________________
સૂત્ર-૨૭૫ થી ૨૩૯
૧૩૩
30 મુહd = ૧ અહોરાત્ર
લાખ પૂર્વ = ૧ ગુટિતાંગ ૧૫ અહોરાત્ર = ૧ પક્ષ
૮૪ લાખ ગુટિતાંગ = ૧ ગુટિત ૮૪ લાખ ગુટિd = ૧ અડડાંગ ૮૪ લાખ આવવી = ૧ હહુકાંગ ૮૪ લાખ અssiણ = ૧ અss ૮૪ લાખ હહુકાંગ = ૧ હક ૮૪ લાખ અડડ = ૧ આવવાંગ ૮૪ લાખ હહુક = ઉત્પલાંગ ૮૪ લાખ આવવાંગ = ૧ અવવ
આ રીતે ૮૪ લાખથી ગુણતાં ત્યારપછીની સશિ ક્રમશઃ પ્રાપ્ત થાય છે. તેનો કમ આ પ્રમાણે છે - ઉત્પલ, પwાંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અનિપુરાંગ, અનિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા. શીર્ષ પહેલિકા સુધી જ ગણના છે, ગણિતનો વિષય પણ ત્યાં સુધી જ છે, ત્યારપછી ઉપમાકાળનો વિષય છે.
• વિવેચન-૨૭૫/૨ થી ૨૭૯ :
આ સૂત્રમાં ગણનાકાળનું વર્ણન છે. ગણનાકાળમાં સમય પછીનું પ્રથમ એકમ આવલિકા છે અને અંતિમ એકમ શીર્ષ પ્રહેલિકા છે. અમુક ગણનીય નિશ્ચિત સંખ્યાથી આવલિકાનો નિશ્ચય શક્ય નથી. તેથી જ સૂત્રમાં અસંખ્યાત સમયોની એક આવલિકા કહી છે. ઉચ્છવાસથી શીર્ષપ્રહેલિકા સુધીના માપ નિશ્ચિત સંખ્યાથી બતાવ્યા છે. ગ્રંથાંતરોમાં કાલગણનાના આ એકમો અને ક્રમમાં તફાવત જોવા મળે છે. શીર્ષપ્રહેલિકા સધી જ ગણના કાળ છે. ત્યારપછી ઉપમાનો આશ્રય લેવામાં આવે છે.
• સૂત્ર-૨૮૦/૧ :
પન ઔપમિક કાળ પ્રમાણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- ઔપમિક કાલ પ્રમાણ બે પ્રકારનો છે, તે આ પ્રમાણે છે . પલ્યોપમ અને સાગરોપમ.
• વિવેચન-૨૮૦/૧ - પચ એટલે ધાન્ય ભરવાના પ૨. તેની ઉપમાથી જે કાળમાનનો નિશ્ચય ચ તે પલ્યોપમ અને સાગરની ઉપમાથી જે કાળમાન જાણી શકાય તે સાગરોપમ કહેવાય છે.
• સૂત્ર-૨૮૦/૨ થી ૨૮૨/૧ -
ધન :- પલ્યોપમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- પલ્યોપમના ત્રણ પ્રકાર છે. (૧) ઉદ્ધાર પલ્યોપમ, (૨) અદ્ધા પલ્યોપમ (૩) ક્ષેત્ર પલ્યોપમ.
પ્રશ્ન - ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર :* ઉદ્ધાર પલ્યોપમના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ (વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ. તેમાં જે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ છે તે સ્થાપનીય છે અતિ તેની વ્યાખ્યા પછી કરવામાં આવશે.
ઉત્સધાંગુલથી એક યોજન લાંબો, એક યોજન પહોળો, એક યોજના ઊડી અને કાંઈક અધિક પ્રણગુણી પરિધિવાળો કોઈ ખાડો હોય તેને માથાનું મુંડન કરાવ્યા પછીના એક-બે-ત્રણ અને વધુમાં વધુ સાત દિવસના ઉગેલા
૧૪
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન વાલાઝથી એવો ઠાંસીઠાંસીને ભરવામાં આવે કે અગ્નિ તેને બાળી ન શકે, વાયુ તેને ઉડાડી ન શકે, તે કોહવાય નહીં, વિધ્વંસ પામે નહીં સડીને તેમાં દુર્ગધ ઉત્પન્ન થાય નહીં તેવા તે ખાડામાંથી સમયે-સમયે એક-એક વાલાને કાઢવામાં આવે અને જેટલા સમયમાં તે પત્ર ક્ષીણ, નીરજ, નિર્લેપ ખાલી થઈ જાય, તેટલા કાળને વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ કહે છે.
