________________
૩૬/૧૪૭૫
કાળભેદથી તે સ્કંધાદિને ચાર ભેદે કહે છે. - સાદિ, અનાદિ, સપર્યવસિત અને અપર્યવસિત ભેદથી અનંતર જ કહેવાશે.
અહીં છ પાદ રૂપ ગાથા કહી છે. અહીં દશ ધર્મ આ પ્રમાણે જાણવા ઉન્મત, શ્રાંત, શુદ્ધ, બ્રભૂક્ષિત, ત્વરા, ભીરુ, લુબ્ધ અને કામી.
• સૂત્ર - ૧૪૭૬ થી ૧૪૭૮ -
(૧૪૭૬) સ્કંધ આદિ પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી આદિ સાંત (સાદિ સપર્યવસિત) છે.
(૧૪૭૭) રૂપી અજીવ - પુદ્ગલ દ્રવ્યોની સ્થિતિ જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની બતાવાયેલી છે.
૧૯૯
-
(૧૪૭૮) રૂપી અજીવોનું અંતર - (પોતાના પૂર્વાવગહિત સ્થાનથી ચ્યવીને ફરી પાછા ત્યાં જ આવવાનો કાળ) - જધન્યથી એક સમય છે અને ઉત્કૃષ્ટથી અનંતકાળ હોય છે.
• વિવેચન ૧૪૭૬ થી ૧૪૭૮ -
સંતતિને આશ્રીને સ્કંધ અને પરમાણુઓ અનાદિ અનંત છે. કેમકે પ્રવાહથી તે ક્યારેય ન હતો કે નહીં હોય તેમ નથી. સ્થિતિ - પ્રતિનિયત ક્ષેત્ર અવસ્થાનરૂપથી તે સાદિ સાંત છે. તે જ અપેક્ષાથી તે પહેલા ન હતો, પછી પણ નહીં હોય, સાદિ સાંત પણે તે અસંખ્યકાળ છે. જધન્યથી એક સમય છે. કોની ? રૂપી અજીવ પુદ્ગલોની. અસંખ્યેય કાળ પછી તેનું અવશ્ય વિધાન થાય. આ કાળદ્વારને આશ્રીને સ્થિતિ કહી, તેમાં અવાંતર કહે છે -
રૂપીની જધન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અનંતકાળ. વિવક્ષિત ક્ષેત્રમાં અવસ્થિત અને પ્રચ્યુતની ફરી તત્પ્રાપ્તિથી આ વ્યાખ્યાન છે.
હવે આને જ ભાવથી કહે છે -
.
Jain Education International
મત,
• સૂત્ર - ૧૪૭૯ થી ૧૫૧૦
(૧૪૭૯) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી સ્કંધ આદિનું પરિણમન પાંચ પ્રકારનું છે. (૧૪૮૦) જે સ્કંધ આદિ પુદ્ગલ વર્ણથી પરિણત છે, તે પાંચ પ્રકારે છે - કૃષ્ણ, નીલ, રક્ત, પીત, શુક્લ. (૧૪૮૧) જે પુદ્ગલ ગંધથી પરિણત છે. તે બે પ્રકારના છે - સુરભિગંધ અને દુરભિગંધ. (૧૪૮૨) જે પુદ્ગલ રસથી પરિણત છે તે પાંચ પ્રકારે છે તીખા, કડવા, કષાય, અમ્લ, મધુર.
For Private & Personal Use Only
(૧૪૮૩) જે પુદ્ગલ સ્પર્શથી પરિણત છે, તે આઠ પ્રકારથી છે કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ - તથા - (૧૪૮૪) શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ. આ પ્રકારે આ સ્પર્શથી પરિણત પુદ્ગલ કહેવાયેલ છે.
(૧૪૮૫) જે પુદ્ગલ સંસ્થાનથી પરિણત છે, તે પાંચ પ્રકારે છે પરિમંડલ, વૃત્ત, ત્રિકોણ, ચતુષ્કોણ, દીઈ.
-
www.jainelibrary.org