________________
૧૪૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 આ પ્રમાણે મોહ આદિ એ દુઃખના હેતુઓ છે. તેના હનન માટેનો ઉપાય શું આ જ છે કે બીજો પણ કંઈ છે ? એવી આશંકાથી સવિસ્તર તેના ઉમૂલનો ઉપાય બતાવવાને માટે આમ કહે છે -
• સૂત્ર - ૧૨૫૫ -
જે રાગ, દ્વેષ અને મોહનું મૂળથી ઉમૂલન ઇચ્છે છે, તેણે જે જે ઉપાયોને ઉપયોગમાં લાવવા જોઈએ, તેને હું ક્રમશઃ કહીશ -
• વિવેચન - ૧૨૫૫ -
ગાથાર્થ સ્પષ્ટ કહેલ છે, વિશેષ આ પ્રમાણે - ઉદ્ધકામ - ઉમૂલન કરવાને ઇચ્છતો, મૂળ સહિત - તેમાં મૂલ – તીવ કષાયોદય આદિ, તે મોહપ્રકૃતિની જાળ - સમૂહ. ઉપાય - તેને ઉદ્ધરવાનો હેતુ,
કરેલી પ્રતિજ્ઞા અનુસાર સૂત્રકાર કહે છે - • સૂત્ર - ૧૫૬ થી ૧૨૬૬ -
(૧૫૬) સોનો ઉપયોગ પ્રકામ ન કરવો જોઈએ. રસો પ્રાયઃ મનુષ્યને માટે દક્તિકર - ઉન્માદ વધારનાર હોય છે. વિષયાસક્ત મનુષ્યોને કામ તે જ રીતે ઉત્પીડિત કરે છે, જેમાં સ્વાદ ફળવાળા વૃક્ષને પક્ષી પીડે છે.
(૧રપ૭) જેમ પ્રચંડ પવનની સાથે પ્રસુર fધણવાળા વનમાં લાગેલ દાવાનળ શાંત થતો નથી, તે પ્રમાણે પ્રકામ ભોજીનો ઇંદ્રિયોનિ શાંત થતો નથી. બ્રહ્મચારીને માટે પ્રકામ ભોજન ક્યારેય પણ હિતકર નથી.
(૧રપ૮) જે વિવિક્ત શય્યાસનથી વંત્રિત છે, જે અશુભોજી છે, તે જિતેન્દ્રિય છે, તેમના ચિત્તને રાગદ્વેષ પરાજિત કરી શકતા નથી. જેમ ઔષધિથી પરાજિત વ્યાધિ ફરી શરીરને કાંત કરતી નથી.
(૧૫૯) જે પ્રકારે બિલાડાના નિવાસ સ્થાનો પાસે ઉંદરોનું રહેવું પ્રશસ્ત - હિતકર નથી, તે જ પ્રકારે સ્ત્રીઓના નિવાસ સ્થાન પામે બ્રહ્મચારીનું રહેવું પણ પ્રશસ્ત નથી.
(૧ર૬૦) શ્રમણ તપસ્વી સ્ત્રીઓના રૂપ, લાવણ્ય, વિલાસ, હાસ્ય, આલાપ, ચેષ્ટા અને કટાક્ષને મનમાં નિવિષ્ટ કરી જવાનો પ્રયત્ન ન કરે.
(૧૯૬૧) જે સદા બ્રહ્મચર્યમાં લીન છે, તેમને માટે સ્ત્રીઓનું અદર્શન, અપ્રાર્થન, અચિંતન, અકિર્તન હિતકર છે. આર્યધ્યાનને માટે ઉપયુક્ત છે.
(૧ર૬૨) જો કે ત્રણ ગુતિઓથી ગુન મુનિને અલંકૃત દેવીઓ પણ વિચલિત કરી શકતી નથી, તો પણ એકાંત હિતની દષ્ટિથી મુનિને માટે વિવિક્તવાસ જ પ્રશસ્ત છે.
(૧૨૬૩) મોક્ષાભિકાંક્ષી, સંસારભીરુ અને ધર્મમાં સ્થિત મનુષ્યને માટે લોકમાં એવું કંઈ પણ દુત્તર નથી, જે પ્રમાણે અજ્ઞાનીઓના મનનું હરણ કરનારી સ્ત્રીઓ દુસ્તાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org