________________
સૂત્ર-૨૮૨ થી ૨૮૪
૧૫
જેટલા સમયમાં તે પરા વાલાણ શૂન્ય થાય, એકદમ ખાલી થઈ જાય તેટલા કાળને સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહેવામાં આવે છે. દસ ક્રોડાકોડી સુખ ઉદ્ધાર પલ્યોપમનો એક સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ થાય છે.
પ્રથમ * સૂમ ઉદ્ધાર પલ્યોપમ અને સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમથી શું પ્રયોજન સિદ્ધ થાય છે ? ઉત્તર : સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ અને સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમથી હીપન્સમુદ્રોનું માપ કરાય છે.
પન :- ભગવન ! ઉદ્ધારની અપેક્ષાએ કેટલા દ્વીપસમુદ્રો પરૂપ્યા છે ? ઉત્તર : ગૌતમ અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમના જેટલા ઉદ્ધાર સમયો છે, તેટલા દ્વીપ સમુદ્રો કહ્યા છે.
• વિવેચન-૨૮૨/૧ થી ૨૮૪/૧ :
આ ત્રણ સૂત્રો દ્વારા સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમનસાગરોપમનું સ્વરૂપ દર્શાવ્યું છે. વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ જેવું જ તેનું સ્વરૂપ છે. માત્ર વ્યાવહારિક પલ્યોપમનું પ્રમાણ નિર્દેશ કરવામાં એકથી સાત દિવસના વાવાઝને પચમાં ભરવાનું કથન છે. જ્યારે આ સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમમાં તે જ વાલાષ્ટ્રના અસંખ્યાત-અસંખ્યાત ખંડ કરી ભરવાનું વિધાન છે. વાતાગ્રના આ જે ખંડ કરવામાં આવે તે નિર્મળવિશદ્ધ નેકવાળા છવાસ્થ પુરુષને દષ્ટિગોચર થતાં સૂમ પુદગલ દ્રવ્યના અસંખ્યાતમાં ભાગ જેવડા હોય છે અને સૂક્ષ્મ પનકના જીવના શરીરથી અસંખ્યાત ગુણા મોટા હોય છે.
અઢી સૂમ ઉદ્ધાર સાગરોપમ અર્થાત્ પચીસ ક્રોડાકોડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમના સમય પ્રમાણ હીપ-સમુદ્રો મધ્યલોકમાં છે.
• સૂત્ર-૨૮૪/૨ થી ૨૮૬/૧ -
પ્રથન • અદ્ધા પલ્યોપમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અદ્ધાપલ્યોપમના બે પ્રકાર છે, (૧) સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ (૨) વ્યાવહારિક અદ્ધાપલ્યોપમ.
તેમાં જે સૂમ હતા પલ્યોપમ છે તે સ્થાપ્ય છે અથતિ તેનું કથન પહેલાં ન કરતાં વ્યાવહારિક અદ્ધા પલ્યોપમનું વર્ણન પહેલાં કરે છે.
તેમાં વ્યવહારિક અદ્ધા પલ્યોપમ આ પ્રમાણે થય છે, જેમકે કોઈ ઉભેધાંગુલથી એક યોજન લાંબા, એક યોજન પહોળા અને એક યોજના ઊંડા અને સાધિક ત્રણ યોજનની પરિધિવાળા પત્રને એક-બે-ત્રણ વગેરે સાત દિવસ સુધીના ઉગેલા વાવાઝથી ઠાંસીઠાંસીને ભરે કે જેને આનિ બાળી ન શકે, પવન તે વાલાણોને ઉડાડી ન શકે, તે કોહવાય નહીં, તેનો વિહંસ થાય નહીં અને તેમાં દુધ ઉત્પન્ન થાય નહીં. સો-સો વર્ષે તે પરામાંથી એક-એક વાલાઝ કાઢતા કાઢતા, જેટલા સમયમાં તે પરા વાલાણોથી રહિત, નીરજ, નિર્લેપ સાવ ખાલી થઈ જાય તેટલા કાળને વ્યાવહારિક અહદ્ધા પલ્યોપમ કહે છે. દસ ક્રોડાકોડી વ્યાવહારિક અદ્ધા પલ્યોપમનો એક વ્યાવહારિક અદ્ધા સાગરોપમ થાય.