પ્રશ્ન :- આ વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ અને વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમથી શું પ્રયોજન સિદ્ધ થાય છે ? ઉત્તર :- તેનાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. માત્ર પ્રરૂપણા માટે જ છે. આ વ્યવહારિક ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ છે.
• વિવેચન-૨૮૦/૨ થી ૨૮૨/૧ :
આ સૂત્રમાં સૂત્રકારે વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ અને વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમનું સ્વરૂપ વર્ણવ્યું છે. સૂત્રમાં માત્ર પરા કહેવામાં આવ્યું છે પરંતુ ઉસેધાંગુલથી નિપજ્ઞ એક યોજન પ્રમાણ લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ ધરાવતો પલ્ય અહીં અભિપ્રેત છે. એક યોજન લાંબો પહોળો, ઊંડો અને કાંઈક અધિક ત્રણ યોજનની પરિધિ યુક્ત તે પરાને વાળથી ભરવામાં આવે. તે વાળ મુંડન કરાવ્યા પછીના એક-બેત્રણ વધુમાં વધુ સાત દિવસના ઉગેલા હોવા જોઈએ. સાત દિવસથી વધુ દિવસના વાળ અપેક્ષાએ સ્કૂલ અને મોટા હોય તેથી તે અહીં ગ્રાહ્ય નથી. તે પચ વાલાગાથી ખીચોખીચ અને પરિપૂર્ણ, ઠાંસીને એવો ભરવામાં આવે કે અગ્નિ તેને બાળી ન શકે કે પવન તેને ઉડાડી ન શકે. સમયે-સમયે તેમાંથી એક-એક વાલાણ બહાર કાઢતા જેટલા સમયમાં તે સંપૂર્ણતયા ખાલી થઈ જાય તેટલા કાળને વ્યાવહારિક ઉદ્ધાર પ્લયોપમ કહેવામાં આવે છે. તેવા દશ ક્રોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ થાય છે.
કોઈપણ વસ્તુનું કાળમાન વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ કે વ્યાવહારિક સાગરોપમચી જ્ઞાત થતું નથી. તેથી તેને માત્ર પ્રરૂપણા કરવા યોગ્ય કહેલ છે. સાક્ષાત્ પ્રયોજન ભલે ન હોય તો પણ સૂક્ષ્મ ઉદ્ધારાદિ પલ્યોપમને સમજવામાં આ વ્યાવહારિક પલ્યોપમની પ્રરૂપણા ઉપયોગી થાય છે.
• સૂત્ર-૨૮૨૧ થી ૨૮૪/૧ -
પ્રશ્ન :- સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ધાન્યના પલ્સ (પાલી) સમાન કોઈ એક યોજન લાંબો, એક યોજન પહોળો, એક યોજના
ડો અને કાંઈક અધિક ત્રણ યોજનની પરિધિવાળો પલ્ય હોય, તે પલ્સને એક-બે-ત્રણ વગેરે વધુમાં વધુ સાત દિવસના ઉગેલા વાલાના અસંખ્યાતઅસખ્યાત ટુકડા કરવામાં આવે. વાવાઝના ટુકડા, અખિનો વિષય બનતાં પદાર્થ કરતાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને સૂક્ષ્મ પનક જીવોના શરીરની અવગાહના કરતાં અસંખ્યાતગુણા અધિક હોય છે. તે વાળ ખંડોને એવા ઠાંસીઠાંસીને ભરવામાં આવે કે અનિ-વાણુ વગેરે શસ્ત્ર તેને બાળી કે ઉડાડી ન શકે, સમયે-સમયે એક-એક વાલાણ ખંડોને બહાર કાઢવામાં આવે અને