________________
વ્યાખ્યાન-૩
૧૩૧
૧૩૨
કલ્પ [બારસા સૂત્ર
દિવસ પૂરા થતાં સાવત્ મધ્ય રાત્રિએ ચિત્રા નક્ષત્રનો યોગ થતાં જ, આરોગ્ય યુક્ત માતાએ આરોગ્યવંત અહંત અરિષ્ટનેમિને જન્મ આપ્યો. જન્મનો આલાવો ‘પિતા સમુદ્રવિજય” આ પાઠની સાથે પૂર્વવત્ સમજવો જોઈએ યાવત્ ‘આ કુમારનું નામ અરિષ્ટનેમિકુમાર થાઓ' વગેરે.
લોચ કરે છે. લોચ કરીને નિર્જળ ષષ્ઠ ભક્ત કરેલા તેઓ ચિત્રા નક્ષત્રનો યોગ આવતાં જ દેવદૂષ્ય વસ્ત્ર સહિત એક હજાર પુરુષોની સાથે મુંડિત થઈને ગૃહવાસની ત્યાગીને અણગારત્વનો સ્વીકાર કરે છે.
•[૧૩] અહત અરિષ્ટનેમિ દક્ષ હતા યાવત્ તે ત્રણસો વર્ષ સુધી કુમારાવસ્થામાં-ગૃહવાસમાં રહ્યા. ત્યારપછી જેમનો જિતાચાર છે એવા લોકાતિકદેવોએ આવીને તેમને પ્રાર્થના કરી-સંસારનું કલ્યાણ કરવા માટે વગેરે કથન કે જે પૂર્વે આવી ગયેલ છે તેવું જ અહીં પણ કહેવું ચાવત્ અભિનિષ્ક્રમણ પહેલાં એક વર્ષ સુધી દાન આપ્યું.
• [૧૪] અહંત અરિષ્ટનેમિ ચોપન દિવસ અને રાત ધ્યાનમાં રહ્યા. તેમણે શરીરનું લક્ષ્ય છોડી દીધું. શારીરિક મમતા છોડી દીધી. આ બધી વિગતો પૂર્વવત્ જાણવી. અહંત અરિષ્ટનેમિને આ પ્રમાણે ધ્યાનમાં રહેતા પંચાવનમો દિવસ આવી ગયો. જ્યારે તેઓ પંચાવનમાં દિવસમાં સંચરણ કરી રહ્યા હતા ત્યારે વર્ષાઋતુનો ત્રીજો માસ, પાંચમો પક્ષ અથતિ આસો વદ અમાસનો દિન અપરાનમાં ઉજ્જયંત શૈલ શિખર પર વેંતના વૃક્ષની નીચે નિર્જળ અઠ્ઠમનું તપ કરીને રહેલા હતા. તે સમયે ચિત્રા નક્ષત્રનો યોગ આવતાં ધ્યાનાંતરિકા મધ્ય વર્તતા એવા તેમને અનંત ચાવત્ ઉત્તમ કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન થયા. હવે તેઓ સમસ્ત દ્રવ્ય અને તેમની સંપૂર્ણ પર્યાયોને જાણતાં અને જોતાં વિચરવા લાગ્યા.
જ્યારે વર્ષાઋતુનો પ્રથમ માસ દ્વિતીય પક્ષ અર્થાત્ શ્રાવણ માસના શુક્લ પક્ષ આવ્યો તે શ્રાવણ સુદ છઠના દિવસે, પૂર્વાર્ણના સમયે જેમની પાછળ દેવ, માનવ અને અસુરોની પર્ષદા ચાલી રહેલ છે એવા અરિષ્ટનેમિ ઉત્તરકુરા નામની શિબિકામાં બેસીને વાવત્ દ્વારિકા નગરીના મધ્યભાગમાં થઈને નીકળે છે, નીકળીને જે તરફ રૈવત નામનું ઉધાન છે ત્યાં આવે છે, આવીને ઉત્તમ અશોક વૃક્ષ નીચે શિબિકાને ઊભી રખાવે છે, શિબિકામાંથી નીચે ઊતરે છે. ઉતરીને પોતાના જ હાથોથી આભરણ, માળાઓ અને અલંકારો નીચે ઉતરે છે, ઉતારીને પોતાના જ હાથેથી પંચમુષ્ટિ
•[૧૫] અહંત અરિષ્ટનેમિને અઢાર ગણ અને અઢાર ગણધર હતા. અહત અરિષ્ટનેમિને વરદત્ત વગેરે અઢાર હજાર શ્રમણોની ઉત્કૃષ્ટ શ્રમણસંપદા હતી. અહંત અરિષ્ટનેમિને આર્ય યક્ષિણી વગેરે ચાળીસ હજાર આર્થિકા