________________
૫/૧૫૩
૨૦૦ મુક્તિ ન પામે તો દેવ થાય છે. કેવો દેવ? સુખાદિ સંપત્તિથી મહદ્ધિક. જ્યાં તે દેવ થાય ત્યાં આવાસો કેવા હોય? અને દેવ કેવા હોય? તે કહે છે -
• સુત્ર - ૧૫૪, ૧૫૫ -
દેવતના આવાસો અનુક્રમે ઉદ્ધ, મોહરહિત, ઇતિમાન, દેવોથી પરિવ્યામ હોય છે. તેમાં રહેનારા દેવો યશસ્વી, દીર્ધાયુ, હિમાન, દીતિમાન, ઇચ્છારૂપધારી, અભિનવ ઉત્પન્ન સમાન ભવ્ય સંતવાળા અને સુર્ય સમાન અત્યંત તેજસતી હોય છે.
• વિવેચન - ૧૫૪, ૧૫૫ -
ઉપર વર્તી અર્થાતુ અનુત્તર, કેમકે તે બધાંની ઉપર રહેલ છે. વિમોહ - અલ્પ વેદાદિ મોહનીયના ઉદયથી અથવા મોહ બે ભેદે છે - દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી અંધકાર અને ભાવથી મિથ્યા દર્શનાદિ. ત્યાં રનના ઉધોતથી અને સમ્યગ્દર્શનના ત્યાં સંભવથી ચાલી ગયેલા મોહવાળા. ધતિ - અતિશાયિની દીપ્તિ. પૂર્વવત ક્રમથી વિમોદાદિ વિશેષણ વિશિષ્ટ. સૌધમદિથી અનુત્તરવિમાનો પૂર્વ-પૂર્વ અપેક્ષાથી પ્રકર્ષવાળા હોવાથી વિમોહત્વાદિ કહ્યું. દેવો વડે વ્યાસ, તેઓ ચોતરફી વસે છે. માટે આવાસ કહેવાય.
ત્યાંના દેવો પ્રશંસા લાયક, સાગરોપમવાળા આયુષ્યથી દીઘયુિવાળા, રત્નાદિ સંપતિ યુક્ત, અતિદીમ, ઇચ્છાનુસાર રૂપ કરનાર, વિવિધ વૈક્રિય શક્તિવાળા - xપ્રથમ ઉત્પન્ન દેવતુલ્યા કેમકે અનુત્તરમાં જ વર્ણ, ધુતિ, આયુ વગેરે તુલ્ય હોય છે. - હવે ઉપસંહાર કહે છે -
• સૂત્ર • ૧૫૬ :
ભિક્ષા હોય કે ગૃહસ્થ, જે હિંસાદિથી નિવૃત્ત થાય છે, તે સંયમ અને તપના અભ્યાસથી ઉક્ત દેવલોકમાં જાય છે.
• વિવેચન - ૧૫૬ -
અભિહિત રૂપ, જેમાં જીવો સુકૃત કરીને રહે છે તેવો સ્થાનો તે આવાસ રૂપ, તેમાં જાય છે, ગયા અને જશે. ઉપલક્ષણથી સૌધર્મ આદિમાં ગમન, ત્યાં પણ કેટલાંકને જવાનો સંભવ છે. ૧૭ ભેદે સંયમ, ૧૨ ભેદે તપનો અભ્યાસ કરીને કોણ ગયું? ભિક્ષ કે ગૃહસ્થ, ભાવથી યતિ. તેથી કહે છે - જે ઉપશમ વડે પરિનિર્વત થયા છે, કષાય અગ્નિને શાંત કેલો છે અથવા જે કોઈપરિનિવૃત્ત છે તે. અહીં-x- સખ્યદર્શનાદિવાળા પણ દેવલોકમાં જાય છે. - x- આ સાંભળીને મરણમાં પણ યથાભૂત મહાત્મા થાય તે પ્રમાણે કહે છે -
• સુત્ર - ૧૫ -
સત્પરષો દ્વારા પૂજનીય તે સંત આને જિતેન્દ્રિયોના ઉક્ત વૃત્તાંતને સાંભળીને શીલવાન, બહુશ્રુત મૃત્યુ સમયે સંગરત ન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org