________________
યામ્માન
કલ્પ [બાસાં સૂત્ર
વ્યાખ્યાન-૨
पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरितं
પર્યુષણ મહાપર્વ
દિવસ-૪ વ્યાખ્યાન-૨
[૧૬/૨] ચાર ગતિનો અંત કરનાર એવા શ્રેષ્ઠ ધર્મના ચક્રવર્તી છે.
ભવસાગરમાં દ્વીપસમાન, રક્ષણ કરનાર, શરણરૂપ, આશ્રયરૂપ અને આધારરૂપ છે. અખંડ અનુપમ એવા શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનના ધારણ કરનારા, પ્રમાદથી રહિત, સ્વયં રાગદ્વેષને જીતનારા, બીજાને જીતાડનારા, પોતે સંસાર સાગરથી તરી જનારા અને બીજાને તારનારા છે. પોતે બોધને પામેલા અને બીજાને બોધ આપનારા છે. પોતે કર્મથી મુક્ત છે અને બીજાને કર્મથી મુક્ત કરાવનાર છે. સર્વજ્ઞ, સર્વદર્શી છે તથા શિવરૂપ (મંગળમય), અચળ-સ્થિર, અરજ-રોગરહિત, અનંતઅંત હિત, અક્ષય-ક્ષય રહિત, અવ્યાબાધ-બાધા પીડા રહિત, અપુનરાવૃત્તિ-જ્યાંથી ફરી પાછા ફરવું નથી એવા સિદ્ધગતિ નામના સ્થાનને જેઓ પામી ગયા છે એવા ભયને જીતનારા, રાગદ્વેષને જીતનારા એવા ભગવાનને મારા નમસ્કાર થાઓ.
નમસ્કાર થાઓ શ્રમણ ભગવાન મહાવીરને કે જેઓ ધર્મની આદિ કરનારા છે, ચરમ તીર્થકર છે. પૂર્વ તીર્થકરોએ