________________
સૂ-૩૦૯
૨૨૧
સામાયિક ચાત્રિ કહેવાય છે.
૨. છેદોષસ્થાનીય ચાત્રિ :- જે ચાસ્ત્રિમાં પૂર્વ પર્યાયનો છેદ કરી પુનઃ મહાવ્રતોની ઉપસ્થાપના કરવામાં આવે તે છેદોષસ્થાપનીય ચાત્રિ કહેવાય છે. તેના બે ભેદ છે - સાતિચાર અને નિરતિચાર, સાતિચાર - મહાવ્રતાદિમાં દોષ લાગ્યા હોય ત્યારે દીક્ષાપયિનો છેદ કરી પુનઃ મહાવતનું આરોપણ કરવામાં આવે તે સાતિચાર છેદોપસ્થાપન કહેવાય છે. નિરતિચાર - ભરત, ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં જયારે મહાવતનું આરોપણ કરાય છે. ત્યારે, વડી દીક્ષાના સમયે પૂર્વચારિતન છેદ કરી મહાવ્રતોમાં ઉપસ્થાપિત કરાય અથવા સાધુ એક તીર્થમાંથી બીજા તીર્થમાં સમ્મિલિત થાય ત્યારે પુનઃ દીક્ષા આપવામાં આવે તે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. જેમકે પાર્થ પરંપરાના કેશ સ્વામી મહાવીર સ્વામીના તીર્થમાં આવ્યા ત્યારે તેઓને મહાવતારોપણ કરવામાં આવ્યું.
૩. પરિહાર વિશુદ્ધ ચાસ્ત્રિ :- પરિહાર એટલે તપ વિશેષ. વિશેષ પ્રકારના તપથી જે ચારિત્રમાં વિશુદ્ધિ પ્રાપ્ત થાય તેને પરિહાર વિશુદ્ધ ચાસ્ત્રિ કહે છે. આ પરિહાવિશુદ્ધ ચારિત્રના બે ભેદ છે. ૧. નિર્વિશ્યમાનક અને ૨. નિર્વિષ્ટકાયિક,
નિર્વિશ્યમાનક - આ ચાસ્ત્રિમાં પ્રવેશી તપોવિધિ પ્રમાણે જે તપ કરે છે તે નિર્વિશ્યમાનક કહેવાય છે.
નિર્વિષ્ટકાયિક :- તપોવિધિ અનુસાર તપ આરાધના જેણે કરી લીધી છે તે નિર્વિષ્ટકાયિક કહેવાય છે. નિર્વિશ્યમાનક તપ આરાધના કરે છે અને નિર્વિષ્ટકાયિક તપ આરાધકોની સેવા કરે છે.
૪. સૂક્ષ્મસંપરાય ચારિત્ર - જીવ જેના કારણે સંસારમાં પરિભ્રમણ કરે તેને સંપાય કહેવામાં આવે છે. કષાયના કારણે જીવ ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. માટે ક્રોધ-માન-માયા-લોભરૂ૫ કષાયને સંપાય કહેવાય છે. જે ચાસ્ત્રિમાં સક્ષમ સંજવલન લોભનો ઉદય હોય, અન્ય ક્રોધાદિ કષાય ન હોય તેવા દસમા ગુણસ્થાનવર્તી મુનિઓના ચારિત્રને સૂમસંપરાય યાસ્ત્રિ કહે છે. આ ચાસ્ત્રિના સંક્ષિશ્યમાનક અને વિશુદ્ધયમાનક એવા બે ભેદ છે.
વિશુદ્ધયમાનક - ક્ષાપક શ્રેણી કે ઉપશમ શ્રેણી પર ચઢતા જીવ દસમે ગુણસ્થાનકે આવે અને આ ચારિત્ર પામે ત્યારે તે વિશુદ્ધયમાનક કહેવાય છે.
સંક્ષિશ્યમાનક :- ઉપશમશ્રેણીવાળા જે જીવ અગિયારમા ગુણસ્થાનેથી પડે અને દસમે ગુણસ્થાનકે આવી આ ચાસ્ત્રિ પામે ત્યારે તે સંક્ષિયમાનક સૂમસપરાય ચારિત્ર કહેવાય છે. પતનોમુખી દશામાં સંક્લેશની અધિકતા હોય છે.
૫. ચયાખ્યાત યાત્રિ:- યથાર્થ રૂપે સર્વાત્મના જે ચાસ્ત્રિ કપાય સહિત હોય તે યથાશ્ચાત ચારિત્ર કહેવાય છે અથવા આત્માનું જેવું કપાય રહિત સ્વરૂપ છે, તે રૂપે જ ચાત્રિ ખ્યાત એટલે પ્રસિદ્ધિને પામે છે તે ચયાખ્યાત ચાuિ.
