________________
સૂત્ર-૩૦૩ થી ૩૦૫
નિર્મળતા, કાળા દેખાતા પર્વતો, વિજળી સહિત મેઘની ગર્જના, અનુકૂળ પવન, સ્નિગ્ધ અને રક્તવર્ણી સંધ્યા, આ-રોહિણી વગેરે નક્ષત્રમાં થનાર અથવા અન્ય કોઈ પણ પ્રકારના પ્રશસ્ત ઉલ્કાપાત વગેરે જોઈને અનુમાન કરવું કે આ દેશમાં સુવૃષ્ટિ થશે. તે અનાગતકાળગ્રહણ વિશેષષ્ટ સાધવિત્ અનુમાન છે. • વિવેચન-૩૦૫/૩ થી ૩૦૭/૧ :
૨૧૫
વિશેષર્દષ્ટ અનુમાનમાં વિશેષતાના આધારે અનુમાન કરાય છે. વિશેષતાનો વિચાર કોઈક નિમિત્તથી કરાય છે. અહીં કાળના નિમિત્તથી વિશેષર્દષ્ટ અનુમાનના ત્રણ પ્રકાર બતાવ્યા છે. (૧) અતીતકાલગ્રહણ (૨) વર્તમાનકાલગ્રહણ (3)
અનાગતકાલગ્રહણ.
૧. અતીતકાળ સંબંધી ગ્રાહ્યવસ્તુનું જેના દ્વારા જ્ઞાન થાય તે અતીતકાળગ્રહણ અનુમાન કહેવાય છે. જેમકે આ દેશમાં સુવૃષ્ટિ થઈ હતી કારણ કે ઊગેલા ઘાસ, ધાન્યથી પૂર્ણ પૃવી, પાણીથી ભરપૂર સરોવર, નદી વગેરે છે.
૨. વર્તમાનકાલીન સાધ્યને સિદ્ધ કરનાર અનુમાન વર્તમાનકાળ ગ્રહણ અનુમાન કહેવાય છે. જેમકે આ પ્રદેશમાં સુભિક્ષ છે. કારણ કે સાધુને ગોચરીમાં પ્રચુર ભોજન-પાણી પ્રાપ્ત થાય છે.
3. ભવિષ્યકાલીન સાધ્યને સિદ્ધ કરે તે અનુમાન અનાગતકાળ ગ્રહણ અનુમાન કહેવાય છે જેમકે આ દેશમાં સુવૃષ્ટિ થશે કારણ કે આકાશની નિર્મળતા વગેરે લક્ષણો દેખાય છે.
• સૂત્ર-૩૦૭/૨ થી ૩૦૯/૧ ઃ
તેની વિપરીતતામાં પણ ત્રણ પ્રકાર ગ્રહણ થાય છે. અતીતકાળગ્રહણ, પ્રત્યુપન્નકાળ ગ્રહણ અને અનાગતકાળગ્રહણ.
પ્રશ્ન :- અતીતકાળ ગ્રહણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- તૃણરહિત વન, અનિષ્પન્ન ધાન્યવાળી ભૂમિ અને સૂકા-પાણી વિનાના કુંડ, સરોવર, નદી, દ્રહ, તળાવો જોઈ અનુમાન કરાય છે કે આ પ્રદેશમાં વૃષ્ટિ થઈ નથી. તે અતીતકાળ ગ્રહણ છે.
પ્ર : પ્રત્યુત-વર્તમાનકાળ ગ્રહણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - ગોચરી ગયેલા સાધુને ભિક્ષા મળતી નથી. તેવું જોઈને અનુમાન કરે કે આ પ્રદેશમાં દુર્ભિક્ષ છે. આ વર્તમાનકાળગ્રહણ અનુમાન છે.
પ્રશ્ન :- અનાગતકાળગ્રહણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- આગ્નેય અને વાયવ્ય નક્ષત્ર અથવા અન્ય કોઈ અપશસ્ત ઉલ્કાપાત વગેરે ઉત્પાત જોઈ અનુમાન કરવામાં આવે કે કુવૃષ્ટિ થશે. વરસાદ થશે નહીં તેને અનાગતકાળ ગ્રહણ કહે છે.
