________________
૫/૧૩૨, ૧૩૪
૧૯૯
ભોગોમાં - ૪ - કોઈ ક્રૂરકર્મીની મધ્યે ફૂટ - પ્રભૂત પ્રાણીની યાતના હેતુપણાથી નરક, જેમ ફૂટમાં પડેલ મૃગ અનેકવાર હણાય છે, એ પ્રમાણે નરકમાં પડેલ પ્રાણી પરમાધાર્મિકો વડે હણાય છે. - ૪ - અથવા જે ગૃદ્ધ કામભોગોમાં અર્થાત્ સ્ત્રી સંગમાં અને ધૂપનવિલેપન આદિમાં તે સુહૃદાદિ સહાય રહિત ફૂટ પ્રતિ જાય છે. અથવા કૂટ - દ્રવ્યથી અને ભાવથી છે. તેમાં દ્રવ્યથી મૃગાદિ બંધન, ભાવથી મિથ્યાભાષણ આદિ. તે તરફ જાય છે. તે જ માંસાદિ લોલુપતાથી મૃગાદિ બંધનાની આરંભે છે, અને મિથ્યા ભાષણાદિના સેવનથી, પ્રેરિત થઈને કેટલાંક બોલે છે - મેં ભૂત કે ભાવિ જન્મરૂપ પરલોક જોયેલ નથી. ક્યારેક વિષયની અભિરતિથી આમ કહે છે - આ ચક્ષુદૃષ્ટ પ્રત્યક્ષ નિર્દેશ છે - જેમાં રમણ કરાય તે રતિ - સ્પર્શનાદિ સંભોગજનિત ચિત્ત પ્રહ્લાદ છે. અહીં એવું છે કે કેમ ષ્ટનો પરિત્યાગ અને અદૃષ્ટ પરિકલ્પનાથી આત્માને વિપ્રલાપ કરાવવો. ફરી તેના આશયને જ જણાવતા કહે છે
B
हस्तगत હાથમાં આવેલ, આ ઉપમા છે. તેથી હસ્તાગતની માફક એટલે સ્વાધીનતાથી, આ કોણ છે? આ પ્રત્યક્ષ પ્રાપ્ત કામો - શબ્દ આદિ, કદાચિત્ આગામી પણ આવા પ્રકારના જ હોય છે, તેથી કહે છે - કાળમાં સંભવે તે કાલિક - અનિશ્ચિત કાલાંતર પ્રાપ્ત જે ભાવિજન્ય સંબંધી છે તે. કોણ જાણે છે? કોઈ નહીં કે પરલોક છે કે નહીં? અહીં આશય આ છે . પરલોકના સુકૃતાદિ કર્મોના કે અસ્તિત્વ નિશ્ચયમાં પણ કોણ એવો હોય કે - જે હાથમાં આવેલ કામોને છોડીને, કાલિક કામાર્થે યત્ન કરે? તત્ત્વથી તો પરલોકનો નિશ્ચય જ નથી, અનુમાનથી - * - * * તેના અસ્તિત્વનો નિશ્ચય નથી, પણ સંદેહ જ છે. પરંતુ આ પ્રમાણે વિચારતો નથી કે - પ્રાપ્ત કામો દુતપણાથી ત્યાગ કરવાનો યોગ્ય જ છે. તેનું દુરંતત્વ શલ્ય, વિષ આદિ ઉદાહરણોથી પ્રતીત જ છે. *X* X = - પરલોકના સંદેહને જણાવવા છતાં, તે પાપના પરિહારના ઉપદેશ પ્રતિ બાધક નથી. પાપનુષ્ઠાનને અહીં જ ચોર-પારદારિકાદિમાં મહાઅનર્થ હેતુપણાથી દર્શાવેલ છે. પરલોક નથી એવા નિશ્ચયમાં પણ તેના અનર્થ હેતુપણાથી તેને પરિહરવું ઉચિત છે, જેને પરલોકના અસ્તિત્વ પ્રતિ સંદેહ નથી - x - x - તેને તો આ સ્વીકાર્ય જ હોય. - x - x - જે કામોને પરિહરવાને સમર્થ ન હોય, તે કહે છે .
૦ સૂત્ર - ૧૩૫
હું સામાન્ય લોકો સાથે રહીશ, એમ માનીને અજ્ઞાની મનુષ્ય ભ્રષ્ટ થાય છે, પરંતુ છેલ્લે તે કામ ભોગાનુરાગથી કષ્ટ જ પામે છે.
♦ વિવેચન - ૧૩૫ -
ન - લોક, તેની સાથે રહીશ. અર્થાત્ ઘણાં લોકો ભોગના સંગી છે. તો હું પણ તે ગતિએ જઈશ. અથવા તેનું પાલન કરીશ. જેમ આ લોકો પત્ની આદિનું પાલન કરે છે, તેમ હું પણ કરીશ. અજ્ઞ જનો આવી ધૃષ્ટતાનું અવલંબન કરે છે, અસત્ય વાચાળતાથી સ્વયં નષ્ટ થઈ, બીજાનો પણ નાશ કરે છે. પણ વિચારતો નથી કે - ઉન્માર્ગે ચાલતા અવિવેકી ઘણાં લોકોથી પણ શું? મારે વિવેકી કે પ્રમાણ કરવો?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org