________________
૩૩/૧૩૫૯, ૧૩૬૦
૧૫૯
• સૂત્ર - ૧૩૫૯, ૧૩૬૦ -
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયકર્મ.... નામકર્મ, ગોત્ર અને અંતરાય. સંક્ષેપથી આ આઠ કમો છે.
• વિવેચન - ૧૩૫૯, ૧૩૬૦ -
(૧) જેના વડે જણાય તે જ્ઞાન - અવબોધ, તેને વસ્ત્રની જેમ આચ્છાદિત કરે તે આવરણીય એવું જ્ઞાનારણીય. (૨) જેના વડે દેખાય તે દર્શન - સામાન્ય અવબોધ, તે પ્રતીહારની માફક રામના દર્શન કરતા જેના વડે અટકાવે તેવું દર્શનાવરણીય. (3) સુખદુઃખની જેમ અનુભવાય કે વેદાય તે વેદનીય - મધ વડે લિમ તલવારની ધાર ચાટવા સમાન. (૪) મોહનીય - જાણવા છતાં મોહ પામે તે, મધપાનવત્ ચિત્તતાજનન.
(૫) આયુ - સ્વકૃત કર્મો વડે પ્રાપ્ત નરકાદિથી નીકળવા ઇચ્છતા આત્માને બેડી જેમ બંધક કર્મ. (૬) નામ - આત્માને ગતિ આદિ વિવિધ ભાવાનુભવ પ્રતિ નમાવે છે, ચિત્રકારની જેમ હાથી-ઘોડાના ભાવ પ્રતિ રેખા કરે છે તેવું. () ગોત્ર - ઉચ્ચનીય શબ્દથી બોલાત, આત્માને ચાકડા માફક ભગાડાતું કર્મ. (૮) અંતરાય - દાતા પ્રતિ ગ્રાહકનું અંતર, ભંડારીની જેમ વિપ્ન હેતુપણે વર્તે છે તે કર્મ. આ રીતે આઠ કર્મો સંક્ષેપથી કહ્યા. વિસ્તારથી તો જેટલાં જીવભેદો છે, તેના પ્રત્યે તેટલા અર્થાત અનંતભેદો છે.
-x- - જ્ઞાનના પ્રાધાન્યથી પહેલું કથન જ્ઞાનાવરણનું કર્યું. પછી દર્શનાવરણ, પછી એકવિધ બંધક કેવલીને પણ સાતાનો બંધ હોવાથી વેદનીયનું, પછી પ્રાયઃ સંસારીને થતાં રાગદ્વેષને કારણે મોહનીયનું એ રીતે - • - • આયુનું, નામનું, ગોત્રનું, અંતરાય કર્મનું કથન કર્યું છે.
આ પ્રમાણે કર્મોની મૂળ પ્રકૃતિ કહીને કર્મનું કથન કર્યું છે. • સૂત્ર - ૧૩૬૧ થી ૧૩૭૨ -
(૧૩૬૧) જ્ઞાનાવરણ કર્મ પાંચ પ્રકારે છે - શ્રુત, અભિનિભોલિક, અવધિ, મન અને કેવલ (પાંચ સાથે જ્ઞાનાવરણ શબ્દ જોડવો.).
(૧૩૬૨, ૧૩૬૩) નિદ્રા, પ્રચલા, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રસલા અને સ્યાનગૃદ્ધિ તે પાંચમી.... ચક્ષુ, અચલ્સ, અવધિ અને કેવલ દર્શનાવરણ એ ચાર. બંને મળીને દર્શનાવરણ કર્મના નવ ભેદો છે.
(૧૩૬૪) વેદનીય કર્મના બે ભેદ છે - સાતા અને અસાતા. સાતા અને અસાતા વેદનીયના અનેક ભેદો છે.
(૧૩૬પ થી ૧૩૬૮) મોહનીય કર્મના પણ બે ભેદો છે - દર્શન અને ચાશિ મોહનીય. દન મોહનીસના ત્રણ ભેદ અને ચારિત્રમોહનીયના બે ભેદ છે. દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિઓ છે - સમ્યકત્વ મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય.. ચારિત્ર મોહનીયના બે ભેદ છે - કષાય મોહનીય અને નોકષાય મોહનીય. કષાય મોહનીય કર્મના
સોળ ભેદ છે અને નોકષાય મોહનીય કર્મના નવ ભેદો છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org