________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 તેને પુગલના લક્ષણો કહેલ છે. પૌદ્ગલિક છે. પ્રતિઘાત વિધાયિત્વ આદિથી આનો મૂર્તિભાવ છે. અંધકાર અને ઉધોતાદિનું પૌગલિકત્વ ચક્ષના વિજ્ઞાન વિષયવથી છે. જે પીગલિક નથી તે ચક્ષુ વિજ્ઞાનનો વિષય પણ થતો નથી, જેમકે - આત્મા આદિ. અંધકાર - તે આ લોકનો અભાવ, તે પણ ચક્ષુ વિજ્ઞાનનો વિષય છે - x- - - એ પ્રમાણે છાયા અને આતપ પણ પીદ્ગલિક વસ્તુત્વ જામવું. આ બંનેનું સ્પર્શન ગ્રાહ્યત્વથી પૌગલિકત્વ છે. • x- x- વર્ણ આદિનું પૌદ્ગલિકત્વ તો પ્રસિદ્ધ જ છે.
આના વડે દ્રવ્ય લક્ષણ કર્યું. હવે પર્યાય લક્ષણ કહે છે - • સૂત્ર - ૧૦૮૮ -
એકત્વ, પૃથક્વ, સંખ્યા, સંસ્થાન, સંયોગ અને વિભાગ. આ પયયોના લક્ષણ છે.
• વિવેચન - ૧૦૮૮ -
એકનો ભાવ તે એકત્વ - ભિન્ન એવા પરમાણુ આદિમાં પણ જે આ ઘટ આદિ એક છે. એવી પ્રતીતિ હેતુ સામાન્ય પરિણતિરૂપ. પૃથકત્વ - આ અમારાથી પૃથફ છે, એવો પ્રત્યય ઉપનિબંધન, સંખ્યા- જે એક, બે, ત્રણ ઇત્યાદિ પ્રતીતિ કરાવે, જેના વડે આકાર વિશેષ રચાય તે સંસ્થાન - પરિમંડલ ઇત્યાદિ. સંયોગ - આ આંગળીઓનો સંયોગ છે. ઇત્યાદિ વ્યપદેશ, વિભાગ- આ આનાથી વિભક્ત છે તે બુદ્ધિ હેતુ. ચ શબ્દથી ન કહેવાયેલા નવા, જૂના આદિ પર્યાયનો ઉપલક્ષક છે. લક્ષણ- અસાધારણરૂપ. - X - X - X--
આ રીતે સ્વરૂપથી અને વિષયથી જ્ઞાનને જણાવીને દર્શનને કહે છે. • સૂત્ર - ૧૦૮૯, ૧૦૯૦ -
જીવ, જીવ, બંધ, પુન્ય, પાપ, શ્રવ, સંવર, નિરા અને મોક્ષ આ નવ તત્ત્વો છે. આ તહ્મ સ્વરૂપ ભાવોના સદ્દભાવના નિરૂપણમાં જે ભાવપૂર્વક રાહદા છે. તે સમૃત્વ કહેવાય છે.
• વિવેચન - ૧૦૮૯, ૧૦૯૦ -
(૧) જીવ - ઉક્ત લક્ષણ રૂપ, (૨) અજીવ - ધમસ્તિકાયાદિ, (૩) બંધ- જીવ અને કર્મનો અત્યંત સંશ્લેષ, (૪) પુન્ય - શુભ પ્રકૃતિ રૂ૫, (૫) પાપ - અશુભ પ્રકૃતિ રૂપ. (૬) આશ્રવ - કર્મોનું આવવું તે, કર્મ ઉપાદાનાના હેતુ - હિંસા આદિ. (૭) સંવર સંવરવું તે, ગુતિ આદિ વડે આશ્રવ નિરોધ. (૮) નિર્જરા - વિપાકથી તપથી કમનું ખરી જવું. (૯) મોક્ષ - સંપૂર્ણ કર્મ ક્ષય કરીને પોતાના આત્મામાં અવસ્થાન કરવું.
આ અનંતરોક્તતથ્ય- અવિતથ નિરુપ ચરિત વૃત્તિ છે. આના વિશે સૂયગડાંગ આગમમાં વિસ્તાર કરેલ છે. “નવ'ની સંખ્યા મધ્યમ પ્રસ્થાનથી છે. સંક્ષેપની અપેક્ષાથી જીવ અને અજીવમાં જ બંધ આદિનો અંતભવ સંભવે છે. તેથી “બે' તત્વો જ થાય. વિસ્તારથી તેના ઉત્તરભેદની વિવક્ષાથી અનંતા તત્ત્વો થાય. જો આ નવ તથ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org