• વિવેચન-૩૦/૨ થી ૩૦૯/૧ :
વિશેષરૃષ્ટ સાધર્મ્સવત્ અનુમાનમાં વિશેષનું ગ્રહણ કોઈને કોઈ નિમિત્તથી
૨૧૬
“અનુયોગદ્વાર' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
થાય છે. કાળના નિમિત્તથી વિશેષĚષ્ટના ત્રણ પ્રકાર પૂર્વે બતાવ્યા છે. તે ત્રણેકાળ સંબંધી આ ગ્રહણ-અનુકૂળ પણ સંભવે અને પ્રતિકૂળ પણ સંભવે છે. પૂર્વના સૂત્રોમાં ત્રણે કાળ સંબંધિત અનુકૂળ સુભિક્ષ-સુવૃષ્ટિ સંબંધી કથન હતું અને આ સૂત્રોમાં દુર્ભિક્ષ, કુવૃષ્ટિ સંબંધિત ત્રણે કાળ વિષયક દૃષ્ટાંત આપ્યા છે.
• સૂત્ર-૩૦૯/૨ :
પ્રા :- ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - ઉપમા દ્વારા વસ્તુનું જ્ઞાન થાય તેને ઉપમાન પ્રમાણ કહે છે. તેના બે ભેદ છે. સાધપનીત અને વૈધોપનીત.
પન - સાધપીત ઉપમાન પ્રમાણનું રવરૂપ કેવું છે ? ઉત્તર ઃસમાનધર્મોના આધારે જે ઉપમા આપવામાં આવે છે તે સાધોપનીત ઉપમાન કહેવાય છે. તેના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) કિંચિત્સાધોપનીત, (૨) પ્રાયઃસાધોઁપનીત (૩) સર્વસાધનીત.
૫ - કિંચિત્સાધોઁપનીતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- આશિક સમાનતાના આધારે ઉપમા આપવામાં આવે તેને કિચિત્સાધોપમાન કહે છે. જેમકે – જેવો મેરુ પર્વત તેવો સરસવ અને જેવો સરસવ તેવો મેરુ પર્વત. જેવો સમુદ્ર તેવો ગોષ્પદ, જેવો ગોપદ તેવો સમુદ્ર. જેવો સૂર્ય તેવો આગિયો, જેવાઆગિયો તેવો સૂર્ય. જેવો ચંદ્ર તેવું કુદ-પુષ્પ અને જેવું કુદ-પુષ્પ તેવો ચંદ્ર. આવું કિંચિત્સાધTMપનીતનું સ્વરૂપ જાણવું.
પ્રશ્ન :- પ્રાયઃ સાધોઁધનીતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ઘણા અંશવાળી
સમાનતાના આધારે જે ઉપમા આપવામાં આવે તે પ્રાયઃ સાધોપનીત ઉપમાન કહેવાય છે. જેવી ગાય તેવો ગવય, જેવો ગવય (રોઝ) તેવી ગાય. તે પ્રાયઃ સાધોપનીત ઉપમાન છે.
પ્રશ્ન :- સર્વ સાધðપનીતનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર :- સર્વસાધર્મ્સમાં ઉપમા હોતી નથી. તેમ છતાં તેને તેની જ ઉપમાથી ઉપમિત કરાય છે. જેમકે અહિંતે અહિંત સદેશ, ચક્રવર્તીસĒશ, બળદેવે બળદેવ સદેશ, વાસુદેવે વાસુદેવ સશ, સાધુએ સાધુ સર્દેશ કાર્ય કર્યું.
આ સર્વ સાધોઁપનીત ઉપમાન પ્રમાણ છે.
• વિવેચન-૩૦૯/૨ઃ
એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે તેને ઉપમા કહે છે અને તે ઉપમા દ્વારા વસ્તુનું જે જ્ઞાન થાય તે ઉપમાન પ્રમાણ કહેવાય છે.
ઉપમા બે પ્રકારની આપી શકાય છે. સમાન-સર્દેશ ગુણધર્મવાળા તુલ્યપદાર્થની
અથવા વિસર્દેશ ધર્મવાળા પદાર્થની. તેથી ઉપમાન પ્રમાણના બે ભેદ થાય છે. ૧.
સાધોઁપનીત અને ૨. વૈધોઁપનીત. આ સૂત્રમાં સાધોઁપનીતનું સ્વરૂપ દર્શાવ્યું છે. સાધોઁપનીત :- સમાનતાના આધારે ઉપમા આપવામાં આવે તો તે