________________
૨૯/૧૧૨૫
૯ ૭ ભારવાહક હળવો બની જાય છે, તેમ અતિચારો પણ ભાર રૂપ છે. તેને દૂર કરવાથી તે આત્મા પણ નિવૃત્તહૃદય - શાંત થઈ જાય છે. તે ધ્યાન - ધમદિ ધ્યાનને પામે છે. પ્રશસ્ત ધ્યાનને કરતો તે સુખની પરંપરાને પામીને આ લોક અને પરલોકમાં રહે છે. અહીં જ જીવવા છતાં મુક્તિને પામે છે.
• સૂત્ર - ૧૧૨૬ -
ભગવન ! પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? પ્રત્યાખ્યાન વડે જીવ આશ્વવતારોનો વિરોધ કરે છે.
• વિવેચન : ૧૧૨૬ •
એ પ્રમાણે અશુદ્ધમાન થતા પ્રત્યાખ્યાન કરવું જોઈએ. તે કહે છે - મૂલગુણ અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન રૂપથી આશ્રવ દ્વારોનો વિરોધ થાય છે કેમકે તેનો હેતુ આશ્રવ નિરોધ છે. પૂર્વ સંચિત કર્મના ક્ષયથી તેને મોક્ષના અંગ રૂપે અન્યત્ર કહેલ છે.“જિનવરે ઉપદિષ્ટ આ પ્રત્યાખ્યાનને સેવીને અનંતા જીવો શાશ્વત સુખ રૂપ મોક્ષને પામેલા છે.”
• સૂત્ર - ૧૧૨૭ -
ભગવાન ! સ્તવ, સ્તુતિ અને મંગલથી જીવને શું પ્રાપ્ત થાય છે? સ્તવ, સ્તુતિ અને મંગલથી જીવને જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ સ્વરૂપ બોવિનો લાભ થાય છે. જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપ બોધિથી સંપન્ન જીવ મોક્ષને યોગ્ય અથવા વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થવાને યોગ્ય આરાધના આરાધે છે.
• વિવેચન - ૧૧ર૭ -
અહીં ઉત્તરગુણ પ્રત્યાખ્યાન અંતર્ભત નમસ્કાર સહિતાદિ આવે. તે ગ્રહણ કરીને પછી જે નીકટમાં ચૈત્ય હોય ત્યાં વેદના કરવી જોઈએ, તેમ કહેલ છે. તે ચૈત્ય વંદના સ્તુતિ-સ્તવ- મંગલ વિના ન થાય, તેની તેને કહે છે. તેમાં આa - દેવેન્દ્ર સ્તવ આદિ, મતિ - એકથી સાત શ્લોક પર્યન્ત- - - આ સ્તુતિ તવ જ ભાવમંગલ રૂપ છે. તેના વડે - જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ બોધિ, તેનો લાભ અર્થાત્ પરિપૂર્ણ જિનધર્મની પ્રાપ્તિ થાય છે.
આવો જ્ઞાન દર્શન ચારિત્ર લાભ ... બોધિ સંપન્ન જીવ ભવનો કે કમનો અંત પામે છે. તેની ક્રિયા - અભિનિવર્તન અર્થાત મુક્તિને પામે છે. તે અંતક્રિયાનો હેતુ હોવાથી તેને અંતક્રિયા કહે છે. તે ભવે પણ થાય અથવા દેવલોકોને કે વેયક અને અનુત્તર વિમાનમાં ઉત્પત્તિને પામે છે. અર્થાત અનંતર જન્મમાં વિશિષ્ટ દેવત્વ પ્રાપ્તિ રૂપ કલ્પાદિમાં ઉત્પત્તિ અને પરંપરાથી મુક્તિને પ્રાપ્ત કરાવે તેવી જ્ઞાનાદિ આરાધના રૂપ આરાધનાને સાધે છે.
આ આવા પ્રકારની આરાધના તપસ્વીતામાં તેવા પ્રકારના ગુરુ કવાળા, તથાવિધ કર્મ વેદના અભાવવાળા જીવને આશ્રીને કહી છે. અને અંતક્રિયા ભાજન જીવ વસ્તુ ચાર પ્રકારે થાય છે. તેથી કહે છે - ક્યારેક ગ્રામસ્થને સ્વીકાર્યા છતાં, કિ0/1]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org