________________
વ્યાખ્યાન-૫
કલ્પ [બારો] સૂત્ર
ઊંચે સ્થળે ઊભાં કરો અર્થાત્ ધોંસરે જુતેલા બળદોને બંધનમુક્ત કરીને આરામ લેવા દો અને સાંબેલાને ઉંચા કરાવી દો. આ બધું ઉપક્રમ કરીને મારી આજ્ઞા પાછી આપો અર્થાત્ આ બધું કાર્ય કરીને મને ખબર આપો.
વગડાવતાં, મોટા વૈભવની સાથે, મોટી યુતિની સાથે, મોટા લશ્કરની સાથે, ઘણાં વાહનોની સાથે, બૃહદ્ સમુદાયની સાથે અને એક સાથે વાગતાં અનેક વાધોના ધ્વનિની સાથે એટલે કે શંખ, પણવ, ભેરી, ઝાલર, ખરમુખી, હુડૂક, ઢોલ, મૃદંગ અને દુંદુભિ વગેરે વાધોના ધ્વનિની સાથે દસ દિવસ સુધી તેમની કુળમર્યાદા અનુસાર ઉત્સવ કરે છે.
• [૧૦૧] તે પછી સિદ્ધાર્થ રાજાએ જેમને આજ્ઞા આપી હતી તે નગરના ગુપ્તિ-રક્ષકોને (નગરના રક્ષક, કોટવાળ) અપાર આનંદ થયો, સંતોષ થયો, પ્રસન્ન થવાથી તેમનું હૃદય પ્રકુલ્લિત થયું. તેમણે બન્ને હાથ જોડીને સિદ્ધાર્થ રાજાની આજ્ઞાનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. તે પછી તેઓ તરત જ કુંડપુર નગરમાં સર્વપ્રથમ કારાગ્રહને ખોલીને કેદીઓને મુક્ત કરે છે અને મુસલ ઉઠાવવા-આદિ સુધીના પૂર્વોક્ત બધાં કાર્ય કરે છે, કાર્ય કર્યા પછી જ્યાં સિદ્ધાર્થ રાજા છે ત્યાં આવે છે, આવીને બે હાથ જોડીને મસ્તક ઉપર અંજલિ કરીને સિદ્ધાર્થ રાજાને તેમનો તે આદેશ ફરી અર્પિત કરે છે અર્થાત્ ‘આપે જે આદેશ આપ્યો હતો તે અનુસાર બધાં કાર્ય અને કરી આવ્યા છીએ' એમ જણાવે છે.
આ ઉત્સવના સમયે નગરમાંથી જકાત તથા કર લેવાનું બંધ કરી દેવામાં આવ્યું. જેમને જે કોઈ વસ્તુની જરૂર હોય. તે મૂલ્ય આપ્યા વિના દુકાનોમાંથી પ્રાપ્ત કરી શકે-તેવી જાતની વ્યવસ્થા કરવામાં આવી. ખરીદવું અને વેચવું બંધ કરી દેવામાં આવ્યું. કોઈ પણ સ્થાન ઉપર જતી કરનારા રાજપુરુષોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો. જે કોઈ ઉપર કરજ હશે તેનું કરજ સ્વયં રાજા ચૂકવશે. કે જેથી કોઈને પણ કરજ ચૂકવવાની જરૂરત જ ન રહે.
તે ઉત્સવમાં અનેક જાતના અપરિમિત પદાર્થો એકત્રિત કરવામાં આવ્યા. ઉત્સવમાં બધાને અદંડનીય બનાવી દેવામાં આવ્યા. ઉત્તમ નાટક કરનારાઓના નૃત્યોનો પ્રારંભ કરવામાં આવ્યો. ઉત્સવમાં નિરંતર મૃદંગ વાગતાં, તાજી માળાઓ લટકાવવામાં આવી. નગરના તથા દેશના બધા માનવ પ્રમુદિત કીડાપરાયણ થયા. દશ દિવસ સુધી આ સ્થિતિપતિતા ઉત્સવ ચાલતો રહ્યો.
• [૧૦૨] તે પછી સિદ્ધાર્થ રાજા જ્યાં અખાડો અર્થાત્ વ્યાયામશાળા છે ત્યાં આવે છે, યાવત્ તે રાજા પોતાના અંતઃપુરની સાથે બધી જાતનાં પુષ્પ, ગંધ વસ્ત્ર, માળાઓ વગેરે અલંકારોથી અલંકૃત થઈને, બધી જાતનાં વાધોને