________________
૮૦.
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ વિમારિત કરી, એક સાધુએ તે વિટિકા જોઈ, પછી તેઓએ જાણ્યું, પછી તે દેવે સાધુને વંદના કરી, પણ વૃદ્ધ સાધુને ન વાંધા. પછી સર્વ વૃત્તાંત કહ્યો. આમના વડે હું ત્યજાયો, મને કહેલ કે- તું આ પાણી પી. જો મેં પીધુ હોત તો હું સંસારમાં ભમત. આ પ્રમાણે તૃષા પરિષહ સહેવો.
સુધા, પિપાસા સહન કરનારના શરીરમાં નિત્ય શીતકાળમાં શીત-ઠંડીનો સંભવ છે, તેથી શીત પરીષહને કહે છે -
• સુત્ર - ૨૫, ૨૬
વિચરતા અને વિરત એવા રા શરીરી થઈ વિચરતા મનિને શીતકાલાદિમાં શીતનો સ્પર્શ થાય છે, તો પણ જિનશાસનને સમજીને પોતાની યથોચિત મયદાનું કે સ્વાધ્યાયાદિ પ્રાપ્ત કાળનું ઉલ્લંઘન ન કરે. શીત લાગતા મુનિ એવું ન વિચારે કે મારી પાસે શીતનું નિવારણ નથી. શરીરનું કોઈ બાણ - વસાદિ નથી, હું અનિનું સેવન કરું.
• વિવેચન - ૫૫, ૫૬
ગ્રામાનુગ્રામ કે મુક્તિ પથે જતાં અથવા ધર્મનું આસેવન કરતો. વિર - અગ્નિ સમારંભાદિથી નિવૃત્ત અથવા આસક્તિ રહિત, ફૂલ - ખાન અને નિષ્પ ભોજનાદિના પરિહારથી રૂક્ષ, શીત વડે અભિદ્રવિત થાય, વિશેષથી ઠંડી વડે પીડાય છે. ક્યારે ? શીતકાલાદિમાં અથવા પ્રતિમા સ્વીકારેલ હોય ત્યારે. પછી શું? વેલી - સીમા, મર્યાદા, સેતુ. શીત સહન કરવા રૂપ મર્યાદાને ન ઉલ્લંઘે. અથવા અપધ્યાન રૂમ સ્થાનાંતર સર્પણાદિ વડે ન ઉલ્લંધે. અહીં શું ઉપદેશ કરે છે ? તેથી કહે છે - ભવ આવર્તમાં પડે છે, પાપબુદ્ધિ ઉક્ત રૂપ મર્યાદા અતિક્રમકારી છે, તેથી બુદ્ધિ વડે આ પાપબુદ્ધિ પરિહરવી. અથવા વેલા - સ્વાધ્યાયાદિ કાળ રૂપ, તેને ઉલ્લંઘીને, “ઠંડી વડે હું પીડાઉ છું” એ પ્રમાણે તપસ્વી મુનિ બીજે સ્થાને ન જાય. કેમ ? જિનાગમમાં - જીવ અન્ય છે અને શરીર અન્ય છે એમ સાંભળીને. પૂર્વે નરકાદિમાં ઘણી વેદના અનુભવી છે.
વળી મારી પાસે શીત - વાતાદિ નિવારણ મકાન આદિ નથી. તેમ ન વિચારે, શીત આદિથી રક્ષક વસ્ત્ર, કંબલાદિ નથી માટે હું અગ્નિને સેવું, તેમ ન વિચારે. વિચારવાનો જ નિષેધ છે, તો સેવવાની વાત જ ક્યાં રહી? આ લયનદ્વાર છે. તેમાં “મુનિ મર્યાદા ન ઓળંગે” ઇત્યાદિ સૂત્ર અવયવ સૂચિત દષ્ટાંત કહે છે -
• નિયુક્તિ - ૯૫ - વિવેચન
આ નિર્યુક્તિનો ભાવાર્થ વૃદ્ધવિવરણથી વૃતિકારશ્રી જણાવે છે - રાગૃહ નગરમાં ચાર મિત્રો વણિકની સાથે વૃદ્ધિ પામ્યા. તેઓ ભદ્રબાહસ્વામી પાસે ધર્મ સાંભળીને પ્રવજિત થયા. તેઓ ઘણું શ્રત ભણીને અન્યદા કોઈ દિવસે એકાકી વિહાર પ્રતિભાવાળા થયા. તેની સમાપ્તિ પછી વિચરતા ફરી પણ રાજગૃહ નગરે આવ્યા. હેમંતસતુ વર્તતી હતી. તેઓ ભિક્ષા કરી ત્રીજી પોરિસિમાં નિવૃત્ત થયા. વૈભારગિરિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org