________________
ઉત્તરાધ્યયન મૂલભૂલ-સટીક અનુવાદ/૧ • નિયુક્તિ • ૮૯ + વિવેચન •
આ નિયુક્તિનો ભાવાર્થ વૃદ્ધ સંપઢાયથી વૃત્તકાર જણાવે છે - તે કાળે તે સમયે ઉજ્જૈની નગરીમાં હસ્તિમિત્ર નામે ગાથાપતિ હતો. તેની પત્ની મૃત્યુ પામેલી. તેનો પુત્ર હસ્તિભૂતિ નામે બાળક હતો. તે તેને લઈને પ્રવજિત થયો. તે બંને કોઈ દિવસે ઉજ્જૈનથી ભોગકટ જવા નીકળ્યા. અટવી મધ્યમાં તે વૃદ્ધનો પગ કાંટાથી વિંધાયો. તે અસમર્થ થયો. તેણે સાધુઓને કહ્યું - તમે નીકળો, અટવી પાર કરી દો. હું મહાકષ્ટમાં પડેલ છું. જો તમે મને વહન કરશો, તો વિનાશ પામશો. હું ભક્ત પ્રત્યાખ્યાન કરું છું. તે હસ્તિમિત્રમુનિ ગિરિકંદરાના એક પડખે ભક્ત પ્રત્યાખ્યાન કરી રહ્યા. સાધુઓએ વિહાર કર્યો. તે ક્ષુલ્લકમુનિએ કહ્યું કે હું અહીં રહેવા ઇચ્છું છું. તેને બીજા સાધુ બળપૂર્વક લઈ ગયા. થોડે દૂર ગયા ત્યારે સાધુઓ વિશ્રામ કરવા રહ્યા ત્યારે ક્ષુલ્લકમુનિ નીકળીને વૃદ્ધ સાધુ પાસે પાછો આવી ગયો.
વૃદ્ધ સાધુએ પૂછ્યું- તું કેમ આવી ગયો? અહીં તું મરી જઈશ. તે વૃદ્ધ સાધુ વેદનાથી પીડાઈને તે જ દિવસે કાળ પામ્યા. ક્ષુલ્લકમુનિ તે જાણતા ન હતા કે વૃદ્ધ કાળ કર્યો છે. તે વૃદ્ધ મુનિ દેવલોકમાં ઉત્પન્ન થયા. પછી તેણે અવધિજ્ઞાન પ્રયોજ્યું - મેં શું આપેલ છે કે તપ કર્યો છે? જેટલામાં પોતાનું શરીર જોયું, ત્યાં સુલ્લક સાથે વાત કરતાં રહ્યો. તેણે કહ્યું- હે પુત્ર ભિક્ષા માટે જા. ક્ષુલ્લકે પૂછ્યું - ક્યાં? દેવે કહ્યું - આ ધવ, ન્યગ્રોધાદિ વૃક્ષો છે. અહીં તેના નિવાસીએ રસોઈ કરી છે, તેઓ તને ભિક્ષા આપશે. સારું, એમ કહીને નીકળ્યો. વૃક્ષની નીચે “ધર્મલાભ' આપે છે. પછી અલંકાર સહિત હાથ નીકળીને ભિક્ષા આપે છે. એ પ્રમાણે રોજેરોજ ભિક્ષાને ગ્રહણ કરતો રહે છે. ચાવતુ તે સાધુઓ તે દેશમાં દુકાળ પડતાં ફરી પણ ઉજેની દેશે પાછા જતાં તે જ માર્ગેથી આવતા, બીજા સંવત્સરમાં તે પ્રદેશમાં જતા, તેમણે ક્ષુલ્લકમુનિને જોયા.
તેને સાધુઓએ પૂછતા તે બોલ્યો કે વૃદ્ધ સાધુપણ અહીં રહે છે. જઈને જોયું તો શુષ્ક શરીર દેખાયું. તેઓએ જાણ્યું કે- દેવ વડે અનુકંપા કરાઈ છે. અહીં વૃદ્ધ સુધા પરીષહ સહન કર્યો, પણ ક્ષુલ્લકમુનિએ ન સહન કર્યો. અથવા ક્ષુલ્લકે પણ સહન કર્યો, તેને એવો ભાવ ન થયો કે - મને ભિક્ષા મળી નથી. પછી તે ક્ષુલ્લકમુનિને સાધુ લઈ ગયા. જે રીતે તેઓએ પરીષહ સહન કર્યો તે રીતે વર્તમાનમાં મુનિએ પણ સહન કરવો. સુધા પરીષહ કહ્યો. એ પ્રમાણે સહન કરતા ન્યૂનકુક્ષીતાથી કે એષણીય આહારાર્થે પર્યટન કરતાં શ્રમ આદિથી અવશ્ય તૃષા લાગે છે. તેને સમ્યપણે સહન કરવી જોઈએ, તે કહે છે -
૦ સબ - ૫૩, ૫૪
અનાચારમાં જુગુપ્સા રાખનાર, લજ્જાવાન સંયમી મુનિ તૃષાથી પીડિત થતાં પણ સચિત્ત જળને ન સેવે, પણ અચિત્ત જળની ગવેષણા કરે. આવાગમન શૂન્ય નિર્જન માર્ગમાં પણ તીવ્ર તૃષાથી વ્યાકુળ થવા છતાં અને મોટું પણ સુકાઈ જાય તો પણ આદીન ભાવે તે પરીષહને સહન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org