________________
૨૦૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ દશ સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી સતર સાગરોપમની છે.
(૧૬૨૯) છઠ્ઠી પૃથ્વીમાં નરસિક જીવોની આયુ સ્થિતિ જધન્યથી સતર સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી બાવીશ સાગરોપમની છે.
(૧૬૩૦) સાતમી પૃથ્વીમાં નૈરયિક જીવોની આયુ સ્થિતિ જધન્યથી બાવીશ સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમની છે.
(૧૬૩૧) નૈરસિકોની જે આ સ્થિતિ વણવેલી છે, તે જ તેમની જધન્યથી અને ઉત્કૃષ્ટથી કાય સ્થિતિ છે.
(૧૬૩૨) નરયિક શરીરને છોડીને ફરી નૈરયિક શરીરમાં ઉત્પન્ન થવામાં અંતર જધન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે.
(૧૬૩૩) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી આ નૈરયિકોના હજારો ભેદો છે.
• વિવેચન : ૧૬૨૦ થી ૧૬૩૩
નૈરયિકના ચૌદ સૂત્રો કહ્યા. તે સાત ભેદો છે. કેમકે પૃથ્વી સાત છે. તેથી તેમાં થનારનું સપ્તવિધત્વ જાણવું. તે કઈ છે ? (૧) રત્નાભા - વૈર્યાદિ રત્નો જેવી આભા છે, તેમાં રત્નકાંડના ભાવનાપતિના ભવનો વિવિધ રત્નોવાળા સંભવે છે. (૨) શર્કરા - ગ્લજ્જ પાષાણના ટુકડારૂપ, (૩) વાલુકા - રેતી, (૪) પjક - કાદવ, (૫) ધૂમ - ધૂમ કે ધૂમાકાર પરણિત પુદ્ગલ, (૬) રામ - અંધકાર, (૭) સમસ્યામાં - પ્રકૃષ્ટતરતમ. આ સાત પૃથ્વીથી સાત ઐરિયકો કહ્યા.
લોક, સ્થિતિ આદિ સૂત્રોનો સૂત્રાર્થ સ્પષ્ટ જ છે, તેથી અત્રે વૃત્તિના અનુવાદ દ્વારા પુનરુક્તિ કરેલ નથી. - x-x-x-x
આયુસ્થિતિ કહીને કાર્ય સ્થિતિ કહે છે - આયુસ્થિતિ એ જ કાય સ્થિતિ જાણવી, કેમકે મૈરયિકો નારકમાંથી ઉદ્ધર્તીને ફરી ત્યાં જ ઉત્પન્ન થતાં નથી, તેઓ ત્યાંથી ઉદ્વર્તીને ગર્ભજ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુકમાં ઉત્પન્ન થાય છે. જો કે અત્યાદિમાં ઉત્પન્ન થઈને ત્યાં અતિ સંકલિષ્ટ અધ્યવસાયથી અંતર્મુહૂર્તમાં મરીને પણ નરકમાં ઉપજે છે, તો પણ નારકમાં અનંતર ઉત્પન્ન તો ન જ થાય.
આ રીતે નૈરયિકને કહીને હવે તિર્યંચને કહે છે - • સૂત્ર - ૧૬૩૪ થી ૧૬૫૭ -
(૧૬૩૪) પંચેન્દ્રિય તિરસ જીવના બે ભેદ વણસેલા છે - સંમÉિમ તિય અને ગર્ભ તિરસ.
(૧૬૩૫) આ બંનેના પણ ત્રણ-ત્રણ ભેદો છે - જલચર, સ્થલચર અને ખેયર. તે ભેદો મારી પાસેથી સાંભળો.
(૧૬૩૬) જળચર પાંચ પ્રકારથી કહે છે - મત્ય, કચ્છપ, ગ્રાહ, મગર અને સંસમાર.
(૧૬૩૭) તેઓ જેકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org