________________
સૂટ-૩૧૦
૨૨૩
કહો છો? જે તપુરુષ સમાસથી કહેતા હો તો તેમ ન કહો અને જે કર્મધારય સમાસની અપેક્ષાએ કથન કરવું હોય તો વિશેષતા સાથે કથન કરવું જોઈએ. ધર્મ અને તેનો જે પ્રદેશ તે ધર્મોપદેશ (પદેશનું સમસ્ત ધમસ્તિકાય સાથે સમાનાધિકરણ થઈ જવાથી) તે જ પ્રદેશ ધમસ્તિકાયરૂપ. છે. આધમસ્તિકાય અને તેનો જે પ્રદેશ, તે જ પ્રદેશ અધમસ્તિકાય રૂપ છે. આકાશ અને તેનો જે પ્રદેશ, તે જ પ્રદેશ આકાશmસ્તિકાય રૂપ છે, એક જીવ અને તેનો જે પ્રદેશ, તે જ પ્રદેશ નોજીવાસ્તિકાયાત્મક છે તથા સ્કંધ અને તેનો જે પ્રદેશ, તે જ નોસ્કંધાત્મક છે.
આ પ્રમાણે કથન કરતાં સમભિરૂઢ નયને તુરંત જ એવભૂત નય કહે છે કે ધમસ્તિકાયના પ્રદેશ વિષયમાં તમે જે કહો છો તે સમીચીન નથી. મારા મતે તો દ્રવ્ય, સર્વ ફન-દેરા-uદેશની કલ્પના રહિત, પ્રતિપૂર્ણ અને નિરdોષઅવયવ રહિત છે. એક ગ્રહણ ગૃહીત છે અથતિ એક નામથી ગ્રહણ થાય છે. દેશપણ આવતુ છે અને પ્રદેશ પણ વસ્તુ છે. આ રીતે પ્રદેશના દષ્ટાંતથી નયનું સ્વરૂપ વર્ણન પૂર્ણ થયું.
• વિવેચન-૩૧૦/૪ :
જેના વિભાગ ન થઈ શકે તેવા સ્કંધના નિર્વિભાગ ચશને પ્રદેશ કહેવામાં આવે છે. પગલાસ્તિકાયનો સમગ્રપિંડ અર્થાત કે પદ્ગલ દ્રવ્ય માટે અહીં સ્કંધ શબ્દનો પ્રયોગ કરેલ છે. સ્કંધનો બુદ્ધિ કથિત વિભાગ અથ બેચાર-દસ વગેરે પ્રદેશોના સમુદાયને દેશ કહેવામાં આવે છે.
સાતે નયના પ્રદેશ વિષયક મતો સંક્ષેપમાં આ પ્રમાણે છે – (૧) નૈગમનયપvi પ્રવેશ: ૫ પ્રાઃ | (૨) સંગ્રહનય - પંડ્યાનાં પ્રવેશ: ઈશ્વ પ્રવેશ: I (3) વ્યવહારનય - પંવવિધ પ્રવેશ: ! (૪) જુસૂઝનય - ભવ્ય પ્રવેશ: I (૫) શબ્દનય - પ્રવેશ: ૪ ધર્મપ્રવેશ: I (૬) સમભિરૂઢનય - અશ્વ વેળ% જ પ્રવેશ: Of: I (9) એવંભૂતનવ-દેશ પ્રદેશને અવસ્તુ માને છે, ધમદિ દ્રવ્ય અખંડ છે.
આ પ્રમાણે આ સાતે નય પોત-પોતાના મતની સત્યતા સિદ્ધ કરવા કટિબદ્ધ થાય અને દુરાગ્રહી બને તો તે દુર્ણય કહેવાય. સાતે નય પોતાના નયની સ્થાપના સાથે અન્ય નયની ઉપેક્ષા કરે, તેને ગૌણ બનાવે તો સાપેક્ષ સ્થિતિમાં તે સુનય કહેવાય છે. આ ત્રણે દષ્ટાંતથી સ્પષ્ટ થાય છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ સર્વે નય પ્રમાણનો વિષય છે. પ્રસ્થકના દેટાંતમાં કાળની મુખ્યતા છે, વસતિના દેટાંતમાં ક્ષેત્રની અને પ્રદેશના દટાંતમાં દ્રવ્ય અને ભાવની મુખ્યતા છે. આ ત્રણ દષ્ટાંત તો ઉપલક્ષણ માત્ર છે. નયો દ્વારા જીવાદિ પદાર્થોનું સ્વરૂપ વર્ણવાય છે.
