________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3
(૧૦૯૮) જેણે અગિયાર અંગો, પ્રકીર્ણક, દૃષ્ટિવાદ આદિ શ્રુતજ્ઞાન અર્થ સહિત પ્રાપ્ત કરેલ છે, તે “અભિગમરુચિ' છે.
(૧૦૯૯) સમગ્ર પ્રમાણે અને નયોથી જે દ્રવ્યોના બધાં ભાવોને જાણે છે, તે “વિસ્તારરુચિ” છે.
(૧૧૦૦) દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ અને ગુપ્તિ આદિ ક્રિયાઓમાં જે ભાવથી રુચિ છે, તે “ક્રિયાચિ” છે.
(૧૧૦૧) જે નિગ્રન્થ પ્રવચનમાં અકુશળ છે, મિથ્યા પ્રવચનોથી અનભિજ્ઞ છે, પરંતુ કુદૃષ્ટિનો આગ્રહ ન હોવાથી અલ્પબોધથી જ જે તત્ત્વશ્રદ્ધાવાળો છે, તે સંક્ષેપ રુચિ છે.
૨
(૧૧૦૨) જિનકથિત અસ્તિકા ધર્મમાં, શ્રુત ધર્મમાં અને ચારિત્રધર્મમાં શ્રદ્ધા કરે છે તે “ધર્મ ચિ” જાણવો.
૭ વિવેચન - ૧૦૯૨ થી ૧૧૦૨
-
સદ્ભુત - અવિતથ, તથાવિધ અર્થ - વિષય જેનો છે, તદ્ભુત અર્થને જ્ઞાન કહે છે. - x - × - x - જીવ, અજીવ ઉક્ત રૂપ છે. પુન્ય અને પાપ, * X* X - પરોપદેશ નિરપેક્ષતાથી જાતિ સ્મરણ પ્રતિભાદિ રૂપથી સંગત મતિ તે સંમતિ. આશ્રવ, સંવર અને ચ શબ્દથી અનુક્ત એવા બંધાદિ લેવા. આ બધાંની શ્રદ્ધા કરવી તે.
જે બીજા પાસે સાંભળ્યા વિના જીવાજીવાદિને જાણે તે નિસર્ગ રુચિ. આ જ અર્થને ફરી સ્પષ્ટતર કહે છે - જે તીર્થંકર ઉપલબ્ધ જીવાદિ પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેદથી અથવા નામાદિ ભેદથી ચાર પ્રકારે તેમજ છે, એમ સ્વીકારે, પરોપદેશ વિના શ્રદ્ધા કરે. - x - તે નિસર્ગરુચિ છે.
ઉપદેશ રુચિ - અનંતરોક્ત આ જ ભાવો - જીવાદિ પદાર્થોને, બીજા દ્વારા કથિત હોય પછી શ્રદ્ધા કરે છે. બીજા કેવા એ? જે આચ્છાતન કરે તે છદ્મ - ચાર ઘાતિ કર્મ. તેમાં રહે તે છદ્મસ્થ - કેવળજ્ઞાન ન પામેલ. જિન - રાગાદિની જીતે છે તે. ઉત્પન્ન કેવળ જ્ઞાન વડે તીર્થંકર આદિ વડે, - ૪ - x - તેમના ઉપદેશ વડે જે રુચિ તે ઉપદેશ રુચિ.
આજ્ઞારુચિ - રાગ એટલે આસક્તિ, દ્વેષ - અપ્રીતિ, મોહ - બાકીની મોહનીય કર્મની પ્રકૃતિ, અજ્ઞાન - મિથ્યાજ્ઞાન રૂપ, જેના નાશ થયા છે, આ બધાંનો સર્વથા અપગત અસંભવ હોવાથી દેશથી જાણવું - x - x - અવધારણ ફળપણાથી વાક્યના આજ્ઞા વડે જ રુચિ તે આજ્ઞારુચિ.
સૂત્રરુચિ - જે સૂત્ર અર્થાત્ આગમ ભણીને, સૂત્ર ભણવાથી પ્રાપ્ત થાય છે તે સમ્યક્ત્વ. કેવા શ્રુતથી? આચારાદિ અંગોથી, અનંગ - પ્રવિષ્ટ ઉત્તરાધ્યયનાદિ બાહ્યથી, સૂત્રના હેતુપણાથી તે સૂત્રરુચિ છે.
બીજરુચિ - જીવાદિ એક પદથી જીવાદિ અનેક પદમાં જે વ્યાપિત થાય છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org