________________
૧૩૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ ૧. આલોચના, ૨. નિર૫લાપ, ૩. આપત્તિમાં દઢ ધર્મતા, ૪. અનિશ્રિતોપધાન, ૫. શિક્ષા, ૬. નિપ્રતિકર્મતા, ૭. અજ્ઞાનતા, ૮. અલોભ, ૯. તિતિક્ષા, ૧૦. આર્જવા, ૧૧. શુચી, ૧૨. સમ્યક્રદૃષ્ટિ, ૧૩. સમાધિ, ૧૪. આચાર, ૧૫. વિનયવતું, ૧૬. ધૃતિમતી, ૧૭. સંવેગ, ૧૮. પ્રસિધિ, ૧૯. સુવિધિ, ૨૦. સંવર, ૨૧. આત્મદોષોપસંહાર, ૨૨. સર્વકામ વિરક્તતા, ૨૩. પ્રત્યાખ્યાન, ૨૪. વ્યસર્ગ, ૫. અપ્રમાદ, ૨૬. સવાલવ, ૨૭, ધ્યાન, ૨૮. સંવર યોગ, ૨૯. મારણાંતિકના ઉદયમાં, ૩૦. સંગોના પરિજ્ઞાતા, ૩૧. પ્રાયશ્ચિતકરણ, ૩૨. મરણાંત આરાધના.
૦ તેત્રીશ આશાતનાઓમાં ઉક્ત શબ્દાર્થોમાં, અરહંત આદિ વિષયોમાં છે, જે પ્રતિક્રમણ સૂત્રમાં પ્રસિદ્ધ છે અથવા સમવાયાંગમાં પણ કહેલ છે. જે ભિક્ષુ તેમાં યથાયોગ સમ્યક શ્રદ્ધા વડે કે તેના પરિહાર વડે ઉપયોગવંત રહે છે, તે સંસારમાં ભ્રમણ કરતાં નથી.
• સૂત્ર • ૧૨૪૬ -
આ પ્રમાણે જે પાંડિત ભિક્ષ આ સ્થાનોમાં સતત ઉપયોગ રાખે છે, તે જલ્દીથી સંસારથી મુક્ત થઈ જાય છે - તેમ હું કહું છું.
૦ વિવેચન - ૧૨૪૬ -
આ પ્રકારે અનંતરોક્ત રૂપ અસંયમાદિ સ્થાનમાં જે ભિક્ષ ઉક્ત ન્યાયથી યત્નવાન થાય છે, તેઓ જલ્દીથી સર્વ સંસારથી વિમુક્ત થાય છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૩૧ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org