________________
સૂત્ર-૩૧૧
દ્રવ્ય સંખ્યા, બે અનુયુક્ત આત્મા હોય તો બે આગમતઃ દ્રવ્ય સંખ્યા અને ત્રણ અનુપયુક્ત આત્મા હોય તો ત્રણ આગમતઃ દ્રવ્ય સંખ્યા કહેવાય છે. નૈગમનયની દૃષ્ટિએ જેટલા અનુપયુક્ત આત્મા હોય, તેટલી આગમતઃ દ્રવ્ય સંખ્યા કહેવાય છે. વ્યવહારનય પણ નૈગમનયની જેમ જ જેટલા અનુપયુક્ત આત્મા હોય, તેટલી આગમતઃ દ્રવ્ય સંખ્યાને સ્વીકારે છે.
૨૨૯
સંગ્રહનય એક અનુપયુક્ત આત્માને એક દ્રવ્ય સંખ્યા અને અનેક અનુપયુક્ત આત્માઓને અનેક આગમદ્રવ્ય સંખ્યા રૂપે ન સ્વીકારતા, સર્વને એક જ આગમતદ્રવ્ય સંખ્યારૂપે સ્વીકારે છે.
ઋજુસૂત્ર નયની અપેક્ષાએ વર્તમાન કાલીન એક અનુપયુક્ત આત્મા, એક આગમતદ્રવ્ય સંખ્યા જ છે. તે ભેદનો સ્વીકાર કરતો નથી.
ત્રણે શબ્દનય અનુપયુકત જ્ઞયકને અવસ્તુ-અસત્ માને છે. જે જ્ઞાયક છે, તે અનુયુક્ત ઉપયોગ રહિત ન હોય અને જે અનુપયુક્ત છે, તે ફ્લાયક હોઈ શકે નહીં. તેથી આગદ્રવ્ય સંખ્યાનો સંભવ જ નથી. પૂર્વે આવશ્યકના પ્રકરણમાં નયદષ્ટિએ વિચારણા કરી છે, તેમ જ અહીં સમજવું.
નોઆગમત દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? નોઆગમ દ્રવ્યસંખ્યાના ત્રણ પ્રકાર છે. જેમકે (૧) જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા, (૨) ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યા, (૩) ગાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્ય સંખ્યા.
પા :- જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- “સંખ્યા’ પદના જ્ઞાતાનું શરીર કે જે વ્ય૫ગત-ચૈતન્ય રહિત થઈ ગયું છે. ચ્યુત, ચાહિત વ્યક્તદેહ યાવત્ જીવરહિત શરીર. જોઈને કોઈ કહે કે અહો ! આ શરીરરૂપ પુદ્ગલ સમુદાયે ‘સંખ્યાપદ' ગુરુ પાસેથી ગ્રહણ કર્યું હતું, વાચ્યું હતું યાવત્ ઉપદર્શિત કર્યું હતું, સમજાવ્યું હતું. સંખ્યાપદના જ્ઞાતાનું આ નિર્જીવ શરીર ગાયક શરીર દ્રવ્ય સંખ્યા કહેવાય છે.
-
yoot :- તેનું કોઈ દષ્ટાંત છે ? ઉત્તર - હા, ઘડામાં ઘી ભરતા હોય તે ઘડામાંથી ઘી કાઢી લીધા પછી પણ (ભૂતકાળની અપેક્ષાએ) ‘આ ઘીનો ઘડો છે' તેમ કહેવાય છે. તે જ રીતે સંખ્યાપદને જાણનાર વ્યક્તિનું મૃતક શરીર હોય તે જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા કહેવાય છે.
- વિવેચન-૩૧૧/૩ :
જ્ઞાયક શરીર નોઆગમ દ્રવ્ય સંખ્યામાં આત્માનો શરીરમાં આરોપ કરી જીવના વ્યક્ત શરીરને નોઆગમ દ્રવ્ય કહેલ છે. મૃતક શરીરમાં જ્ઞાન નથી. માટે નોઆગમતઃ કહેલ છે અને ભૂત પર્યાયની અપેક્ષાએ દ્રવ્ય કહેલ છે.