૨૨૨
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન યથાખ્યાત ચાાિના ભેદ :- આ ચારિત્રના બે ભેદ છે. પ્રતિપાતિ અને અપતિપાતિ. પ્રતિપાતિ– જે જીવોના કષાય ઉપશાંત થયા છે, તેવા અગિયારમાં ગુણસ્થાનવર્તી જીવોનું આ યાત્રિ પ્રતિપાતિ યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. તેઓનું આ ચા િઅંતર્મહત્ત પર્યત જ રહે છે. અપતિપાતિ - જેઓએ કષાયનો સર્વચા ક્ષય કર્યો છે, તેવા બારમા-તેરમા અને ચૌદમા ગુણસ્થાનવર્તી જીવોનું આ ચાસ્ત્રિ અપતિપાતી હોય છે આશ્રયભેદથી આ ચાત્રિના છાાસ્થિક અને કૈવલિક એવા બે ભેદ થાય છે. અગિયારમા, બારમા ગુણસ્થાનવર્તી જીવનું ચારિ છાાસ્થિક કહેવાય છે. અગિયારમા અને બારમા ગુણસ્થાનવર્ધી જીવોને મોહનીય કર્મનો ઉદય ન હોવાથી વીતરાગ છે પરંતુ શેષ ત્રણ ઘાતકર્મ હોય છે, તેથી તેઓ છાસ્થ જ કહેવાય છે. તેરમા, ચૌદમાં ગુણસ્થાનકવર્તી કેવળજ્ઞાની જીવોનું આ ચાત્રિ કૈવલિક કહેવાય છે.
• સૂઝ-૩૧૦/૧ :
પ્રથા :નયણમાણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- નયપમાણના ત્રણ પ્રકાર છે. [ત્રણ દષ્ટાંતથી તેનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે) (૧) પ્રસ્થકના દેeld દ્વાર (૨) વસતિના દષ્ટાંત દ્વારા (3) પ્રદેશના દષ્ટાંત દ્વારા.
• વિવેચન-૩૧૦/૧ -
પ્રત્યેક પદાર્થ અનંત ધમત્મિક છે. વસ્તુના અનંત ધર્મમાંથી અન્ય ધર્મને ગૌણ કરી, એક ધર્મને પ્રધાન કરી, ગ્રહણ કરે તે નય કહેવાય છે. નય દ્વારા એક ધમને મુખ્ય કરી વસ્તુનું પ્રતિપાદન કરનાર વક્તાનો જે અભિપ્રાય તે નયપ્રમાણ કહેવાય છે. અનંત ધમત્મિક વસ્તુના એક-એક ધર્મનું પ્રતિપાદન કરનાર એક-એક નય છે. આ રીતે નય અનંત છે પરંતુ તેને સંક્ષિપ્ત કરી સાતમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. તે સાત નયના નામ આ પ્રમાણે છે. ૧. નૈગમનય, ૨. સંગ્રહાય, 3. વ્યવહારનય, ૪. ઋજુસબ નય, ૫. શબ્દનય, ૬. સમભિરૂઢ નય, ૩. એવંભૂત નય.
• સૂત્ર-૩૧૦/ર
ધન :- પ્રસ્થકનું દષ્ટાંત શું છે? ઉત્તર :- કોઈ પુરુષ કુહાડી લઈ વન તરફ જતો હોય, તેને વનમાં જતાં જોઈને કોઈ મનુષ્ય પૂછવું તમે ક્યાં જાઓ છો ? ત્યારે તે પુરુષે અવિશુદ્ધ નૈગમનયના મતાનુસાર કહ્યું – પ્રસ્થક લેવા જાઉં છું. તે પુરુષને વૃક્ષ છેદતા જોઈને પુનઃ કોઈ મનુષ્ય પૂછવું - તમે શું કાપો છો ? ત્યારે વિશુદ્ધતર નૈગમનયાનુસાર તેણે જવાબ આપ્યો – પ્રસ્થક કાણું છું. તદત્તર લાકડાને છોલતો જોઈને કોઈ મનુષ્ય પૂછયું - તમે શું છોલો છો ? ત્યારે વિશુદ્ધતર નૈગમનયની અપેક્ષાઓ તેણે જવાબ આપ્યો – પ્રસ્થક કોલું છે. ત્યારપછી કાષ્ઠના મધ્યભાગને કોતરતો જોઈ પૂછયું તમે શું કોતો છો ? ત્યારે તેણે કહીં પ્રસ્થક કોતરું છું. તે ઉત્કીર્ણ કાષ્ઠ ઉપર પ્રસ્થકનો આકાર