• સૂત્ર-૩૧૧/૧ :- પન • સંખ્યા પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :* સંખ્યા પ્રમાણના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) નામ સંસ્થા, () સ્થાપના સંખ્યા, (૩)
૨૨૮
“અનુયોગ દ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન દ્રવ્ય સંખ્યા, (૪) ઔપભ્ય સંખ્યા, (૫) પરિમાણ સંખ્યા, (૬) જ્ઞાન સંખ્યા, (2) ગણના સંખ્યા, (૮) ભાવ સંwા.
• વિવેચન-૩૧૧/૧ :
ગણનાને સંખ્યા કહેવામાં આવે છે અથવા જેના દ્વારા ગણના કરાય તેને સંખ્યા કહેવામાં આવે છે. સંખ્યા રૂપ પ્રમાણ સંખ્યા પ્રમાણ છે. શંખ શબ્દમાં શ નો સ થવાથી ણા શબ્દ બને છે. આ સંખા શબ્દ શંખ અને સંખ્યા બંનેનો વાચક છે. ‘સંઘ' શબ્દથી સંખ્યા અને શંખ આ બંને અર્થ ગ્રહણ થાય છે.
• સૂત્ર-૩૧૧/ર
પ્રશ્ન :- નામ સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જે જીવ, અજીવ, જીનો કે અજીવો અથવા જીવાજીવ, જીવાજીવોનું ‘સંખ્યા', એવું નામ રાખવામાં આવે તો તે નામસંખ્યા કહેવાય છે.
પ્રશ્ન :સ્થાપના સંખ્યાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- જે કાષ્ઠ કર્મ, પુસ્તક કર્મ, ચિત્રકમ, લેયકર્મ, ગૂંથણકર્મ, વેટિમ, પૂમિ, સંધાતિમ, અન્ન, વરાટકમ, એક કે અનેકની સદ્ભૂત અથવા અસદ્ભૂત રૂપે ‘આ સંખ્યા છે' તેની સ્થાપના કરવામાં આવે તો, તે સ્થાપના સંખ્યા કહેવાય છે.
ધન :- નામ અને સ્થાપનામાં શું તફાવત છે ? ઉત્તર :- નામ યાવ-કથિત હોય આથતિ વસ્તુ રહે ત્યાં સુધી રહે છે. સ્થાપના ઈન્ડરિક-વલપકાલિક પણ હોય અને ચાવ કથિત પણ હોય.
ધન :- દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- દ્રવ્યસંખ્યાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - આગમથી દ્રવ્ય સંખ્યા અને નોઆગમથી દ્રવ્ય સંખ્યા.
પ્રશ્ન :- આગમથી દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- જેણે ‘સંખ્યા' આ પદને શીખી લીધું છે, તે જ્ઞાનને હૃદયમાં સ્થિર કર્યું છે, જિત કર્યું છે - તત્કાલ સ્મરણમાં આવી શકે તેવું યાદ કર્યું છે, મિત-મનન કર્યું છે, અધિકૃત કર્યું છે અથવા આનુપૂર્વી અનાનુપૂર્વ પૂર્વક વારંવાર રટી લીધું છે ચાવતું નિદોષ સ્પષ્ટ સ્વરથી જેનું ઉચ્ચારણ કર્યું છે, ગુરુ પાસેથી વાચના પ્રાપ્ત છે, આ રીતે તે વાચના, પૃચ્છના, પરાવતના તેમજ ધર્મકથાથી યુક્ત હોવાથી આગમતી દ્રવ્ય સંખ્યા કહેવાય છે. જ્ઞાન છે માટે આગમથી અને ઉપયોગ નથી માટે દ્રવ્ય કહ્યું.
• વિવેચન-૩૧૧/ર :
સૂત્રમાં દ્રવ્ય સંખ્યાના પ્રથમ ભેદ આગમથી દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ વર્ણવ્યું છે. કોઈ મનુષ્ય સંખ્યા પદનો સર્વપ્રકારે જ્ઞાતા હોય પરંતુ તેમાં ઉપયોગ ન હોય ત્યારે તે આગમ દ્રવ્ય સંખ્યા કહેવાય છે.
• સૂત્ર-૩૧૧/૩ - નૈગમ નાની અપેક્ષાએ એક અનુપયુકત આત્મા હોય તો એક આગમતઃ