________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3
• સૂત્ર
૯૧૬ થી ૯૧૯ -
(૯૧૬) ગૌતમ! મહાપ્રવાહવાળા સમુદ્રમાં નાવ ડગમગી રહી છે, તમે તેના ઉપર ચઢીને તમે કઈ રીતે પાર જશો? (૯૧૭) જે નાવ છિદ્રવાળી છે, તે પાર જઈ શક્તી નથી, છિદ્રરહિત નાવ પાર જઈ શકે છે.
૩.
(૯૧૮) કેશીએ ગૌતમને પૂછ્યું - તે નાવ કઈ છે? ત્યારે ગૌતમે આ પ્રમાણે કહ્યું - (૯૧૯) શરીર નાવ છે, જીવ નાવિક છે, સંસાર સમુદ્ર છે, જેને મહર્ષિ તરી જાય છે.
• વિવેચન - ૯૧૬ થી ૯૧૯ -
આર્ણય - સમુદ્ર, મહૌઘ - બૃહત્ જળ પ્રવાહ. હે ગૌતમ! નાવ ઉપર ચઢીને કઈ પ્રકારે પાર પામશો? ગૌતમે કહ્યું - આશ્રાવણી - જળ સંગ્રાહણી અને સામ્રાવિણી - જેમાં જળ પ્રવેશતું હોય તેવી, તે સમુદ્રને પાર જઈ ન શકે. જે નિસ્માવિણી - છિદ્ર રહિત નાવ છે, તે અવશ્ય પાર પહોંચાડનારી છે. શરીર એ નાવ છે. તે જ સમ્યગ્દર્શન આદિ ત્રણ અનુષ્ઠાન હેતુ પણાથી, જીવને ભવોદધિથી નિસ્તારક છે, તેમ તીર્થંકરે પ્રતિપાદિત કરેલ છે. તે જ ઉક્તરૂપ નાવ વડે ભવોદધિને તરે છે. કેમકે તત્ત્વથી તે જ તારનારપણે છે.
• સૂત્ર - ૨૦ + વિવેચન -
ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યો. મારો એક બીજો પણ સંદેહ છે. હે ગૌતમ! તે વિષયમાં મને કહો
વ્યાખ્યા પૂર્વવત્. હવે ‘અંધકારનું વિઘાટન’ એ અગિયારમું દ્વાર -
સૂત્ર - ૯૨૧ થી ૯૨૪ -
(૯૨૧) ભયંકર ગાઢ અંધકારમાં ઘણાં પ્રાણી રહે છે. સંપૂર્ણલોકમાં પ્રાણીઓ માટે કોણ પ્રકાશ કરશે? (૯૨૨) ગૌતમે કહ્યું - સંપૂર્ણ જગતમાં પ્રકાશ કરનાર નિર્મળ સૂર્ય ઉદિત થઈ ચૂક્યો છે. તે બધાં પ્રાણીઓ માટે પ્રકાશ કરશે. (૯૨૩) કેશીએ ગૌતમને પૂછ્યું . “તે સૂર્ય કોણ છે?” ત્યારે ગૌતમે તેને આ કહ્યું - (૯૨૪) જેનો સંસાર ક્ષીણ થયો હોય, જે સર્વજ્ઞ હોય, એવા જિન ભાસ્કર ઉદિત થયેલ છે, તે બધાં પ્રાણી માટે પ્રકાશ કરશે.
-
• વિવેચન ૯૨૧ થી ૯૨૪ -
અંઘ - ચક્ષુના પ્રવૃત્તિના નિવત્તપણાના અર્થથી લોકને અંધકાર કરે છે, તે ભયાનક અંધકારમાં ઘણાં પ્રાણી રહે છે. સમસ્ત જગતના પ્રાણીને કોણ ઉધોત કરશે?
ગૌતમે કહ્યું - નિર્મળ સૂર્ય ઉગી ગયો છે. તે સર્વ જગતનો પ્રકાશ વિધાતા છે. તે કોણ છે? ભવભ્રમણ છુટી ગયેલ સર્વજ્ઞ, અરહંત રૂપ સૂર્ય સમસ્ત વસ્તુ પ્રકાશક છે. તે જ અંધકારને નિવારશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org