________________
૧/૪૮
60
તેમાં કર્મનિર્જરણા આશ્રિત મુક્તિ કહી છે. કર્મનિર્જરણા એ જ જ્ઞાનનો આત્યંતિક હેતુ છે. કેમકે તેના વિના તામલિ વગેરેને કષ્ટ અનુષ્ઠાનથી અભફળ મળેલ છે. વળી કહ્યું પણ છે કે - અજ્ઞાની જે કર્મો ઘણાં કરોડો વર્ષે ખપાવે છે, તેને ત્રણ ગુપ્ત વડે ગુપ્ત જ્ઞાની ઉચ્છવાસ માત્રમાં ખપાવે છે. દર્શનથી મુક્તિમાં પણ ૪- જ્ઞાનનું પ્રાધાન્ય છે. મરદેવીને દર્શન ઉત્પન્ન થતાં સમ્યગ્રજ્ઞાન માત્રથી મુક્તિ મળી, તેણીએ કોઈ કષ્ટક્રિયા કરી નથી. વળી બહુશ્રુત અધ્યયનમાં બહુશ્રુતનું જ તે-તે રીતે પૂજ્યતાનું વિધાન છે. -x-x- આ રીતે જ્ઞાનનયમાં જ્ઞાનનું પ્રાધાન્ય બતાવ્યું.
હવે ક્રિયાનય કહે છે - “બધાં નયોમાં બહુવિધ વક્તવ્યતાને સાંભળીને તેમાં જે સર્વનય વિશુદ્ધ તે ચરણગુણસ્થિત સાધુ કહ્યા છે.-x-x- અર્થાત બધાં નયો નિર્દોષપણે સમ્મત છે કે - ચરણ એટલે ચાસ્ત્રિ, ગુણ - સાધનને ઉપકારક છે. ચરણ એવા આ ગુણ નિર્વાણમાં અત્યંત ઉપકારીપણાથી ચરણગુણ છે, તેમાં રહીને - તેને આરાધીને પૌરુષેય ક્રિયા વડે અપવર્ગની સાધના કરાય છે. અહીં કહેવાનો આશય એ છે કે - ઘણી વક્તવ્યતામાં ક્રિયાથી જ ફળની પ્રાપ્તિ છે. તેથી જ કહે છે કે- પાણીના અવલોકન માત્રથી, પીવાની ક્રિયા કર્યા વિના તૃમિ રૂપ ફળને પામતા નથી. x-x- આગમમાં પણ કહે છે કે - જ્યાં-ત્યાં પણ ક્રિયાની વિફળતાથી જ્ઞાન વિફળ છે. કહ્યું છે કે- જેમ ગધેડો ચંદનો ભાર ઉપાડે તો પણ ચંદનનો ભાગી થતો નથી, તેમ ચાસ્ત્રિ વગરનો જ્ઞાની, જ્ઞાનનો ભાગી થાય પણ સદ્ગતિનો ન થાય. જો જ્ઞાન જ મુક્તિનું સાધન હોય તો જ્ઞાન સાથે અવિનાભાવી સંબંધી અનુત્તર દર્શન સંપત યુક્ત વાસુદેવને પણ હતું છતાં તે અધોગતિમાં ગયા તેમ સંભળાય છે. કેમકે વાસુદેવ, શ્રેણિક આદિ અનુત્તર દર્શન સંપત્તિ છતાં ચાસ્ત્રિ ન હોવાથી અધોગતિમાં ગયા. જો જ્ઞાન જ મુક્તિનું કારણ હોય તો દેશોન પૂર્વકોટિ સુધી પણ વિચરે. આ વાક્યમાં વિરોધ આવે. જ્ઞાનથી જ મુક્તિ થાય તો કેવળ જ્ઞાનીને તુરંત જ મુક્તિ મળવી જોઈએ. પછી તેમના વિતરણનો સંભવ કઈ રીતે થાય ? પરંતુ જ્ઞાન પામીને પણ શેલેશી અવસ્થામાં સર્વસંવરરૂપ ક્રિયા કર્યા પછી જ મુક્તિ મળે છે તેથી ક્રિયા જ મુક્તિનું કારણ છે. x-x- પાંચ પ્રકારના વિનયમાં પણ જ્ઞાન-દર્શનને કારણરૂપે જ કહેલ છે.
(પ્રશ્ન) તો શું જ્ઞાન જ તત્ત્વ છે કે ક્રિયા તત્ત્વ છે?
(સમાધાન) પરસ્પર અપેક્ષાથી આ બંને મુક્તિના કારણરૂપ છે. નિરપેક્ષપણે કારણરૂપ નથી, એ તત્ત્વ છે. --x-x- જેમ જ્ઞાન વિના મુક્તિ નથી. કેમકે તે જ્ઞાનઅવિનાભાવી છે, એ પ્રમાણે ક્રિયા વિના પણ મુક્તિ નથી. કેમકે તે પણ અવિનાભાવી છે, બંને સમાન જ છે. જ્ઞાન માત્રથી કાર્યની નિષ્પત્તિ થતી નથી, -x-x- એ પ્રમાણે ક્રિયાનંતરભાવિની મુક્તિમાં જે હેતુ કહો, તે પણ અનેકાંતિક છે. શૈલેશી અવસ્થામાં સર્વસંવરરૂપ જે ક્રિયા કહી છે કે જેના પછી મુક્તિ પ્રાપ્ત થાય છે. તે વખતે પણ કેવળ જ્ઞાન તો હોય જ છે. કેવળ જ્ઞાન વિના તે અવસ્થા ન આવે. એમ હોવા છતાં ઉભયમાં અવિનાભાવિત્વ છતાં પણ બંનેના ફળરૂપે મુક્તિ કહેલ નથી. તો શું જ્ઞાન-ક્રિયા બંનેના સમુદાયમાં મુક્તિને આપવાની શક્તિ છે? For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International