ, પાસઠ લાખ ચોર્યાસી હજાર વર્ષ વ્યતીત થઈ ગયાં ત્યારે મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા. તેમના નિવણ પછી નવસો વર્ષ વ્યતીત થઈ ગયાં. તે ઉપરાંત આ દસમી શતાબ્દીનું એંસીમું વર્ષ ચાલી રહેલ છે.
• [૧૮] અહંદુ મુનિસુવતને યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયાને અગિયાર લાખ ચોર્યાસી હજાર અને નવસો
આ જ પ્રમાણે આગળ ભગવંત શ્રેયાંસનો આલાવો આવે છે ત્યાં સુધી સમજવું.