આયુષ્ય કર્મ ભોગવાય જવાથી સહજ રીતે આયુષ્ય પૂર્ણ થતાં જીવરહિત જે શરીર હોય તે ચ્યુત કહેવાય છે. વિષ વગેરે પ્રયોગથી આયુષ્ય તૂટતાં જે નિર્જીવ શરીર હોય તે સ્ત્રાવિત શરીર કહેવાય છે અને સંલેખના-સંથારાપૂર્વક સ્વેચ્છાથી
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
ત્યાગવામાં આવતું શરીર ચતદેહ, ત્યક્ત શરીર કહેવાય છે. આ ત્રણ વિશેષણ કહેવાનો આશય એ છે કે આમાંથી કોઈપણ પ્રકારે મરણ પામેલા વ્યક્તિનું શરીર
હોય. તેને નોઆગમતઃ જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા કહે છે.
- સૂત્ર-૩૧૧/૪ ઃ
૨૩૦
પ્રા :- ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- જન્મ સમયે જે જીવ યોનિમાંથી બહાર આવ્યો છે અર્થાત્ જે બાળકનો જન્મ થયો છે, તે ભવિષ્યમાં આ શરીરપિંડ દ્વારા જિનોપદિષ્ટ ભાવાનુસાર સંખ્યા પદને ભણશે, વર્તમાનમાં ભણતો નથી. ભવિષ્યમાં ભણનાર તેવા બાળકના આ શરીરને ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યા કહેવામાં આવે છે.
૫ - તેનું કોઈ દષ્ટાંત છે ? ઉત્તર :- હા, ઘી ભરવા માટે ઘડો લાવવામાં આવ્યો હોય, હજુ તેમાં ઘી ભર્યું ન હોય છતાં પણ તે ઘડા માટે 'ઘીનો ઘડો' તેવો શબ્દપ્રયોગ થાય છે. તેમ આ બાળકે હજુ સંખ્યાપદનું જ્ઞાન મેળવ્યું નથી પણ આ શરીર દ્વારા ભવિષ્યમાં સંખ્યા પદને જાણશે, માટે બાળકના આ શરીરને ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યા કહેવામાં આવે છે.
• વિવેચન-૩૧૧/૪ :
અહીં જ્ઞાયકશરીરમાં ભૂતકાલના કારણે નોઆગમતઃ દ્રવ્ય સંખ્યા અને ભવ્ય શરીરમાં ભવિષ્યકાલના કારણે નોઆગમતઃ દ્રવ્ય સંખ્યા કહેલ છે. જ્ઞાયક શરીરમાં મૃત શરીરનું કથન અને ભવ્ય શરીરમાં નવજાત બાલકનું કથન છે. - સૂગ-૩૧૧/૫ ઃ
પ્રશ્ન :- જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિક્તિ દ્રવ્યશંખનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ગાયક શરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યશંખ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે – (૧) એકભવિક, (૨) બદ્ધાયુક (૩) અભિમુખ નામ ગોત્ર. • વિવેચન-૩૧૧/૫ --
આ સૂત્રમાં ‘સંખ' શબ્દથી બેઈન્દ્રિય જીવવાળા શંખને ગ્રહણ કર્યો છે. 'સંઘ' શબ્દની સંસ્કૃત છાયા સંખ્યા અને શંખ બંને થાય છે. તદ્બતિક્તિ નોઆગમતઃ દ્રવ્ય સંખ્યામાં ત્રણ પ્રકારના શંખનું ગ્રહણ કર્યું છે - (૧) એકભવિક, (૨) બદ્ધયુષ્ક, (3) અભિમુખ નામગોત્ર.
(૧) એકભવિક-જે જીવ વર્તમાનભવનું આયુષ્ય પૂર્ણ કરી શંખ રૂપે ઉત્પન્ન થવાના જ છે, તે એક ભવિક કહેવાય છે, (૨) બદ્ધાયુક-જે જીવ વર્તમાન ભવ પછી ‘શંખ’ રૂપે ઉત્પન્ન થવાના છે અને શંખ પર્યાય યોગ્ય આયુષ્યનો બંધ કરી લીધો છે, તે બદ્ધાસુષ્ક કહેવાય છે, (૩) અભિમુખ નામગોત્ર - જીવ નિકટના ભવિષ્યમાં શંખરૂપે ઉત્પન્ન થવાના છે. વર્તમાન ભવના આયુષ્યનો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત જેટલો સમય જ બાકી છે. એક સમય કે અંતર્મુહૂર્ત પછી તે જીવને શંખાયુષ્ય, બેઈન્દ્રિય જાતિ વગેરે પ્રકૃતિઓ ઉદયાભિમુખ થશે, તેવા જીવને અભિમુખ