________________
૧૬૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ (૧૩૭૯) આયુકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ - ૩૩ સાગરોપમ છે, જધન્ય સ્થિતિ અંતમુહૂર્ત છે. (૧૩૮૦) નામ અને ગોત્ર કમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ - કોડાકોડી સાગરોપમ છે અને જધન્ય સ્થિતિ આઠ મુહૂર્ત છે.
- વિવેચન - ૧૩૭૬ થી ૧૩૮૦ -
ઉદધિ - સમુદ્ર, તેની સદેશ તેથી “સાગરોપમ' અર્થ કરેલો છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ - કોડાકોડી થાય છે. તથા મુહૂર્તની અંતર, તે અંતર્મુહૂર્ત. તે જધન્યથી સ્થિતિ કહી છે. કયા કમોંની ? જ્ઞાનાવરણ અને દર્શનાવરણની, તથા વેદનીય અને અંતરાયની. અહીં સૂત્રકારે વેદનીયની સ્થિતિ જધન્યથી અંતર્મુહૂર્ત કહી છે, બીજા તેની બાર મુહર્ત જધન્ય સ્થિતિ કહે છે. ઇત્યાદિ કર્મ સ્થિતિ સૂત્રાર્થ પ્રમાણે જણાવી, અહીં પુનરુક્તિ કરતા નથી.
સૂત્રકારે બતાવેલ મૂલ પ્રકૃતિ વિષયક કર્મ સ્થિતિ કહી, હવે શિષ્યોના અનુગ્રહને માટે ઉત્તર પ્રકૃતિ વિષયક કર્મ સ્થિતિ બતાવીએ છીએ -
તેમાં ઉત્કૃષ્ટા - સ્ત્રી વેદ, સાતા વેદનીય, મનુષ્ય ગતિ આનુપૂર્વી એ ચારેની ઉતર પ્રકૃતિની ૧૫ - કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. સોળ કષાયોની ૪૪ - કોડાકોડી, નપુંસક અરતિ શોક ભય અને ગુપ્તા એ પાચની ૨૦- કોડાકોડી, પુરુષવેદ, હાસ્ય, રતિ, દેવગતિ, દેવાનુપૂર્વી, આધ સંહનન, સંસ્થાન, પ્રશસ્ત વિહાયોગતિ, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશકીર્તિ, ઉચ્ચ ગોત્ર એ પંદરની દશ કોડાકોડી. ન્યગ્રોધ સંસ્થાન અને બીજા સંઘયણની ૧૨- કોડાકોડી, આદિ સંસ્થાન અને નારાય સંઘયણની ૧૪ - કોડાકોડી, કુલ્ક અને અર્ધનારાચની ૧૬ - કોડાકોડી, વામન સંસ્થાન અને કીલિકા સંઘયણની, વિકસેન્દ્રિય જાતિ, સૂક્ષ્મ, અપર્યાપ્તક, સાધારણ એ અઢારની ૧૮ - કોડાકોડી, તિર્યંચ અને મનુષ્ય આયુની ત્રણ પલ્યોપમ, બાકીનાની મૂળ પ્રકૃતિવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
જધન્યાસ્થિતિઃ નિદ્રા પંચક અને અસાતા વેદનીયની છે. સાગરોપમમાં 3/ ભાગ પલ્યોપમ અસંખ્યય ભાગ ન્યૂન છે. સાતાની ૧૨ - મુહૂર્ત, મિથ્યાત્વની પલ્યોપમ અસંખ્યય ભાગ ન્યૂન સાગરોપમ, આધ બાર કષાયની ચાર સાગરોપમમાં સાત ભાગ ન્યૂન. સંજવલન ક્રોધની બે માસ, માનની એક માસ, માયાની અદ્ધમાસ, પુરુષવેદની આઠ વર્ષ, બાકીના નોકષાય, મનુષ્ય, તીર્યચગતિ, જાતિ પંચક, દારિક શરીર, તેના અંગોપાંગ, તૈજસ, કાર્મણ, છ સંસ્થાન, છ સંતનન, વર્ણ ચતુર્ક, તિર્યંચ અને મનુષ્યાનુપૂર્વી, અગુરુ લઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉધોત, પ્રશસ્ત અને પ્રશસ્ત વિહાયોગતિ, ચશોકીર્તિ વજીને ત્રસાદિ વીસ, નિમણ, નીચ ગોત્ર, ઉચ્ચ ગોત્રની ૬૬ - ઉત્તર પ્રકૃતિની ૨૦ સાગરોપમ, તેમાં પલ્યોપમનો અસંખ્યય ભાગ ન્યૂન, ઇત્યાદિ - - - - સંપ્રદાયથી જાણવી.
પ્રદેશાગ્ર, ક્ષેત્ર અને કાળ કહ્યા. હવે ‘ભાવ'ને આશ્રીને કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org