________________
૨૯/૧૧૬૪
૧૧૧ • સૂત્ર - ૧૧૬૪ -
ભગવાન ! કરણ સત્યથી જીવને શું પ્રાપ્ત થાય છે? કરણ સત્યથી જીવ કરણ શક્તિને પ્રાપ્ત થાય છે. કરણ સત્યમાં વર્તમાન જીવ “યથાવાદી તથાકારી થાય છે.
• વિવેચન - ૧૧૬૪ -
ભાવસત્યથી કરણ સત્ય સંભવે છે, તેથી તે કહે છે - કરણ સત્ય, જેમ કે - પ્રતિલેખનાદિ ક્રિયા જેમ કહેલ છે, તેમાં સમ્યક ઉપયુકત થઈને કરે છે, તેનાથી કરણ શક્તિ, તેના માહાભ્યથી પૂર્વે અનધ્યવસિત ક્રિયા સામર્થ્ય રૂપ પામે છે તથા કરણ સત્યમાં વર્તતો જીવ “જેવું બોલે તેવું કરનારો" થાય છે. ક્રિયાકલાપ જેવો બોલે તેવો કરી શકે છે.
• સૂત્ર - ૧૧૬૫ -
ભગવન ! યોગ સત્યથી જીવને શું પ્રાપ્ત થાય છે? યોગ્ય સત્ય વડે જીવ યોગને વિશુદ્ધ કરે છે.
• વિવેચન - ૧૧૬૫ -
ઉક્ત સ્વરૂપને યોગ સત્ય પણ હોય છે. તે કહે છે - યોગ એટલે મન, વચન, કાયાનું સત્ય-અવિતત્વ. તેયોગસત્ય વડે યોગોને ક્લિષ્ટ ધર્મબંધકત્વના અભાવથી નિર્દોષ કરે છે.
• સૂત્ર - ૧૧૬૬ -
ભગવાન ! મનોગતિથી જીવને શું પ્રાપ્ત થાય છે? મનોમિથી જીવ એકાગ્રતાને પામે છે. એકાગ્ર ચિત્તવાળો જીવ શુભ વિકલ્પોથી મનની રક્ષા કરે છે અને સંયમનો આરાધક થાય છે.
• વિવેચન - ૧૧૬૬ -
ઉક્ત સત્યો ગુપ્તિયુક્તને જ થાય છે. તેથી યથાક્રમે તેને કહે છે, તેમાં મનોગતિ રૂપતાથી જીવ ધર્મ એક્તા નિચિત્વને પામે છે તથા એકાગ્રચિત્ત જીવ ગુપ્તમન અર્થાત્ અશુભ અધ્યવસાયમાં જતા મનને રક્ષણ કરનાર અને સંયમ આરાધક થાય છે.
• સૂત્ર - ૧૧૬૭ :
ભગવાન ! વચનગતિથી જીવને શું પ્રાપ્ત થાય છે? વચન ગતિથી જીવ નિર્વિકાર ભાવને પામે છે. નિર્વિકાર જીવ સર્વથા વાણુગુપ્ત તથા અધ્યાત્મ યોગના સાધનભૂત ધ્યાનથી મુક્ત થાય છે.
• વિવેચન - ૧૧૬૭ -
વાગુ ગુતિ - કુશળ વચન ઉદીકરણ રૂપતાથી વિકથાદિ રૂપ જે વા વિકાર તેનો અભાવ જન્મે છે. તે નિર્વિકાર જીવ વચન ગુમ થાય છે. પ્રવિચાર - અપ્રવિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org