________________
૧/૪૬
૬ ૫
જનકત્વથી. સંસ્ક્રુત - વિનયવિષયપણાથી પરિચિત અથવા સદ્ભૂત ગુણ કીર્તનાદિ વડે પૂર્વ સંસ્તુત -x-x- અર્થ - મોક્ષ, તે પ્રયોજન જેનું છે તે, શ્રુતા – અંગોપાંગ, પ્રકીર્ણકાદિ રૂપ આગમ, તેવા વિપુલ અર્ચી, સુવર્ણાદિ કે સ્વર્ગના અર્થી નહીં. આના વડે પૂજ્યપ્રસાદનું અનંતર ફળ શ્રુત કહ્યું અને વ્યવહિત ફળમુક્તિ છે.
હવે શ્રુત પ્રાપ્તિનું ઐહિક ફળ કહે છે
• સૂત્ર - ૪૭
તે શિષ્ય પુજ્યશાસ્ત્ર થાય છે, તેના બધાં સંશયો નષ્ટ થાય છે. તે ગુરુના મનને પ્રિય થાય છે, કર્મસંપદા યુક્ત થાય છે, તપ સમાચારી અને સમાધિ સંપન્ન થાય છે. પાંચ મહાવ્રતોનું પાલન કરીને તે મહાન ધૃતિવાન થાય છે.
♦ વિવેચન
-
૪૭
પ્રસન્ન થયેલા ગુરુ પાસે શ્રુત ભણેલ શિષ્ય, સર્વજનના શ્લાધાદિ વડે પૂજ્ય થાય છે. વિનીતના શાસ્ત્ર સર્વત્ર વિશેષથી પૂજ્ય બને છે. અથવા પૂજ્ય શાસ્ત્રક થાય છે. વિનીત એવો શિષ્ય શાસ્તારને પૂજ્ય થતાં વિશેષથી પૂજાને પામે છે. અથવા સર્વત્ર પ્રશંસાસ્પદત્વથી પૂજ્યશસ્ત બને છે. પ્રસાદિત ગુરુ વડે જ શાસ્ત્ર પરમાર્થ સમર્પણથી સંશયો દૂર કરે છે. -૪- ગુરુ સંબંધી ચિત્તની રુચિ તે મનોરુચિ થાય છે. વિનયથી ભણેલ શાસ્ત્ર જ ગુરુને કંઈપણ અપ્રીતિનો હેતુ બનતા નથી. કર્મ - ક્રિયા, દશવિધ ચક્રવાલ સમાચારી વગેરે કર્તવ્યતા, તેનાથી યુક્ત રહે છે. -૪-૪- કર્મ - જ્ઞાનાવરણાદિ, સંપર્ - ઉદય - ઉદીરણાદિરૂપ વિભૂતિ. તેના ઉચ્છેદની શક્તિયુક્તતાના પ્રતિભાસ માનતાથી મનની રુચિ કહી. કર્મસંપદા - યતિના અનુષ્ઠાનના માહાત્મ્યથી સમુત્પન્ન પુલાકાદિ લબ્ધિરૂપ સંપત્તિ. મનોરુચિતા કર્મસંપત્ - શુભ પ્રકૃતિરૂપને અનુભવે છે. આ સંપત્તિ તે યથાખ્યાત ચારિત્રરૂપ છે. રા - અનશનાદિ, સમાચારી – સમ આચરણ. સમાધિ - ચિત્તનું સ્વાસ્થ્ય તેના વડે આશ્રવોનો રોધ કરીને -- મહાધુતિ અર્થાત્ તપોદીપ્તિ કે તેજોલેશ્યા થાય છે. શું કરીને ? પ્રાણાતિપાત વિરમણાદિને નિરતિચાર પાળીને. હજી આનું જ ફળ કહે છે -
-
37/5
Jain Educator International
.
• સૂત્ર - ૪૮
તે દેવ, ગંધર્વ અને મનુષ્યોથી પૂજિત વિનયી શિષ્ય મલ અને પંકથી નિર્મિત આ દેહનો ત્યાગ કરીને શાશ્વત સિદ્ધ થાય છે અથવા અલ્પકર્મી મહાઋદ્ધિ સંપન્ન દેવ થાય છે તેમ હું કહું છું.
૦ વિવેચન - ૪૮
-
તેવા પ્રકારનો વિનીત શિષ્ય, દેવ – વૈમાનિક, જ્યોતિષ્ક અને ગંઘર્વ - અર્થાત્ ભુવનપતિ અને વ્યંતર, મનુષ્ય - મહારાજાધિરાજ વગેરે દ્વારા પૂજિત, મલ-પંક પૂર્વકના શરીરને ત્યજીને. મલ - જીવ શુદ્ધિના અપહારિપણાથી મલવત્, પ્ાંક - કર્મમલપંક. અથવા મલપંક એટલે રક્ત અને શુક્ર, તેના પૂર્વક. સિદ્ધ - નિષ્ઠિતાર્થ થાય છે. શાશ્ર્વતા
For Private & Personal Use Only
www.jainelibrary.org