________________
૨૧૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ (૧૬૫૪) ખેચર જીવોની આહુસ્થિતિ ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગની છે, જધન્યથી અંતમુહૂર્ત છે.
(૧૬૫૫) ઉત્કૃષ્ઠથી પૃથકત્વ કરોડ પૂર્વ અધિક પલ્યોપમનો અસંખ્યાત ભાગ, જધન્યથી અંતમુહૂર્ત બેયરોની કાયસ્થિતિ છે.
(૧૬૫૬) ખેચર જીવોનું પુનઃ તેમાં ઉપજવાનું અંતર જધન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે.
(૧૬૫૭) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી ખેચર જીવોના હજારો મેદો કહેવાયેલા છે.
• વિવેચન - ૧૬૩૪ થી ૧૬૫૭ -
ઉક્ત ચોવીશ પંચેન્દ્રિય સૂત્રો પ્રાયઃ વ્યાખ્યાત જ છે. તેથી વૃતિગત કિંચિત્ વિશેષતાની જ અત્રે નોંધ કરીએ છીએ -
સંમૂઈન - અતિશય મૂઢતાપણાથી નિવૃત્ત અથવા ઉત્પત્તિ સ્થાન પગલોની સાથે એકી ભાવથી તે પુદ્ગલના ઉપાચયથી સમૃચિકૃત થાય છે, તે સંમૂર્ણિમ. તેઓ મનઃ પર્યાતિના અભાવથી સદા સંમૂર્જિત માફક જ રહે છે.
તથા ગર્ભમાં વ્યુત્ક્રાંત તે ગર્ભજ.
જલચર - જળમાં ફરે - ભક્ષણ કરે છે. એ પ્રમાણે સ્થળ - નિર્જળ ભૂભાગમાં ચરે છે, તે સ્થલચર, ખેચર - આકાશમાં ચરે છે તે.
બુર - ચરણ, અધવર્તી અસ્થિ વિશેષ, તે એક હોય તો એકખુરા અને બે હોય તો હુખુરા. ગંડી - પક્ષકર્ણિકા, તેની જેમ ગોળ. - x
ભુજા - શરીરનો અવયવ વિશેષ તેના વડે સરકે તે ભુજપરિસર્પ. ઉર - છાતી, છાતી વડે સરકે છે તે ઉરઃ પરિસર્પ.
તિર્યંચો મરીને તિર્યંચમાં સાત કે આઠ ભવગ્રહણ જ કરે છે, કેમકે પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને તેનાથી અધિક નિરંતર ભવોનો તેમાં સંભવ નથી.
શેષ વૃત્તિ સુગમ છે - ૦ • હવે મનુષ્યોને જણાવતા કહે છે - • સૂત્ર - ૧૫૮ થી ૧૬૬૬
(૧૬૫૮) મનુષ્યોના બે ભેદો છે - સંમૂર્છાિમ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય. હું તેનું વર્ણન કરું છું, તે કહીશ -
(૧૬૫૯) ગર્ભવ્યુત્ક્રાંતિક - ગર્ભજ મનુષ્યના ત્રણ ભેદો છે - આકર્મભૂમિક, કર્મભૂમિક અને આંતર્દીપક.
(૧૬૬૦) કર્મભૂમિક મનુષ્યોના પંદર, આકર્મભૂમિક મનુષ્યોના ત્રીશ, અંતર્લિપક મનુષ્યોના આહાવીશ ભેદો છે.
(૧૬૬૧) સંમૂર્શિક મનુષ્યના ભેદ પણ આ પ્રમાણે જ છે. તેઓ બધાં લોકના એક ભાગમાં વ્યાપ્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org