________________
-
ચાર ત્રિકસંયોગ, એક ચતુક સંયોગ. એ બધાં મળીને ૧૧ સંયોગ થાય. હવે બાહ્યાર્પિત સંબંધન સંયોગ
• નિયુક્તિ • પર + વિવેચન -
લેશ્યા, કષાય, વેદના, વેદ, અજ્ઞાન, મિથ્યાત્વ અને મિશ્ર. જેટલા ઔદયિક ભાવો છે, તે બધાં બાહ્ય સંયોગ છે. -૦- લેડ્યા - લેડ્યા અધ્યયનમાં કહેવાનારા, કષાયો, વેદના - સાતા કે અસાતારૂપ, વેદ - પુરુષ, સ્ત્રી કે ઉભયના અભિલાષ રૂપ, મિથ્યાત્વના ઉદયવાળાને અસત અધ્યવસાયરૂ૫ જ્ઞાન પણ અજ્ઞાન છે. ૪. તેથી જ મિથ્યાત્વના ઉદય ભાવિત્વથી તેનું ઔદયિકત્વ છે. તેના દલિકોમાં અર્પિતત્વની વિવક્ષાથી બાહ્ય અર્પિતત્વ છે. “મિથ્યા' એ ભાવપ્રધાનત્વથી મિથ્યાત્વ અર્થાત્ અશુદ્ધ દલિક સ્વરૂપ છે. મિશ્ર - શુદ્ધાશુદ્ધ દલિક સ્વભાવ. ચ શબ્દ બાકીના ઔદયિક ભેદના સમુચ્ચય માટે છે. તેથી ઉપસંહાર કરતાં કહે છે -
ઔદયિક ભાવના જેટલાં પરિમાણો છે, તે વિષયોનો જે સંયોગ તે બધો જ બાહ્ય છે, બાહ્ય સંયોગને પ્રકૃતત્વથી સંબંધન સંયોગ જાણવો. અહીં પણ બાહ્ય શબ્દથી પૂર્વવત્ બાહ્યઅર્પિત કર્યું.
(શંકા) ઔદયિક પણ જીવભાવત્વથી જીવાર્પિત જ છે, તો પછી બાહ્યકર્મમાં અર્પિત કેમ કહ્યું? (સમાધાન) કનુભવનનો ઉદય, આ અનુભવન અનુભવિતા જીવમાં અનુભૂયમાન કર્મમાં સ્થિત છે. તેમાં જ્યારે અનુભવિતા જીવમાં વિવક્ષા કરાય ત્યારે તેનો ઉદય જીવગત વેશ્યાદિ પરિણામ, જેનું પ્રયોજન છે, તે દયિક - કર્મના ફળપ્રદાન આભિમુખ્ય લક્ષણ કર્યું. જ્યારે અનુભૂયમાનસ્થપણે વિવક્ષા કરાય, તેના ઉદયમાં- કર્મના ફળપ્રદાન અભિમુખ્ય લક્ષણમાં ભાવ ઔદયિક, લેયા- કષાયાદિ રૂપ જીવ પરિણામ હોય તેના આશ્રયથી કહે છે - જીવને ઔદયિક ભાવો થાય છે. --~
ઉભયાર્પિત સંબંધન સંયોગને કહે છે - • નિર્યુક્તિ - ૫૩ + વિવેચન -
જે સાંનિપાતિક ભાવ, ઔદયિક ભાવથી સંયુક્ત થાય છે, તેમાં પંદર સંયોગો થાય છે. આત્મ અને કર્મના મિત્રત્વથી અર્પિત ભાવો પણ ઔદયિક સહિત ઓપશમિકાદિ મિશ્ર છે તેથી તેના વિષયપણાથી સંયોગો પણ મિત્ર છે. તે જ મિશ્રક યોગ છે. ક્રમથી સંબંધન સંયોગ જાણવો. તે પંદર સંયોગો ઔદયિકને ન છોડીને ઔપશમિકાદિ પંચકના દ્વિક, ત્રિક, ચતુષ્ક, પંચક સંયોગથી કરવા. તેમાં ચાર દ્વિક સંયોગ, છ બિક સંયોગ, ચાર ચતુષ્ક સંયોગ, એક પંચક સંયોગ, બધાં મળીને પંદર થાય.
ફરી આત્મસંયોગાદિથી બીજા પ્રકારે જણાવવા પ્રસ્તાવના કહે છે - • નિર્યુક્તિ - ૫૪ + વિવેચન :
બીજો પણ આદેશ આત્મામાં, બાહ્યમાં અને તદુભયમાં છે. તે સંયોગ તીર્થકરાદિએ કહેલ છે, તેને હું સંક્ષેપથી કહીશ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org