________________
વ્યાખ્યાન ૨
*૩
નામની વનસ્પતિ, માખણ, આકડાનું રૂ વગેરે કોમળ વસ્તુઓની માફક મુલાયમ હતી. તથા શય્યા સજાવવાની કળા અનુસાર તેને સજાવવામાં આવી હતી, તેની આજુબાજુ સુગંધિત પુષ્પ અને સુગંધિત ચૂર્ણ વિખરાયેલ હતાં.
તે શય્યા ઉપર અર્ધ નિદ્રાવસ્થામાં સૂતેલી (ત્રિશલા ક્ષત્રિયાણીએ) પાછલી રાત્રિએ આવા પ્રકારનાં ઉત્તમ ચૌદ મહાસ્વપ્નો જોયાં અને જોઈને જાગી.
[૩૪] તે ચૌદ મહાસ્વપ્ન આ પ્રમાણે છે :
(૧) ગજ (૨) વૃષભ (3) સિંહ (૪) અભિષેક કરાતા લક્ષ્મી (૫) પુષ્પમાળા (૬) ચંદ્ર (૭) સૂર્ય (૮) ધ્વજા (૯) કુંભ (૧૦) પદ્મ સરોવર (૧૧) સમુદ્ર (૧૨) વિમાન-ભવન (૧૩) રત્નરાશિ (૧૪) ધૂમાડા વગરનો અગ્નિ.
[૩૫] તે ત્રિશલા ક્ષત્રિયાણી સર્વપ્રથમ સ્વપ્નમાં હાથીને જુએ છે. તે હાથી ચાર દાંતવાળો અને ઊંચો હતો તથા તે વરસી ગયેલા મેધની જેમ શ્વેત, હારના સમૂહની માફક ઉજ્જવળ, ક્ષીર સમુદ્રની માફક ધવલ, ચન્દ્ર કિરણોની માફક ચમકદાર, પાણીનાં ટીંપાની માફક નિર્મળ અને ચાંદીના પર્વતની જેમ સફેદ હતો.
તેના ગંડસ્થલમાંથી મદ ઝરી રહેલ હતું જેની સુગંધ
કલ્પ [બારસા] સૂત્ર
લેવા માટે ભ્રમરો ગુંજારવ કરી રહેલ હતા. તે હાથી શકેન્દ્રના હાથી ઐરાવતની માફક ઉન્નત હતો. તે અત્યંત શુભ તથા શુભ લક્ષણોથી યુક્ત હતો. તેનો છાતીનો ભાગ વિશાળ હતો. એવા હાથીને ત્રિશલા પ્રથમ સ્વપ્નમાં જુએ છે.
૪૪
[૩૬] તે પછી ત્રિશલાદેવી બીજા સ્વપ્નમાં વૃષભને જુએ છે. તે વૃષભ શ્વેત કમળની પાંખડીઓના સમૂહથી પણ અધિક રૂપની પ્રભાળો હતો. કાંતિપૂંજની દિવ્ય પ્રભાથી સર્વત્ર પ્રદીપ્ત
હતો. તેની વિરાટ કાંધ અત્યન્ત ઊભરાયેલ અને મનોહર
હતી. તેનાં રોમ સૂક્ષ્મ અને અતિ સુંદર હતાં. તેમજ સુકોમળ હતાં. તેના અંગ સ્થિર, સુગઠિત, માંસલ અને પુષ્ટ હતાં. તેના શિંગડાં વર્તુળાકાર, સુંદર, ઘી જેવા ચીકણાં અને તીક્ષ્ણ હતાં. તેના દાંત અક્રૂર (હિંસક નહિ એવા) ઉપદ્રવ રહિત, એક સરખી કાંતિવાળા, પ્રમાણસર તથા શ્વેત હતાં. તે વૃષભ અગણિત ગુણોરૂપી મંગલોના ધામ સમાન હતો. [બીજું સ્વપ્ન]
[૩] ત્યારપછી ત્રિશલા ક્ષત્રિયાણી ત્રીજા સ્વપ્નામાં સિંહને જુએ છે. તે સિંહ હાર-સમૂહ, ક્ષીરસાગર, ચંદ્રકિરણો, જળ-કણ અને રજત પર્વત સમાન અત્યંત ઉજ્જવળ હતો, રમણીય હતો, દર્શનીય હતો, સ્થિર અને દૃઢ પંજાવાળો હતો. તેની દાઢો ગોળ, અતિ પુષ્ટ, અંતરરહિત, શ્રેષ્ઠ અને તીક્ષ્ણ