________________
s
અધ્ય. ૨ ભૂમિકા
હ8 અધ્યયન - ૨ “પરીષહ વિભક્તિ” હe.
- વિનયશ્રુત નામે પહેલા અધ્યયનની વ્યાખ્યા કરી, હવે બીજાની કરે છે. તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં વિનયને વિસ્તારથી પાંચ ભેદે કહ્યો, તે સ્વસ્થ અવસ્થાવાળાએ જ વિચારવો કે પરીષહ રૂપી મહાસભ્યસમરથી સમાકુલ એવા મન વડે પણ આચરવો ? બંને અવસ્થામાં પણ આચરવો. તો આ પરીષહો ક્યા છે? કેવા સ્વરૂપે છે ? ઇત્યાદિ. -*- આ સંબંધે આવેલ મહાર્થ, મહાપુરની સમાન ચાર અનુયોગ દ્વારનું સ્વરૂપ વર્ણવવું. તેમાં નામનિષ્પન્ન નિક્ષેપમાં “પરિષદ' એ નામ છે. તેથી તેના નિક્ષેપદર્શન માટે નિર્યુક્તિકાર કહે છે -
• નિર્યુક્તિ - ૬૫ + વિવેચન -
નિયત કે નિશ્ચિત નામાદિ ચનારૂપ ક્ષેપણ તે નિક્ષેપ. કોનું? પરીષદ - ચોતરફથી સ્વહેતુ વડે ઉદીતિ, માર્ગથી ન ઔવીને, નિરાર્થે સાધુ આદિ વડે સહન કરાય છે તે પરીષહ. તેના ચાર ભેદો છે - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી. તેમાં નામ અને સ્થાપનાને છોડીને દ્રવ્યપરીષહ કહે છે - દ્રવ્ય વિષયક પરીષહ બે ભેદે - આગમથી, નોઆગમથી. તેમાં આગમથી જ્ઞાતા પણ ઉપયોગ રહિત હોય છે. નોઆગમથી પરીષહ ત્રણ પ્રકારે છે, તે કહે છે
• નિક્તિ - ૬૬ + વિવેચન -
જ્ઞાનકનું શરીર તે જ્ઞશરીર અથવા જીવરહિત સિદ્ધશિલાતલે અથવા નિષિધિયામાં રહેલ, અહો ! આણે શરીરના સમુઠ્ઠય વડે પરીષહ સહ્યા. ‘આ ઘીનો ઘડો હતો તેની જેમ વિચારવું. ભવ્યશરીર - તે તે અવસ્થા આત્મ પ્રાપ્ત કરશે જે તે ભવ્ય જીવ, તેનું શરીર. જો કે હજી સુધી પરીષહોને સહ્યા નથી, પણ સહેશે. જેમકે - આ ઘીનો ઘડો થશે. તે નોઆગમથી દ્રવ્યપરીષહ કહ્યો. તે બંનેથી વ્યતિરિક્ત તે તવ્યતિરિક્ત દ્રવ્ય પરીષહ. તે બે ભેદે છે - (૧) મિથ્યાત્વ અવિરતિ કષાય યોગાનુગતથી આત્મા નિર્વસ્ત છે તે કર્મ - જ્ઞાનાવરણાદિ રૂપ. (૨) તેનાથી વિપરીત તે નોકર્મ. તેમાં કર્મમાં વિચારતા દ્રવ્યપરીષહ, તે ઉદયનો અભાવ, પ્રક્રમથી વેદનીયકર્મનો જ કહેવો.
• નિર્યુક્તિ - ૬૦ + વિવેચન -
નોકર્મ - દ્રવ્યપરીષહ ત્રણ ભેદો છે - સચિત્ત, અચિત્ત, મીશ્ર. તેમાં નોકર્મ સચિત્ત દ્રવ્યપરીષહ તે પર્વતના ઝરણાનું જળ આદિ. અચિતદ્રવ્યપરીષહ ચિત્રક ચૂર્ણાદિ. મિશ્ન દ્રવ્યપરીષહ - આર્ટુગોળ. ત્રણે પણ કર્મના અભાવ રૂપવથી અને સુધાપરીષહ જનકપણાથી છે, અહીં પિપાસા આદિ જનક ખારું પાણી આદિ અનેક પ્રકારે નોકર્મ દ્રવ્યપરીષહને સ્વબુદ્ધિથી વિચારવા.
ભાવપરીષહ તે આગમથી જ્ઞાતા અને તેમાં ઉપયુક્ત હોય. નો શબ્દના એકદેશવાચિત્વથી “નો આગમથી” આ અધ્યયન આગમના અંશરૂપ છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org