________________
૯૫
૨૯/૧૧૨૦
• વિવેચન ૧૧૨૦ -
કોઈ આત્માને અત્યંત દુષ્ટપણે પરિભાવિત કરતો માત્ર નિંદાથી ન અટકે પરંતુ ગહ પણ કરે છે, તેને કહે છે -
ગહ બીજા સમક્ષ પોતાના દોષોને કહેવા વડે, અપુરસ્કારને પામે છે પુરસ્કાર - “આ ગુણવાન છે” તેવું ગૌરવ પામવું તે. પુરસ્કારનો અભાવ તે અપુરસ્કાર, તે તે આત્માને અવજ્ઞા ઉત્પન્ન કરાવે છે. અપુરસ્કાર પ્રાપ્ત આત્મા બધે અવજ્ઞા પામતા,
ક્યારેક તેવા અધ્યવસાય પામીને પણ અવજ્ઞાના ભયથી કર્મબંધ હેતુ યોગ્ય અપ્રશસ્ત પ્રવૃત્તિ કરતો નથી. માત્ર પ્રશસ્ત યોગોને જ સ્વીકારે છે.
પ્રશસ્ત યોગ સ્વીકારેલો અણગાર અનંત વિષય પણાથી અનંત જ્ઞાન દર્શનને હણવાના સ્વભાવવાળા અનંતઘાતી જ્ઞાનાવરણાદિ કર્મ પર્યાયોની પરિણતિ વિશેષનો ક્ષય કરે છે અને મુક્તિ પામે છે. એ પ્રમાણે ન કહેવા છતાં બધે જ મુક્તિ પ્રાપ્તિને ફળ પણે જાણવી.
• સૂત્ર - ૧૧૨૧ -
ભગવન ! સામાયિકથી જીવને શું પ્રાપ્ત થાય છે? સામાયિક થકી જીવ સાવધ યોગોથી વિરતિને પ્રાપ્ત થાય છે.
• વિવેચન - ૧૧૨૧ -
આલોચનાદિ તત્ત્વથી સામાયિક વાળાને જ થાય છે, તેથી હવે સામાયિક કહે છે - તેનાથી સાવળ - અવધ સહિત વર્તે છે તે, કર્મબંધના હેતુઓ અને યોગ - વ્યાપાર, તે સાવધ યોગથી વિરતિ થાય છે. તે વિરતિ સહિતને જ સામાયિક સંભવે છે.
• સૂત્ર - ૧૧૨૨ -
ભગવન્! ચતુર્વિશતિ સ્તવથી જીવને શું પ્રાપ્ત થાય છે? ચતુર્લિંશતિ સ્તવથી જીવ દર્શન વિશુદ્ધિને પામે છે.
• વિવેચન - ૧૧૨૨ -
સામાયિકને સ્વીકારવાની ઇચ્છાવાળાએ તેના પ્રણેતાની સ્તુતિ કરવી જોઈએ. તેઓ તત્ત્વથી તીર્થકર જ હોય છે, તેથી તેનું સૂત્ર કહે છે - આ અવસર્પિણીમાં થયેલા ચોવીશે તીર્થકરના ઉત્કીર્તનરૂપ દર્શન - સખ્યત્વ, તેની વિશુદ્ધિ - તેને ઉપઘાત કરતા કર્મોને દૂર કરીને નિર્મળ થવું તે દર્શન વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે.
• સૂત્ર - ૧૧૨૩ -
ભગવાન ! વંદનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વંદનાથી જીવ નીચગોત્ર કર્મનો ક્ષય કરે છે અને ઉચ્ચ ગોગનો બંધ કરે છે. તે અપ્રતિહત સૌભાગ્યને પામે છે, સર્વજનને પ્રિય થાય છે. તેની આજ્ઞા બધે મનાય છે, તે જનતાથી દાક્ષિણયને પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org