૧૩૬
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન વ્યાવહારિક અદ્ધા પલ્યોપમ અને સાગરોપમથી શું પ્રયોજન સિદ્ધ થાય છે ? વ્યાવહારિક પલ્યોપમ અને સાગરોપમથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. તે માત્ર પ્રરૂપણા માટે જ છે. આ વ્યાવહારિક અદ્ધાપલ્યોપમનું સ્વરૂપ છે.
• વિવેચન-૨૮૪/૨ થી ૨૮૬/૧ -
આ ત્રણ સૂત્ર દ્વારા અદ્ધા પલ્યોપમના ભેદ અને વ્યાવહારિક અદ્ધા પલ્યોપમનું સ્વરૂપ સમજાવ્યું છે. ઉદ્ધાર પલ્યોપમ જેવું જ અદ્ધાપલ્યોપમનું વર્ણન જાણવું. ઉલ્લેધાંગુલના માપ અનુસાર એક યોજન લાંબા, પહોળા અને ઊંડા પત્રમાં એકથી સાત દિવસના ઉગેલા વાળને ઠસોઠસ ભરી, દર સો વર્ષે એક વાલાણ કાઢતા સંપૂર્ણ પણે તે પલ્ય ખાલી થઈ જાય તેટલા કાળને વ્યાવહારિક અદ્ધા પલ્યોપમ કહે છે. વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમમાં પ્રત્યેક સમયે એક-એક વાલાણ કાઢવામાં આવે છે. જયારે વ્યાવહારિક અદ્ધા પલ્યોપમમાં દર સો વર્ષે એક-એક વાલાણને કાઢવામાં આવે છે. વ્યાવહારિક અદ્ધા પલ્યોપમ અને અસંખ્યાત કોટિવર્ષ પ્રમાણ જાણવો. દસ ક્રોડાકોડી પલ્યોપમ બરાબર એક વ્યાવહારિક અદ્ધા સાગરોપમ થાય છે.
• સૂત્ર-૨૮૬/૨ થી ૨૮૮ :
પ્રશ્ન :- સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- તે સ્વરૂપ આ પ્રમાણે છે, જેમકે કોઈ ઉન્મેધાંગુલ અનુસાર એક યોજન લાંબો, એક યોજન પહોળો, એક યોજન ઊંડો અને સાધિક ગણ યોજનની પરિધિવાળા પાને એકથી સાત દિવસના ઉગેલા વાલાઝથી ભરે. તે વાલાણના અસંખ્યાતઅસંખ્યાત ખંડ કરવામાં આવે. તે પ્રત્યેક ખંડ વિશુદ્ધ આંખવાળાના ચક્ષના વિષયભૂત પદાર્થ કરતાં અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને સુક્ષ્મ પનકના શરીરવગાહના કરતાં અસંખ્યાતગુણ અધિક હોય છે. બાદર પૃવીકાયિક એક જીવની અવગાહના જેવડા હોય છે. સો-સો વર્ષે એક-એક વાલાણ ખંડોને બહાર કાઢતા જેટલા સમયમાં તે પલ્ય વાલાગ ખંડોથી વિહીન, નીરજ, નિર્લેપ અને સંપૂર્ણ ખાલી થાય તેટલા કાળને સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ કહે છે. દસ ક્રોડાકોડી સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ બરાબર એક સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ છે.
પ્રથન • આ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ અને સૂક્ષ્મ અદ્ધા સાગરોપમથી કર્યું પ્રયોજન સિદ્ધ થાય છે ? ઉત્તર કે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ અને સાગરોપમથી નાક, તિર્યચ, મનુષ્ય અને દેવના આયુષ્યની સ્થિતિ માપવામાં આવે છે.
• વિવેચન-૨૮૬/૨ થી ૨૮૮ :
સૂમ અદ્ધા પલ્યોપમમાં વ્યાવહારિક અદ્ધા પલ્યોપમ પ્રમાણે જ પત્રનું માપ વગેરે જાણવા. અહીં પ્રત્યેક વાલાણના અસંખ્યાત-અસંખ્યાત ખંડ કરી પચમાં ભરવા અને સો-સો વર્ષે એક-એક વાસાગ્ર ખંડ બહાર કાઢતાં તે પચ સંપૂર્ણપણે જેટલા કાળમાં ખાલી થાય તેટલા કાળને સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ કહે છે. આવા દસ ક્રોડાકોડી